Blogger Widgets અરમાન: બાળકની પ્રાર્થના

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, January 27, 2014

બાળકની પ્રાર્થના



                                     બાળકની પ્રાર્થના

       એક નાનો બાળક રોજ શાળાએ જતી વખતે રસ્તામાં આવતા એક મંદિરમાં દર્શન કરવા માટે જતો. ભગવાનની મૂર્તિ સામે બે હાથ જોડીને ઊભો રહેતો. આંખો બંધ કરીને એ પ્રાર્થનામાં એવો તો મશગૂલ થઇ જતો કે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો ભગવાનને બદલે આ બાળકને જોયા કરતા.
     મંદિરના પૂજારી પણ આ બાળકની રાહ જોઈને બેઠા હોય. ઘણા તો એવી પણ વાતો કરતાં કે આ બાળક સાક્ષાત હનુમાનજી છે, કેટલા ભાવથી ભગવાનના દર્શન કરે છે. આંખો બંધ કરીને ઊભેલા બાળકના માત્ર હોઠ ફફડતા હોય. થોડી મીનીટો સુધી બસ એમ જ કંઇક બોલ્યા કરે. બધાને એ વાતનું આશ્ચર્ય હતું કે આ નાનો બાળક ભગવાનને શું પ્રાર્થના કરતો હશે.!
     એક દિવસ બધા ભક્તોએ ભેગા થઈને પૂજારીને વિનંતી કરી કે આ છોકરાને આપણે પૂછીએ કે એ ભગવાનને શું પ્રાર્થના કરે છે? પૂજારીએ પણ આ જાણવું જ હતું એટલે બધા પેલા બાળકની રાહ જોવા લાગ્યા. બાળક આવ્યો. બૂટ ઉતારીને મંદિરમાં પ્રવેશ્યો. દફતર ખભા પર જ હતું ને બે હાથ જોડીને પ્રાર્થના ચાલુ કરી. પ્રાર્થના પૂરી કરીને એ બહાર નીકળ્યો એટલે બધા લોકોએ એને ઘેરી લીધો.
       પૂજારીએ પૂછ્યું, સાચું કહેજો, આપ કોણ છો અને રોજ શું પ્રાર્થના કરો છો?
      પેલા બાળકે કહ્યું, અરે, પૂજારીજી ! મને ના ઓળખ્યો. હું તો બાજુની ચાલીમાં રહેતા ઈશ્વરભાઈનો માનવ છું અને મને પ્રાર્થનામાં કંઇ જ ખબર પડતી નથી. ભગવાનને શું કહેવાય અને શું ન કહેવાય એ કંઇ જ સમજાતું નથી. હું તો ભગવાન સામે ઊભો રહીને આંખ બંધ કરીને ૫ વખત એબીસીડી બોલી જાઉં છું. ભગવાને એમાંથી જે શબ્દો જોઈતા હોય એ લઇ લે અને જેવી પ્રાર્થના બનાવવી હોય એવી બનાવી લે.
       પ્રાર્થનાને શબ્દોની કોઈ જરૂર હોતી નથી, શબ્દોમાં તો મોટા ભાગે માંગણીઓ જ હોય છે.

No comments:

Post a Comment