Blogger Widgets અરમાન: કોયડા ઉકેલો

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

કોયડા ઉકેલો

વ્હાલા ગુરૂજનો તથા પ્યારા ભૂલકાઓ,
    કેમ છો ? મજામાં ને....?

        આજે તા. 16/08/2018 ને ગુરુવારના રોજ સવારે પ્રાર્થનાસભામાં કોયડા ઉકેલ સ્પર્ધાની વાત આપણે કરી હતી. ખરૂં ને....? તમે ખૂબ જ આતુરતાથી રાહ પણ જોતાં હશો. સાચું ને.... ?
      પરંતુ દોસ્તો, આવતીકાલે પતેતીની જાહેર રજા હોવાથી આજે કોયડા ઉકેલનો પ્રશ્ન મુકવામાં નથી આવી રહ્યો. આવતીકાલે રાત્રે 9 થી 10 ના સમયગાળામાં આપણા આ કોયડા ઉકેલોનો પ્રથમ કોયડો અને તેના માટેના જરૂરી નિયમો આપણી વેબસાઈટ પર મુકવામાં આવશે. તો  24 કલાક સુધી હવે રાહ જોવી જ પડશે........
       તો ચાલો મિત્રો આ જ સમયે આવતીકાલે જરૂરથી મળીશું.
OK..... GOOD BYE....... GOOD NIGHT......

========================================================================


નમસ્કાર  બાલદોસ્તો,
      ખૂબ રાહ જોવડાવી..... બરાબર ને...?
           પણ હવે તમારી આતુરતાનો અંત નજીક જ છે.ટૂંક સમયમાં જ આપને કોયડો આપી દેવામાં આવશે.
સાથે જ તેના નિયમોની પણ જાણકારી મેળવી લઈએ.   
નિયમો:- 
[૧] આ વિભાગમાં દર ગુરુવારે રાત્રે ૯ થી ૧૦ ના સમયમાં એક કોયડો મુકવામાં આવશે.
[૨] જો વળતાં દિવસે રજા આવતી હશે તો ગુરુવારને બદલે શુક્રવારના રોજ એ જ સમયે કોયડો મુકાશે.
[૩] આ કોયડાનો ઉકેલ તમારે એક કાગળમાં તમારું નામ, ધોરણ, તારીખ અને જી.આર. નંબર સાથે
      કોયડો લખીને તેનો જવાબ લખવાનો રહેશે. 
[૪] આ જવાબ લખેલો પત્ર તમારે વળતાં દિવસે શાળામાં નક્કી કરેલા બોક્ષમાં નાંખવાનો રહેશે.
[૫] આજ દિવસે સવારે ૧૨ વાગ્યા સુધીમાં આ કોયડાનો સાચો જવાબ વેબસાઈટ પર મુકવામાં આવશે.
[૬] શક્ય હશે તો દરેક સાચા જવાબ આપનાર બાલદોસ્તોના નામ વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવશે.
[૭]  ૧૪ મી માર્ચ ૨૦૧૯ સુધી દર ગુરુવારે [નવરાત્રી અને દિવાળી વેકેશનને બાદ કરતાં] એક કોયડો 
      પ્રસારિત થશે.
[૮] સમગ્ર વર્ષ દરમ્યાન પ્રસારિત થયેલ કોયડામાં સૌથી વધુ વખત સાચા જવાબ આપનાર બાળકોને 
       પ્રથમ ઇનામ તરીકે રૂ. ૫૦૧/- , બીજા ઇનામ તરીકે રૂ. ૪૦૧/- અને ત્રીજા ઇનામ તરીકે રૂ. ૩૦૧/- 
       આપવામાં આવશે.
[૯] કોઈપણ નંબર માટે એક કરતાં વધારે વિદ્યાર્થીમિત્રોના નામ હશે તો ડ્રો કરીને વિજેતા જાહેર કરવામાં 
       આવશે.
        તો ચાલો દોસ્તો થઇ જાઓ તૈયાર કોયડાનો ઉત્તર શોધવા માટે.......
                      આ રહ્યો તમારો આ પ્રથમ કોયડો....
=======================================================================

[કોયડો  1]  તા. 17/08/2018
        એક ભરવાડ પાસે અમુક ઘેંટા છે. જો તે પાંચ-પાંચની હાર કરે તો છેલ્લે ચાર ઘેંટા વધે છે. જો તે ચાર- 
    ચારની હાર કરે તો છેલ્લે ત્રણ ઘેંટા વધે છે. જો તે ત્રણ-ત્રણની હાર કરે તો છેલ્લે બે ઘેંટા વધે છે. જો તે
    બે-બેની હાર કરે તો છેલ્લે એક ઘેંટુ વધે છે. તો તે ભરવાડ પાસે કેટલા ઘેંટા હશે?
         તો  મિત્રો લાગી જાઓ આ કોયડાની ગણતરી કરવામાં.........
             અને આવતીકાલે શાળામાં જવાબ જરૂરથી જમા કરાવશો.
                     સૌ મિત્રોનો જવાબ સાચો પડે એવી હૃદયપૂર્વકની હાર્દિક શુભેચ્છાઓ.
                                GOOD NIGHT.........................

કોયડાનો સાચો ઉત્તર આ રહ્યો   ..............59 પણ આવી શકે અને 179 પણ આવી શકે.

સાચો જવાબ આપનાર વિદ્યાર્થીમિત્રોના નામ આ પ્રમાણે છે.
[૧]  ગોલાણી નિલય હર્ષદભાઈ        ધોરણ ૯
[૨]  ચાંગાણી દેવમ શૈલેષભાઈ        ધોરણ ૧૦
[૩]  તરસરિયા મયુર નીતીનભાઈ    ધોરણ ૧૦
[૪]  કયાડા જીનલ રાજેશભાઈ          ધોરણ ૧૨
[૫]  વોરા હેતવી હરીશભાઈ              ધોરણ ૧૨
          વિદ્યાર્થીમિત્રોને શુભેચ્છા.  સાચા જવાબ આપવા બદલ અને મગજને તસ્દી આપવા બદલ પણ......

========================================================================= 

આજે તા. 23/08/2018

[કોયડો  2]  તા. 23/08/2018
        નિપુણને એક પરીક્ષામાં સાચા ઉત્તર માટે 4 ગુણ મળે છે અને ખોટા ઉત્તર માટે 3 ગુણ કાપવામાં આવે છે. જો તેણે 50 પ્રશ્નોના ઉત્તર આપતાં 95 ગુણ મેળવ્યા હોય, તો તેણે કેટલા સાચા પ્રશ્નોના ઉત્તર આપ્યા હશે?

         તો  મિત્રો લાગી જાઓ આ કોયડાની ગણતરી કરવામાં.........
             અને આવતીકાલે શાળામાં જવાબ જરૂરથી જમા કરાવશો.
                     સૌ મિત્રોનો જવાબ સાચો પડે એવી હૃદયપૂર્વકની હાર્દિક શુભેચ્છાઓ.
                                GOOD NIGHT.........................

કોયડા 2 નો ઉત્તર આ રહ્યો................... નિપુણે ૩૫ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હશે.
50 પ્રશ્નોમાંથી 35 પ્રશ્નોના સાચા જવાબ આપવાથી 4 ગુણ લેખે 140 ગુણ મળશે.
તેથી 50 પ્રશ્નોમાંથી 50 - 35 = 15 પ્રશ્નોના ખોટા જવાબ આપવાથી 3 ગુણ લેખે 45 ગુણ કપાશે.
જેથી 140 - 45 = 95 ગુણ મળ્યા છે. આથી નિપુણે 35 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે.

સાચા જવાબ આપનાર સફળ વિદ્યાર્થીમિત્રોના નામ આ રહ્યા........



















જે મિત્રોએ જવાબ આપ્યા છે પણ ખોટા પડેલા છે. તેમને નિરાશ થવાની જરૂર નથી. સાથે જ હજી સુધી આ કોયડા ઉકેલ સ્પર્ધામાં ભાગ લેવાના શ્રીગણેશ નથી કર્યા તેઓ આળસ ખંખેરીને આવતા કોયડા નંબર 3 થી જવાબ આપવાનું શરુ કરી દો. કદાચ વર્ષના અંત સુધીમાં આપના સાચા કોયડાઓની સંખ્યા વધી જાય અને ઇનામ તમને જ મળે.................. !!!!!!!!!
 ======================================================================= 

કોયડો   3  ............. તા. 30/08/2018   

કેમ  છો પ્યારા દોસ્તો....!!!!!
       મજામાં ને. ?????
             સાચું કે'જો હો.......................આજે તમને થયું હશે કે સાહેબ આજે કોયડો મુકવાનું ભૂલી જ ગયા લાગે છે. પણ બાળદોસ્તો તમને કેમ ભૂલાય ? તમારી દરેક વિદ્યાર્થીમિત્રોની યાદ હંમેશા આવતી જ હોય છે મિત્રો.... તમને કોઈ કાળે ભૂલી જ ન શકાય. 
   એ.......
   તમે વાળું કરી લીધી....???
        મારે હજી બાકી જ છે. તો થોડી રાહ જુઓ...........
                   હમણાં જ જમીને મળીએ હોં ને ભૂલકાઓ...! તમારે પણ જમવાનું બાકી હોય તો નિરાંતે જમી લ્યો. હમણાં જ મળીએ છીએ. ક્યાંય જતાં નહી. યુ ગયાં યુ આયા.......

      આ..હા.હા.હા.હા.હા.હા.............શું ચટાકેદાર ખીચડી હતી!! બહુ જ મજા પડી ગઈ હો. તેમાંય ઓ..હો.
હો.હો.હો.હો.હો.હો....... કઢી પણ ભારે મીઠ્ઠી હો. તમે જમ્યા કે નહી?    શું જમ્યા તે પણ આજના કોયડાના જવાબના કાગળની પાછળ જરૂરથી લખજો હો..ને..!!    ખીચડી-કઢી કે પછી.................તમારી ખૂબ જ પ્રિય આઈટેમ....................... મંચુરિયન...............!?!?!?!?!?!
       ચાલો બહુ જ વાતો થઇ ગઈ........ હવે કોયડો જોઈ લઈએ અને ફટાફટ ઉકેલી નાંખીએ તથા આવતીકાલે શાળામાં જરૂરથી જવાબ બોક્ષમાં મુકીએ.
   તો ચાલો બાળદોસ્તો...


[કોયડો  3]  તા. 30/08/2018      

૧૦ ફૂટ ઊંડા કુવામાં એક દેડકો છે. તે બહાર આવવાના પ્રયત્નમાં દિવસે ૫ ફૂટ ઉંચે ચડે છે, પરંતુ રાત્રે ૪ ફૂટ નીચે ઉતરી જાય છે. તો આ દેડકો કેટલામે દિવસે કુવામાંથી બહાર આવશે ?

કોયડા 3 નો ઉત્તર આ રહ્યો................... તે દેડકો છઠ્ઠા દિવસે જ કુવામાંથી બહાર આવશે.
    કારણ કે દિવસે 5 ફૂટ ચડે અને રાત્રે 4 ફૂટ નીચે ઊતરી જાય છે. મતલબ કે રોજ 1 ફૂટ ઉપર ચડી જાય છે.આથી 5 માં દિવસે 5 ફૂટ ઉપર ચડી ગયો. 10 ફૂટ ઊંડા કુવામાંથી 5 ફૂટ ચડી ગયા પછી જયારે 6 ઠ્ઠા દિવસે 5 ફૂટ ઉપર ચડે ત્યાં કુવાનો કાંઠો જ આવી જાય છે. એટલે 6 ઠ્ઠા દિવસે દેડકો કુવામાંથી બહાર આવી જશે..

વિદ્યાર્થીમિત્રો, આ ત્રીજા કોયડાનો ઉત્તર આપવા માટે ઘણા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો. જેમાં ઘણા બાળદોસ્તોના જવાબ સાચા છે. સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ ટેકનીકલ કારણોસર હજી સુધી મૂકી શકાયા નથી. આવતીકાલે જરૂરથી નામાવલી પ્રકાશિત થઇ જશે. 

































   


                                   =======================================================================

જેમ જેમ કોયડાઓ મુકતા જાય છે તેમ તેમ વધુ ને વધુ વિદ્યાર્થીઓ ભાગ લેતા થયા છે. જેથી અમારો ઉત્સાહ પણ વધ્યો છે.
.................તો વ્હાલા ભૂલકાઓ આજનો કોયડો આ રહ્યો...............

[કોયડો  4]  તા. 06/09/2018     
આ વખતનો કોયડો અત્યંત સરળ છે. બાલમંદિરના બાળકો પણ આ કોયડાનો જવાબ આપી શકે તેવો છે.
***તમે પાંચ સફરજનમાંથી ત્રણ સફરજન લઈ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે?***
      છે ને એકદમ સરળ.....???? તો કાગળમાં જવાબ લખીને આવતીકાલે શાળામાં મૂકવામાં આવેલ કોયડા બોક્ષમાં આપનો ઉત્તર જરૂરથી આપજો. .....  // GOOD NIGHT //

/// વિદ્યાર્થીમિત્રો, કોયડા 4 નો જવાબ છે:  જો તમે પાંચ સફરજનમાંથી ત્રણ સફરજન લઈ લો તો તમારી પાસે લીધેલા ત્રણ જ સફરજન હોય ને...!!!
      આ વખતથી  કોયડા ઉકેલ સ્પર્ધામાં ભાગ લેનારા બાલદોસ્તોની સંખ્યામાં ઘણો જ વધારો જોવા મળ્યો છે. આ કોયડામાં કુલ 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો. જવાબ પણ ખુબ જ સરળ હતો. પણ કોમન સેન્સનો પ્રશ્ન હતો. પ્રશ્નને સમજવાની ખાસ જરૂર હતી. જયારે તમે મોટા થઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા જશો તેમાં અને ઈન્ટરવ્યુંમાં પણ આવા સામાન્ય દેખાતા પણ વિચાર માંગી લે તેવા પ્રશ્નો પૂછવામાં આવે છે. તો હવેથી દરેક કોયડાનો ઉત્તર આપતી વખતે પ્રશ્નના હાર્દને બરાબર સમજીને જવાબ આપશો. મોટાભાગના બાળકો આ કોયડાનો ઉત્તર આપવામાં મોટી થાપ ખાઈ ગયા છે. 36 માંથી માત્ર  8 જ વિદ્યાર્થીઓ સાચા જવાબ આપી શક્યા છે. તેઓના નામ આ પ્રમાણે છે.

























=======================================================================
બોલો ગણપતિ બાપા મોરયા, ઘીના લાડુ ચોળ્યા
ગણપતિ બાપાની જય,       ગજાનંદ મહારાજની જય
વિઘ્નવિનાયક દેવની જય, બુધ્ધિના દાતાની જય
         વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય,          લમ્બોદરાયસકલાય જગદ્વિતાય;
         નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય, ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે.
       આજે ગણપતિ સ્થાપનના દિવસે તમે તમારી સોસાયટી કે એપાર્ટમેન્ટમાં ગણપતિની સ્થાપના કરી હશે. આ વર્ષે અગિયાર દિવસ સુધી લાગલગાટ ગણપતિદેવની પુજા અર્ચના થશે.
      તો બાળકો, હજી જો તમે આપણી કોયડા સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂં ન કરેલ હોય કે એકાદવાર ભાગ લઈને સ્પર્ધા છોડી દીધી હોય તો આજના ગણપતિ સ્થાપનના મંગલ દિવસથી ભાગ લેવાનું શરૂં કરી દ્યો. અને ગણપતિબાપાને પ્રાર્થના કરો કે દરેક વખતે મારા કોયડાના જવાબ સાચા પડે. તો OK મિત્રો જોઈએ આજનો કોયડા નંબર પાંચ....
[કોયડો  5]  તા. 13/09/2018
     દોસ્તો, આપણે કોયડા 4 માં સફરજનના ઉલ્લેખ સાથે પ્રશ્ન પૂછ્યો હતો. આજે આપણી સોસાયટી અને એપાર્ટમેન્ટમાં ગણપતિ સ્થાપન કરેલ છે. તો ગણપતિને પ્રસાદ ધરાવવાનો છે ને ..... !!! તો આ વખતે પણ સફરજન વિશે જ કોયડો ઉકેલીએ. બરાબર ને બાલગણેશો ............ !!! તો આ રહ્યો કોયડો...
***એક ટોપલીમાં ૨૫ સફરજન સમાય છે. તમે આવી ખાલી ટોપલીમાં એક પછી એક કેટલાં સફરજન મૂકી શકો ?***
  છે ને સરળ ... ?? તો તમારો જવાબ અત્યારે જ તૈયાર કરી રાખો. આવતીકાલે કોયડા બોક્ષમાં તમારો જવાબ જરૂરથી મુકશો.....
      GOOD NIGHT............. WISH YOU ALL THE BEST

/// વિદ્યાર્થીમિત્રો, કોયડા 5 નો જવાબ છે: ખાલી ટોપલીમાં એક જ સફરજન મૂકી શકાય, કારણ કે એક સફરજન મુક્યા પછી ટોપલી ખાલી ના રહે....!!!  બરાબર ને દોસ્તો... 
 આગળના કોયડા 4 ની જેમ અહી પણ જવાબ આપવામાં મોટાભાગના વિદ્યાર્થીમિત્રો ભૂલ કરી બેઠા છે. કોયડાને, કોયડાના હાર્દને બરાબર સમજો અને તેમાંય ખાસ કોયડાની ભાષાને બરાબર વાંચો, સમજો અને વિચારો. ત્યારબાદ જ જવાબ આપો. આટલા સહેલાં કોયડામાં કુલ 18 બાળકોએ ભાગ લીધેલો હતો. જેમાંથી માત્ર 2 વિદ્યાર્થીઓના જ જવાબ સાચા છે. જેઓના નામ નીચે મુજબ છે. ખુબ ખુબ ધન્યવાદ .,.,.,.,.,

[૧] જોટાણીયા ધાર્મિક પ્રકાશભાઈ   ધોરણ - 6
[૨] વોરા હેતવી હરીશભાઈ            ધોરણ 12

કોયડા નંબર 6 માં વધુમાં વધુ વિદ્યાર્થીમિત્રો ભાગ લેશે એવી અભિલાષા ........    
 
[કોયડો  6]  તા. 21/09/2018
દોસ્તો, આવતીકાલે જાહેર રજા હોવાથી કોયડો તા. 21-09-2018 ના રોજ મુકાશે.
આજનો કોયડો: 
**બબિતાના પિતાને પાંચ દીકરીઓ છે.
[૧] ટાટા    [૨] ટીટી   [૩] ટુટુ    [૪] ટેટે   [૫]  ??
   હવે તમે શોધી કાઢો કે પાંચમી દીકરીનું નામ શું હશે?? **
આવતીકાલે તમારા પ્રત્યુત્તરની રાહમાં............  GOOG NIGHT ..... JAY SHREE KRISHNA

ઓ...હો...હો...હો...હો...હો...હો...હો...હો...હો...હો... આજે તો હું ખુબ જ ખુશ થયો, કારણ કે ઘણાબધા બાલદોસ્તોએ ભાગ લીધો છે, ખાસ બાબત તો એ છે કે બધા જ વિદ્યાર્થીમિત્રોના જવાબ સાચા છે. તેથી વધારે ખુશ થયો છું. મિત્રો, કોયડાનો જવાબ કોયડાના પ્રશ્નમાં જ આપેલો છે. આપણે ઘણીવાર આપણી વસ્તુ ખુબ જ શોધખોળ કર્યા પછી ખબર પડે કે તે આપણી પાસે જ હતી. આ કોયડામાં પણ આવું જ છે. તો આ જ રીતે દરેક કોયડાઓના જવાબો આપતાં રહેજો. સાચા જવાબ આપનાર દોસ્તોના નામની યાદી નીચે મુજબ છે.





































આજે તા. 27/09/2018
[કોયડો  7]  તા. 27/09/2018
** એક વૈજ્ઞાનિકે જંતુની એવી એક જાત શોધી કે જે બીજા દિવસે બમણાં થઇ જાય છે. હવે પાંચ લીટર ઘી સમાઈ શકે એવી એક બરણીમાં આવા એક જંતુને મૂક્યું, તો ૧૦૦ માં દિવસે આ બરણી જંતુઓથી પૂરી ભરાઈ ગઈ. તો હવે તમે બતાવો કે કયા દિવસે આ બરણી અડધી ભરાઈ હશે? **
દોસ્તો,
   કોયડા નંબર 7 નો જવાબ તથા તેમાં સાચા જવાબ આપનાર બાલદોસ્તોના નામની જાહેરાત કાલે તા. 05/10/2018 ને શુક્રવારના રોજ સવારે 12 કલાકે મૂકવામાં આવશે.
   આજે કોયડા નંબર 8 નો ઉકેલ મેળવીએ.
આજે તા. 04/10/2018
[કોયડો  8]  તા. 04/10/2018
** “રામાયણ” ગ્રંથના ચાર ભાગની થપ્પી અનુક્રમ મુજબ નીચે પહેલો ભાગ, તેની ઉપર બીજો ભાગ એવી રીતે ગોઠવેલી છે. દરેક ગ્રંથની જાડાઈ ૩ ઇંચ છે, ઉપરાંત કવર પેજની (ઉપર અને નીચેનાં પૂઠાંની) જાડાઈ ૦.૨૫ ઇંચ છે.
હવે એક કીડો આ ગ્રંથોને કોતરવાનું શરુ કરે છે અને પહેલા ભાગના પહેલા પાનાથી લઈને છેલ્લા ભાગના છેલ્લા પાના સુધીનાં પાનાં કોતરી કાઢે છે.
તો હવે તમે ગણી બતાવો કે આ કીડાએ કુલ કેટલા ઈંચ કોતરી કાઢયા હશે? **


બાલદોસ્તો,
    આજે તા. ૧૧/૧૦/૨૦૧૮ ના રોજ કોયડો મુકાશે નહિ. જેની નોંધ લેશો.









No comments:

Post a Comment