Blogger Widgets અરમાન: 2014

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, September 9, 2014

પ્રશ્નપેટી

પ્રશ્નપેટી
      અમારી આસુતોષ વિદ્યાલય પ્રાથમિક શાળા અને એસ. ટી. સેંજલીયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે પ્રશ્નપેટી મૂકીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પ્રથમ દિવસે જ બાળકોએ કાગળમાં પોતાના નામ સાથે પ્રશ્નો લખીને આ પ્રશ્નપેટીમાં નાખ્યાં. ખરેખર વિદ્યાર્થીઓએ શિક્ષકોને પણ ખૂબ જ અચંબામાં મૂકી દે તેવા પ્રશ્નો પૂછ્યા હતાં. જોઈએ આ પ્રશ્નોની ઝલક.......


[૧] ધોરણ - ૧૦  જીકાદરા હર્ષના મનોજભાઈ
      પ્રશ્ન:-- આપણે જયારે બેંચથી થોડા અંતરે માથું ટેકવીને સૂતા હોય અને અવાજ આવે તો તે આપણા 
                 કાનમાં શા માટે વાગે છે?

[૨]  વંશ સુનિલ ભરતભાઈ
     પ્રશ્ન:-- પંખો સીધો ફરે તો જ કેમ હવા આપે છે? ઉંધો ફરે તો કેમ હવા નથી આપતો?

[૩] ટાંક કિશન કિશોરભાઈ
     પ્રશ્ન:-- વિશ્વનું એવું કયું વજન છે કે ચંદ્ર પર પણ વજન સરખું રહે છે?

[૪] જોગલ મિલન કરસનભાઇ
      પ્રશ્ન:-- (૧) આપણા ઘરનું મંદિર ઉગમણી દિશામાં શા માટે રાખવામાં આવે છે?
                 (૨) ઘાસ પર ચાલવાથી અને ગાજર ખાવાથી આંખના નંબર શા માટે ઉતરે છે?

[૫] ધોરણ - ૧૦ દેવગાણીયા અંકિતા ચંદુભાઈ
      પ્રશ્ન:-- ક્રિકેટમાં 'ડક' એટલે શું?

[૬] ધોરણ - ૧૦  જીકાદરા હર્ષના મનોજભાઈ
      પ્રશ્ન:-- આપણા શરીરમાં ગાંઠ થાય છે તો તે  શેની બનેલી હોય છે?

[૭] ટાંક નિકુંજ પ્રફુલ્લભાઈ
      પ્રશ્ન:-- સર, ભગવાને આપણામાં જ કેમ લોહી નાંખ્યું? બઝારમાં બીજાનું લોહી કેમ નથી વેચાતું? આવું
                 કેમ?

Tuesday, September 2, 2014

માતા-પિતાની પ્રેરણા – ૧

       માતા-પિતા બાળકોને વિજ્ઞાન, ગણિત કે ભાષા જ શીખવી શકે તો તો જીવનના સિદ્ધાંતો શીખવી જ શકે અને સફળતા જીવનના સિદ્ધાંતોથી જ રચાતી હોય છે.




         ચીનના મહાન સંત લાઓત્સેના બાળપણની ઘટના છે. લાઓત્સેના ઘરમાં તેમની માતાએ સરસ બગીચો બનાવ્યો હતો. એકવાર તેમની માતાને શહેરની બહાર જવાનું થયું. તે ચિંતામાં હતી, હું જઈશ પછી આ બગીચાના છોડ અને વૃક્ષોનું ધ્યાન કોણ રાખશે? લાઓત્સેએ માતાની આ ચિંતા જોઈ કહ્યું, હું રોજ આ વૃક્ષોને પાણી પાઈશ અને તેમની કાળજી લઈશ. આ આશ્વાસનથી માતા થોડા દિવસ માટે બહારગામ ગયા., પરંતુ પાછા આવીને જુએ તો દરેક છોડ અને ઝાડ સૂકાઈ ગયેલા અને નિરાશ લાઓત્સે બગીચામાં બેઠા હતા. માતાએ પૂછ્યું, આ શું થયું? બધા ઝાડ અને છોડ કેમ સૂકાઈ ગયા? લાઓત્સેએ કહ્યું, હું તો રોજ પાણી પાઉં છું છતાં બધું જ સૂકાઈ ગયું. માતાએ કહ્યું, કેવી રીતે પાણી પાઓ છો?. ત્યારે લાઓત્સેએ ઉભા થઈને એક એક છોડના પાંદડા પર પાણી રેડવાનું શરુ કર્યું. માતાએ સમજાવ્યું, પાણી પાંદડા પર નહિ, મૂળ પર રેડવાનું હોય છે.

બાળકોને જીવનમાં જે સૌથી અગત્યનું શીખવવાનું છે એ છે જીવનના મૂળ પર પુરુષાર્થ કરવાનું. આજે દેખાવ અને બાહ્ય આવડત પર જ વધારે ધ્યાન આપવાથી યુવાપેઢી આપની સામે છે. આવનારી પેઢીમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે બાળકના જીવનના પાયાના ગુણો પર ધ્યાન આપવાનું શીખવવું જોઈએ.
 


Thursday, May 29, 2014

ચિંતનકણિકાઓ......



1.       સંયુક્ત પ્રયત્નોથી સારા કાર્યો થઇ શકે.
2.       સારા મિત્રો હીરાની જેમ કીમતી અને દુર્લભ છે.
3.       સ્વાર્થી માણસ સિકંદર બની શકે, સમંદર નહિ.
4.       એક પૂર્ણ શિક્ષક એટલે હરતીફરતી લાઈબ્રેરી.
5.       પ્રાર્થના યાચના નથી, આત્માની ઝંખના છે.
6.       ક્રોધ શક્તિ નથી, શક્તિનો બગાડ છે.
7.       વાણી કે વર્તનથી કોઈને ઈજા કરશો નહીં.
8.       કેળવણી એટલે પૂર્ણ જીવન માટેની તાલીમ.
9.       વાંસળીને વાગતા પહેલા વીંધાવું પડે છે.
10.  અસભ્યતા પણ એક પ્રકારની હિંસા છે.
11.  જે મુક્તિ અપાવે તે વિદ્યા.
12.  મનુષ્યની કીમત તેના વ્યવહારથી અંકાય છે.
13.  અમારે યુદ્ધ નહિ, બુદ્ધ જોઈએ છે.
14.  બાળક પ્રભુનો પયગમ્બર છે.
15.  હક્ક ભોગવવાનો આગ્રહ રાખતા પહેલા ફરજ બજાવતા શીખો.
16.  તું નિષ્ઠાથી કામ કર, સફળતા દોડી આવશે.
17.  શ્રદ્ધા વગરનું કોઇપણ કાર્ય ભારરૂપ લાગે.
18.  શિક્ષણને કારણે પ્રજાને માર્ગદર્શન મળે છે.
19.  ક્ષમા કરનાર મનુષ્ય ક્ષમાને પાત્ર બને છે.
20.  નિષ્ફળતા એટલે કોઇપણ કાર્યમાં થતો વિલંબ.
21.  નિરાશાની નિશા પછી આશાની ઉષા ઉગે છે.
22.  કોઈની જિંદગીના સુકાન બનો તો કાંઈ નહિ, પરંતુ તૂફાન તો બનશો.
23.  સંતતિ અને સંપત્તિ વચ્ચે શાંતિથી જીવવા સંમતિના માલિક બનો.
24.  જ્યાં બોલવાની આવશ્યકતા હોય ત્યાં મૌન રહેવું અપરાધ છે.
25.  એટલા મીઠા થવું કે લોકો તમને ચાવી ખાય, એટલા કડવા થવું કે લોકો તમને થૂંકી દે.
26.  બીજાના દોષો કહેતા ફરવું ખાનદાનીનો અભાવ સૂચવે છે.
27.  બુદ્ધિનો ઉપયોગ બઝારમાં, સ્નેહનો ઉપયોગ સંસારમાં, શ્રદ્ધાનો ઉપયોગ ધર્મમાં કરવો જોઈએ.
28.  વળતરની અપેક્ષા નડતર બને છે.
29.  માત્ર આશંકાથી પ્રેરાઈને કોઈના ઉપર પ્રહાર કરવો જોઈએ.
30.  પ્રસન્નતા વિદ્યાર્થી જીવનની ગંગોત્રી છે.
31.  પ્રસન્નતા સર્વ ગુણોની માતા છે.