Blogger Widgets અરમાન: સુવાક્યો-૪

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Wednesday, February 12, 2014

સુવાક્યો-૪



* મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
* મારુ જીવન એજ મારો સંદેશ છે.
* બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
* શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
* વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
* કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
* નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
* શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
* શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
* શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
* કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
* શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
* બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
* બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
* સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
* હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
* શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
* તમે ન બોલો તમારા કામને બોલવા દો.
* જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
* ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
* પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
* બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
* બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
* દરેક બાળક એક કલાકાર છે.
* વિચાર કરતાં જ્ઞાન સારુ.
* બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી.
* વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
* તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
* તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
* જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
* મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ.
* જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
* ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
* વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
* ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
* સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
* બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
* આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
* એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
* આજની મહેનત આવતી કાલનું પરીણામ.
*રેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
* સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
* નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
* સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
* સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
* આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
* વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
* દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
* નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
* સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
* એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
* કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
* અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
* પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
* ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
* જીવન સંઘર્ષનું બીજું નામ છે.
* જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
* જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
* જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ
નથી.
* વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
* જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
* પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
* માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
* જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
* એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
* સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
* બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
* ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
* સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
* વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
* જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
* સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
* ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
* નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
* ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
* સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
* બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
* કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
* જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
* મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
* દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
* એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
* અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
* મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
* સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
* પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
* આજના વિચારો આવતી કાલે બોલો.
* તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
* સદગુણ વિના સુંદરતા અભિશાપ છે.
* સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
* હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
* કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
* આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
* સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
* માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
* બાળકો પ્રભુના પયગંબરો છે.
* બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
* શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
* ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
* કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
* આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
* સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
* માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
* બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
* જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
* ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
* સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
* જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
* ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
* વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
* ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
* સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.
* બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
* આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.
* એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
* આજની મહેનત આવતી કાલનું પરીણામ.
* દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
* સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.
* નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
* સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
* સફળતા મેળવવા ચિંતા નહી, ચિંતન કરો.
* આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
* વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.
* દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
* નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
* સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
* એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
* કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
* અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
* પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
* ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
* જીવન સંઘર્ષનું બીજું નામ છે.
* જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
* જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.
* જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય નથી.
* વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
* જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
* પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
* માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.
* જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
* સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.
* બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
* ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
* સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.
*  વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
*  જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
*  સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
*  ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
*  નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
*  ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
*  સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
*   બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
*   કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
*   જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.
*   લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.

No comments:

Post a Comment