Blogger Widgets અરમાન: January 2013

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Sunday, January 27, 2013

મનુષ્યની માયાજાળ

                        મનુષ્યની માયાજાળ


એક વખત શેતાને મિટિંગ બોલાવી ! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું. શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતા :


[1] માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો !

[2] એને ખૂબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવા દો !

[3] અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો. અઠવાડિયે એક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો. એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ !

[4] એમનાં બાળકોને ખૂબ ઠઠારાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. દરેક વિષયના ટ્યૂશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતી થવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો.

[5] આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો. બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કારસિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં !

[6] ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરાવી દો કે એના વગર એને ચાલે જ નહીં. દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરી દો કે શાંતચિત્તમાં ઊઠતા આત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો.

[7] કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભું કરો. ઈ-મેઈલ, વૉઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો. કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી.

[8] ટેલિવિઝનમાં એને ભ્રમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળવાળી અને ભપકાઓથી ઝાકમઝોળવાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝનના માધ્યમથી પીરસો. એકએક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો.

[9] ચોવીસ કલાક આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યૂઝચૅનલો રચો. પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો.

 

[10] દસ વર્ષથી ઉપરની સ્ત્રીજાતિ કે જેને પોતાના સ્વરૂપનું અતિ ગુમાન છે તેમના ચહેરા એવાં કદરૂપા કરી દો કે તેને પોતાના ચહેરા પર મોંઘાદાટ સ્નો, ક્રીમ, પાઉડર તથા ફેસિયલ કરવા પડે તેમજ પોતાની કરતૂતો છૂપાવવા માટે ચોર-લુંટારા અને આતંકવાદીની માફક મોઢા પર બુકાની બાંધવી પડે.

 

 [11] ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો. પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે.

[12] લૉટરી, જુગાર, સટ્ટો, શૅરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભૂલી જાય એવું કરી નાખો.

[13] ટૂંકમાં, પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભ્રમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની, સાચા ધર્મની કે આતમ-તત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે !

બસ ! આટલા મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શેતાનના સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા. ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું, કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા. દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ વાર......... .


 

Saturday, January 12, 2013

હકારાત્મક વલણ ઘડવાના તરીકા

  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
 ભૂલ કરે ત્યારે એકરાર કરી લે છે: એ ભૂલમાં મારી જવાબદારી રહેલી છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
ભૂલ કરે ત્યારે તેમાંથી છૂટી જવા માંગે છે: એમાં મારો કોઈ વાંક નહોતો !


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  જવાબદારી લેવામાં સંકોચ અનુભવતો નથી.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
ઠાલા વચનો આપવામાં હરકત જોતો નથી.

 

  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  અસફળ માણસ કરતાં વધુ કામ કરે છે, અને છતાંય સમય ફાજલ રહે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
જે આવશ્યક અને મહત્વનું હોય તે કરવા માટે સમય મળતો નથી.




  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  પોતાના અખતરામાં અસફળ નીવડે તો તેમાંથી કઇંક શીખી લે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પ્રયોગ કરતાં મુશ્કેલી દેખાવા માંડે કે એને પડતો જ મૂકે છે.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  પોતાની સમસ્યાના ઉકેલ માટે ઊંડાણમાં ઉતરવાનું પસંદ કરે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતાની સમસ્યાની આસપાસ ઘૂમ્યાં કરે છે, પણ તેમાં સોંસરો પ્રવેશતો નથી.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  સમસ્યા વેળા કહે છે: એમાંથી કંઇક રસ્તો નીકળશે. ઉકેલ ખોળી કાઢીએ.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
સમસ્યા વેળા કહે છે કે: એમાં કોઈ ઉકેલ હોય એમ હું માનતો નથી.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  ક્યાં લડત આપવી અને ક્યાં બાંધછોડ કરવી તે સારી પેઠે સમજે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
જ્યાં બાંધછોડ ન કરવી જોઈએ ત્યાં તેમ કરે છે; લડવાનું બિનજરૂરી હોય ત્યાં લડત આપે છે.

  

  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  પોતે જે જાણતો નથી તે સમજવા પ્રશ્નો પૂછે છે; બે મીનીટ મૂરખ દેખાય તો પરવા કરતો નથી.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતે જે જાણતો નથી તે જાણવા કોશિશ કરતો નથી, અને જીવનભર અજ્ઞાન રહેવાનું પસંદ કરે છે.


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  વિચારે છે: આ કામ કરવાની હજીય વધારે સારી રીતરસમ કઈ હોઈ શકે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
કહે છે: આ જ એક રીત છે. વરસોથી અમે આમ જ કરતાં કરતાં આવ્યા છીએ.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  બીજા ભલે તેને નિષ્ણાંત માને તોય તે માનતો હોય છે: મારે હજી ઘણું શીખવાનું બાકી છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતે કેટલું કમી જાણે છે તે સમજતાં પહેલાં જ બીજો તેને નિષ્ણાંત માને એવું ઝંખે છે.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  જીવનમાં સફળ થવા માટે કિંમત ચૂકવવા હંમેશ તૈયાર હોય છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
જીવનમાં આપમેળે સફળતા મળી જાય એવી આશા રાખે છે.


  
  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
પોતાથી ચડિયાતા હોય તેમનો આદર કરે છે; તેમની પાસેથી શીખવાની કોશિશ ક્રરે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતાથી ચડિયાતા પર રોષ કાઢતા રહે છે; તેની ખોડ શોધવામાં પ્રવૃત રહે છે.


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
ભૂલો કરવાથી ડરવાને બદલે તેને પોતાની કેળવણીનો એક ભાગ ગણી લે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
ભૂલ થવાની બીકે કશી નવી અજમાયેશ કરવા તૈયાર હોતો નથી.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
બીજાની નબળાઈ પ્રત્યે સહૃદયી હોય છે, અને પોતાની નબળાઈનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરી લે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
બીજાઓની નબળાઇને તુચ્છકારથી જુએ છે, અને પોતાની નબળાઈનું અસ્તિત્વ જ સ્વીકારવા માંગતા નથી.


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
પોતાની ભૂલ થયે ખેદ અનુભવે છે; તે સુધારી લેવા તત્પર હોય છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
ભૂલ થતાં કહેશે: હા, ભૂલ થઇ પણ જાય અને એની એ ભૂલનું પુનરાવર્તન કરતો રહેશે.
 


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
વર્તનમાં નમ્ર રહે છે, છતાં મક્કમતાની લાગણી અનુભવે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતાની નબળાઈ ઢાંકવા ખાતર જીદનું શરણું લેતો હોય છે.