Blogger Widgets અરમાન: ફક્ત આટલી જ સારી ટેવો તમને ૧૦૦ વર્ષ જીવાડશે

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Wednesday, February 12, 2014

ફક્ત આટલી જ સારી ટેવો તમને ૧૦૦ વર્ષ જીવાડશે

           દુનિયાભરના વૈજ્ઞાાનીકો માનવી ૧૦૦ વર્ષ કેવી રીતે જીવી શકે એના નુસખા-રીતો-પ્રયોગો વર્ષોથી બતાવી રહ્યા છે. મુખ્ય કારણ તો 'જીન્સ' તમારા બાપદાદા પાસેથી કેવા મળ્યા છે તે ગણાય છે. તમારા માબાપ-દાદાદાદી ૮૦-૯૦ વર્ષ જીવ્યા હોય તો તમારા લાંબુ જીવવાના ચાન્સ વધારે છે. આમ છતાં વૈજ્ઞાાનીકોએ થોડા નીચે જણાવેલા ઉપાયો બતાવ્યા છે જે તમારા જીન્સ ઉપરાંત તમને ૧૦૦ વર્ષ જીવાડવામાં મદદ કરશે.
 (૧) મોટી ઉંમરે પણ રીટાયર (નિવૃત્ત) થવાનો વિચાર ના કરશો:-
             
રીટાયરનો અર્થ કામ બંધ કરવાનો. તમે જે કામધંધામાં કે નોકરીમાં હો તેમાંથી ચોક્કસ ૬૦ વર્ષે રીટાયર થઈ જજો. પણ ૫૦ વર્ષથી રીટાયર થયા પછી શું કરશો એનું થોડું પ્લાનીંગ કરી રાખશો. દા.ત. ૧. કોઈ હોબી કેળવો. સ્ટેમ્પ કે કોઈન કલેક્શન ૨. બહારગામ ફરવાનો શોખ કેળવો. ૩. કોમ્પ્યુટર શીખો. ૪. સંગીત શીખો. ૫. વાચન વધારી પછી લખતાં શીખો. ૬. સમાજ સેવા (રીઅલફોર્મ) વગેરે કરો.
 (૨) કસરત કરો:-
           
 તમારી ગાડીમાં જેમ પેટ્રોલ અને ઓઈલ હોય તો એન્જીન સરસ ચાલે તેજ રીતે કસરત કરવાથી તમારા શરીરમાં હવામાં રહેલો પ્રાણવાયુ વધારે પ્રમાણમાં જાય અને તમને ઘડપણ આવે જ નહીં. તમારી યાદશક્તિ અકબંધ રહે, તમારા સાંધા અને સ્નાયુ કસરતથી મોટી ઉંમર સુધી સરસ રીતે કામ કરે. તમારા હાડકાં પોલા ના થાય. હૃદયરોગ ના આવે. બી.પી. ડાયાબીટીસ જેવા રોગો તમને પરેશાન ના કરે. ફક્ત ૩૦ મિનીટ ચાલવાની કસરત અને થોડા સાંધા અને સ્નાયુની કસરત જ જરૃરી છે. ખૂબ ફાયદો થશે.
 (૩) ખોરાકમાં ૪૦ ગ્રામ જેટલા ફાઈબર (રેસા) લો:-
              
ચાળ્યા વગરના અનાજનો લોટની રોટલી-ભાખરી, છોડા સાથેના એક વાટકી રાંધેલા બાફેલા કે ઉગાડેલા કઠોળ, રોજ ત્રણ ફળો અને ૨૦૦ ગ્રામ જેટલા કાકડી-મૂળા-ગાજર-ટમેટા બીટ-કોબી જેવા કાચા શાકભાજી ખાઓ તો તમને પુરતા પ્રમાણમાં રેસા મળે. જેને લીધે આંતરડા સારી રીતે કામ કરે અને શરીરમાં રહેલા દુષીત પદાર્થો મળ વાટે શરીરમાંથી ફાઈબરને કારણે બહાર નીકળી જાય અને આંતરડાના કે બીજા અવયવોના કોઈ રોગ ના થાય અને તમે લાંબુ જીવો.
 (૪) છ થી આઠ કલાક નિરાંતે ઉંઘો:-
              
શરીરને ઉંઘ દરમ્યાન આરામ મળે છે અને શરીરના ઘસારાને દુરસ્ત કરવાનો સમય મળે છે. શરીરમાંથી ટોક્સીન્સ ઝેર કાઢી નાખવાનો. શરીરના અંગો-કિડની અને આંતરડાને સમય મળે છે. જેટલી ઊંઘ સારી તેટલું તમારું આયુષ્ય સારુ આ વાત તદ્દન સાચી છે.
 (૫) આવશ્યક પોષક પદાર્થો માટે કુદરતી વસ્તુઓ લો દવા નહી:-
            
દવાની ગોળીઓ (સપ્લીમેન્ટસ) કેમીકલ્સ છે. શરીરને બધા જ પ્રકારના વિટામિન્સ-મિનરલ્સ કુદરતી પદાર્થો જેવા કે લીલા શાકભાજી અને તાજા ફળો તેમજ તેલીબીયા અને સુકો મેવોમાંથી મળે છે. નિયમિત ૫૦૦ મી.લી. દુધ લો. જેમાં રહેલા કેલ્શ્યમથી તમારા હાડકા મજબુત થશે અને પ્રોટીન તમારા શરીરના અંગોની વૃધ્ધિ અને ઘસારામાં ઉપયોગમાં આવશે.
 (૬) વ્યસન મુક્ત બનો - ગળપણ અને મીઠું ઓછું ખાઓ:-
             
તમાકુને સિગરેટ તેમજ દારૃના વ્યસન છોડી દો. તમારા લીવર-સ્વરપેટી-મોં અને આંતરડાના કેન્સર નહી થાય આને લીધે તમે લાંબુ જીવશો. આજ પ્રમાણે તમારા ખોરાકમાં ગળપણ (સાકર) અને મીઠુ ઓછું કરો તો તમને ડાયાબીટીસ અને બ્લડપ્રેશર જેવા રોગો થશે નહી અને તમે લાંબુ જીવશો.
 (૭) દરેક બાબતનો સમય જાળવો - નિયમિત બનો:-
         
સમયસર સુવાનું - સમયસર ઉઠવાનું, નિયમસર દૈનિક હાજતનો સમય જાળવવો. રોજ યોગ્ય ખોરાક ખાઓ તો તમે લાંબુ જીવશો.
 (૮) ખૂબ મિત્રો બનાવો - સમાજમાં હળવા મળવાનું રાખો:-
          
ડીપ્રેશન-ચિંતા-નકારાત્મક ભાવ અને માનસિક તનાવ તમે એકલા રહેશો તો તમને વહેલા મારી નાખશે માટે નવા નવા મિત્રો બનાવો. જાહેર કાર્યક્રમોમાં ભાગ લો આનાથી તમારે ડોક્ટરને ત્યાં જવું નહીં પડે અને આયુષ્ય વધશે.
 (૯) ગુસ્સો ના કરો - નારાજ ના થાઓ - અહંકાર છોડો - કોઈને મદદરૃપ બનો:-
         
તમે કહો એ જ સાચુ એવી માન્યતા છોડો. ઘરના કે બહારના ઉપર ગુસ્સે ના થાઓ. નારાજ ના થાઓ. અહંકાર છોડી દો. કોઈપણ સામાજીક કાર્ય કરો. કોઈને મદદ કરો.
 (૧૦) કોઈ શોખ કેળવો:-
          
શોર્ટ હેન્ડ શીખો. કોમ્પ્યુટર પર હાથ બેસાડો. સંગીત, ચિત્રકામ વગેરે તમને લાંબુ જીવાડશે. સમય ક્યાં જશે તેની ખબર નહી પડે.
 
(૧૧) કાયમ હસતા રહો:-
       
 બીજાને હસાવો અને નાની મોટી તકલીફોને હસી કાઢો હાસ્યનો જાદુ અનુભવો. મન પ્રસન્ન રહેશે. હૃદય પર કોઈ ભાર નહીં રહે. ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય તમારા જીવનમાં, ઉંમરમાં જબરજસ્ત વધારો કરશે. કાયમ આનંદમાં રહો.

- મુકુન્દ મહેતા