ધોરણ ૮ માટે ઉપયોગી બીજા સત્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અગત્ય઼ની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ આપો:
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ આપો:
- હવામાં રહેલા ક્યાં વાયુઓ સજીવસૃષ્ટિ માટે ઉપયોગી છે?
- ક્યા વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે?
- ધાતુના ઓકસાઈડ કેવો ગુણધર્મ ધરાવે છે?
- અધાતુના ઓકસાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે?
- સૂકો બરફ એટલે શું? તેનો ઉપયોગ લખો.
- બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે?
- તત્વ એટલે શું?
- ન્યૂક્લીયસ કોને કહે છે?
- પરમાણુંક્રમાંક કોને કહે છે?
- ઇલેક્ટ્રોન રચના કોને કહે છે?
- કક્ષા એટલે શું?
- પરમાણુંકેન્દ્રનું વજન ક્યા ઘટકોને કારણે હોય છે?
- પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે?
- ક્યાં તત્વોના પરમાણું તેની બાહ્ય કક્ષાના ઇલેકટ્રોનની ભાગીદારી કરે છે?
- સંયોજકતા એટલે શું?
- ક્યાં તત્વોના પરમાણુંઓ ઋણ આયન બનવાનું વલણ ધરાવે છે?
- કેવા તત્વો ચળકાટ ધરાવે છે?
- હલકી ધાતુઓના ચાર નામ જણાવો.
- આયનીકરણ એટલે શું?
- સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના જણાવો.
- કલોરિનની ઇલેક્ટ્રોન રચના જણાવો.
- મેગ્નેશિયમની પટીને હવામાં મીણબતીની જ્યોત પર સળગાવતા તે કેવી રીતે સળગે છે?
- લોખંડનો કાટ શું છે?
- ધાતુઓ એસીડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે?
- ધાતુઓના કોઈ પણ બે ઉપયોગો જણાવો.
- રિડક્શન એટલે શું?
- રેડોક્ષ પ્રક્રિયા કોને કહે છે?
- મિશ્રધાતુ એટલે શું?
- મિશ્રધાતુ "કાંસુ" ના ઘટકો જણાવી, તેની વિશેષતા લખો.
- મિશ્રધાતુ "સ્ટેનલેસ સ્ટીલ" ના ઘટકો જણાવી, તેની વિશેષતા લખો.
- મિશ્રધાતુ "નિટીનોલ" ના ઘટકો જણાવી, તેની વિશેષતા લખો.
- લેન્સ કોને કહે છે?
- બે પ્રિઝમના પાયા પાસપાસે રહે તે રીતે ગોઠવી તેની પર લેસર દ્વારા પ્રકાશ આપાત કરતાં શું જોવા મળે?
- બહિર્ગોળ વસ્તુને ક્યા સ્થાને મૂકીએ તો પ્રતિબિંબ આભાસી મળે?
- લેન્સની કેન્દ્રલંબાઈ એટલે શું?
- ક્યા લેન્સમાં મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે?
- સાદા ટેલીસ્કોપનો ઉપયોગ લખો.
- કયો લેન્સ અભિસારી છે?
- કયો લેન્સ અપસારી છે?
- પ્રજનન એટલે શું?
- પુરુષ પ્રજનનતંત્રના મુખ્ય અંગો કયા છે?
- મનુષ્યમાં શુક્રપિંડનું સ્થાન જણાવો.
- વીર્ય એટલે શું?
- સ્ત્રી પ્રજનનતંત્રના અંગો જણાવો.
- ગ્રીવા કોને કહે છે?
- મનુષ્ય શરીરમાં બિનઉપયોગી અને હાનિકારક પદાર્થ તરીકે શું ઉત્પન્ન થાય છે?
- મનુષ્ય ઉત્સર્જનતંત્રના મુખ્ય અંગો જણાવો.
- મૂત્રવાહીની કોને કહે છે?
- ત્વચામાં કઈ ગ્રંથી આવેલી છે?
- દહન એટલે શું?
- બળતણનું સંપૂર્ણ દહન ક્યારે થાય?
- બળતણનું અપૂર્ણ દહન ક્યારે થાય?
- દહનશામક પદાર્થ એટલે શું?
- જ્વલનબિંદુ એટલે શું?
- આગ પર કાબુ મેળવવા કઈ બે બાબતો જરૂરી છે?
- મીણબત્તીની જ્યોતના કેટલા વિભાગો હોય છે? ક્યા ક્યા ?
- મીણબત્તીની જ્યોતના ક્યા વિભાગમાં સૌથી વધુ ગરમી ઉત્પન્ન થાય છે?
- મીણબત્તીની જયોતનો સૌથી બહારનો વિસ્તાર કઈ જ્યોતથી સળગે છે?
- મીણબત્તીની જયોતનો મધ્ય વિસ્તાર ક્યા રંગની જ્યોતથી સળગે છે?
- અશ્મિ બળતણ એટલે શું?
- અશ્મિ બળતણના પ્રકાર કેટલા છે? ક્યા ક્યા?
- ખનીજ કોલસાના પ્રકાર જણાવો.
- કયો કોલસો બ્રાઉન કોલસા તરીકે ઓળખાય છે?
- તાપવિદ્યુત મથકો અને રેલ્વેમાં કયા કોલસાનો ઉપયોગ થાય છે?
- બિટુમીન કોલસામાંથી શું બનાવવામાં આવે છે?
- વિભાગીય નિસ્યંદનની ટાંકીમાંથી સૌથી ઉપરના ભાગેથી શું છૂટું પડે છે? તે કયા તાપમાને મળે છે?
- કયા તાપમાને પેટ્રોલ છૂટું પડે છે?
- 2600 સે તાપમાને કયો પદાર્થ છૂટો પડે છે?
- વિભાગીય નિસ્યંદનને અંતે કયો પદાર્થ બાકી રહે છે?
- સૌર ઉપકરણ કોને કહે છે?
- સોલર કૂકરનો સિધ્ધાંત જણાવો.
- ગરમ પાણી કયા સોલર ઉપકરણથી મળે છે?
- ખેડા જિલ્લાના કલ્યાણપુરામાં કેટલા કિલોવોટનો સોલર પ્લાન્ટ છે?
- ગુજરાતમાં કયા સ્થળોએ ચાર કિલોવોટ ક્ષમતાવાળો સોલર પ્લાન્ટ આવેલો છે?
- પેરાબોલિક સુર્યકૂકરમાં કેટલું તાપમાન મેળવી શકાય છે?
- પેરાબોલિક સુર્યકૂકરમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે?
- પ્રદૂષણ એટલે શું?
- પ્રદૂષકો એટલે શું?
- પર્યાવરણની જાળવણી અને જાગૃતિ કેળવવા શાની ઉજવણી કરી શકાય?
- કપડાને વિઘટન થતા કેટલો સમય લાગે છે?
- ધાતુઓને વિઘટન થતા કેટલો સમય લાગે છે?
- ઈ-વેસ્ટ કોને કહે છે? ઉદાહરણ આપો.
- દવાખાનામાં દર્દીઓની સારવાર માટે વપરાતી તીક્ષ્ણ વસ્તુઓ કઈ કઈ છે?
- બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાથી શું ફાયદા થાય છે?
No comments:
Post a Comment