Blogger Widgets અરમાન: શાળા ક્ક્ષા એ થઇ શકે તેવી પ્રવૃત્તિઓ ની યાદી

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Wednesday, February 12, 2014

શાળા ક્ક્ષા એ થઇ શકે તેવી પ્રવૃત્તિઓ ની યાદી 1. રાષ્ટ્રિય તહેવારોની ઊજવણી : બાળકો દેશનાં ભાવિ નાગરિકો હોઇ દેશનાં ઇતિહાસને જાણે , સમજે તે હેતુથી રાષ્ટ્રિય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
 2. બાલસભા : બાળકોનાં સવૉંગી વિકાસમાં તેમની અભિવ્યક્તિ , પ્રતિભાનું ઘણું જ મહત્વ છે. બાળકોની અભિવ્યક્તિઓને રજૂ કરતી પ્રવૃત્તિ એટલે બાલસભા.
 3. પ્રવાસ પયૅટન : પ્રવાસ દ્વારા બાળકો પ્રત્યક્ષરૂપે પ્રાકૃતિક , ઐતિહાસિક , ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ જ્ઞાન મેળવે તે હેતુથી પ્રવાસ-પયૅટન શાળામાં થાય છે.
 4. વન ભોજન : બાળકો પ્રકૃતિની વચ્ચે રહીને સમૂહમાં ભોજન કરી શકે તે માટે શાળામાંથી વનભોજન માટે બાળકોને લઈ જવામાં આવે છે .
 5. વાલી સંમેલન : બાળકોની સિધ્ધિઓ ,પ્રવૃત્તિઓ તેમજ જરૂરી સૂચનોથી વાલીઓને અવગત કરાવવા માટે વાલીસંમેલન નિયત સમયે યોજાય છે .
 6. સ્વયં શિક્ષક દિન : બાળકોની શિક્ષક તરીકેની કામગીરી તેમજ સમગ્ર દિવસ શાળા સંચાલનની કામગીરીને પ્રોત્સાહન આપવા ૫મી સપ્ટેમ્બરે સ્વયંશિક્ષક દિનની ઉજવણી થાય છે.
 7. સ્પધૉઓ : બાળકોને અભ્યાસ સાથે ઇતરપ્રવૃત્તિઓમાં પણ રસ લેતા કરવા માટે રમત - ગમત , સુલેખન, નિબંધસ્પધૉ, રંગોળી , વેશભૂષા વગેરે જેવી પ્રવૃત્તિઓ માસવાર યોજાય છે.
 8. સાંસ્કૃતિક કાયૅક્રમો : બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલે તે હેતુથી શાળામાં ૨૬મી જાન્યુઆરીનાં દિને નૃત્ય, નાટક , રાસ , ગરબા જેવા સાંસ્કૃતિક કાયૅક્રમો યોજાય છે .
 9. ધાર્મિક તહેવારોની ઉજવણી : બાળકોની ધાર્મિક ભાવનાને સંતોષવા નવરાત્રિ, રક્ષાબંધન જેવાં ધાર્મિક તહેવારો પણ શાળામાં ઉજવાય છે.
 10. વૃક્ષારોપણ : 'પયૉવરણ બચાવો' એ ઉદ્દેશથી શાળામાં શિક્ષકો દ્વારા તેમજ બાળકો દ્વારા વૃક્ષારોપણ થાય છે.
 11. આરોગ્ય તપાસ : બાળકોનાં આરોગ્યને લગતી પ્રાથમિક તપાસ વગૅશિક્ષક દ્વારા જ સમયાંતરે આંખ, કાન, દાંતની તપાસ થાય છે.
 12. શેરી સફાઇ : શાળા પયૉવરણ ઉપરાંત ગામને પણ સ્વચ્છ , સુઘડ બનાવવા તેમજ ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે બાળકો દ્વારા જૂથમાં ગ્રામસફાઇ કરાવવામાં આવે છે.
 13. વિશેષ દિનની ઉજવણી : શાળામાં શાળા સ્થાપના દિન જેવાં વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે.
 14. બુલેટિન બોડૅ પ્રવૃત્તિ : બાળકોની શ્રેષ્ઠ કામગીરી જેવી કે ચિત્ર, સુલેખન ઉપરાંત બાળકો દ્વારા એકત્રિત કરેલ પેપર-કટિંગ્સને બાળકો બુલેટિન બોડૅ પ્રદર્શિત કરે છે.
 15. રામહાટ : બાળકોને અભ્યાસમાં જરૂરી સામગ્રી શાળામાંથી જ મળી રહે તેમજ તેમનામાં પ્રામાણિકતાનું મૂલ્ય વિકસે તે હેતુથી 'રામહાટ' ચલાવવામાં આવે છે.
 16. ગણિત્-વિજ્ઞાન મંડળ : વિજ્ઞાન જેવા વિષયમાં બાળકની જિજ્ઞાસાને સંતોષવા વિજ્ઞાન પ્રશ્ર્નપેટી , વિજ્ઞાનનાં પ્રયોગો, ગણિત-વિજ્ઞાન ક્વીઝ જેવી પ્રવૃત્તિ થાય છે.
 17. ઇકો-ક્લબ : બાળકો પયૉવરણનાં મહત્વને સમજે તે હેતુથી પક્ષીઓનાં માળા બનાવવા, અક્ષયપાત્ર , છોડ રોપી તેનું જતન બાળક જ કરે તેવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે.
 18. શાળા પુસ્તકાલય : બાળકોનો વાંચન પ્રત્યે રસ વધે તે માટે શાળા પુસ્તકાલયમાંથી વિવિધ પુસ્તકો બાળકોને વાંચવા માટે અપાય છે.
 19. આજનું ગુલાબ : શાળામાં સૌથી સ્વચ્છ , સુઘડ બાળકને 'આજનું ગુલાબ' બનાવી તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
 20. આજનો દિપક : બાળકોનાં જન્મદિનને શાળાકક્ષાએ ઉજવવામાં આવે છે. તે બાળકને 'આજનો દિપક' બનાવવામાં આવે છે.
 21. બચત બેંક: બાળકો બચતનાં મહત્વને સમજે તેમજ ગણન કૌશલ્ય વિકસે તે હેતુથી બચત બેંકની પ્રવૃત્તિ થાય છે.
 22. ઍસ્ટ્રોનોમી ક્લબ : બાળકોને ખગોળીય ઘટનાઓ જેવી કે સૂયૅગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરેને કોમ્પ્યુટર પર તેમજ કેટલીક વખત પ્રત્યક્ષ બતાવવામાં આવે છે. આ ઉપરાંત કોઇ ખગોળશાસ્ત્રીનો જન્મદિન નિમિતે પ્રાથૅના સભામાં તેનો પરિચય આપવામાં આવે છે.