Blogger Widgets અરમાન: પાળો અને સંઘરો

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, January 9, 2014

પાળો અને સંઘરો

નીચેના સુત્રો પાળો અને સંઘરો:---


 1. પુસ્તકોનું મુલ્ય રત્નો કરતાંય અધિક છે.
 2. પ્રજા જો રોજ બકાલા પાછળ આઠ આના ખરચતી હોય, તો તેને સુપથ્ય સાહિત્ય પાછળ ચાર આના ખરચવા જોઈએ.
 3. ઈશ્વરની શોધ કરતાં કરતાં આગળ જઈએ તો છેવટે ધ્યાનમાં આવે છે કે તે હૃદયમાં જ છે.
 4. તારું કશું ન હોય તો છોડીને આવ તું,  તારું બધું જ હોય તો છોડી બતાવ તું.
 1. પ્રાંત:કાળે વહેલો ઉઠનાર, નિયમિત શ્રમ કરનાર, પ્રામાણિકતાથી રહેનાર એવો કોઈ માનવી જોવામાં નથી આવ્યો કે જે દુર્ભાગ્યની ફરિયાદ કરતો હોય.
 2. હસવામાં લોભ કરનાર ગરીબ છે, હસનાર સાચો સમૃદ્ધ છે.
 3. આફતોની વચ્ચે નમ્ર માણસ પૂરેપૂરો શાંત રહી શકે છે, કારણ કે તે દુનિયા પર નહિ, ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે.
 4. જીવન ઉપર તમને પ્રેમ છે? એમ હોય, તો સમય ગુમાવશો નહિ, કારણ કે જીવન સમયનું જ બનેલું છે.
 5. ઈશ્વર આપણા પક્ષે છે કે નહિ એની મને ચિંતા નથી, આપને ઈશ્વર પાખે છીએ કે કેમ એ વિચારવાનું છે.
 6. હે ઈશ્વર, મને તું પૈસા આપે તે કરતાં, પ્રતિષ્ઠા આપે તે કરતાં, પ્રેમ આપે તે કરતાં સત્ય આપ..
 7. પ્રાર્થના કરીએ કે સફળતા જીરવી શકીએ એ પહેલા એ ન આવી પહોચે.
 8. જીવનમાં ગૂંચ પડે તો ઉકેલજો, તોડશો નહી; તૂટેલો તાર સંધાય ખરો, પણ ગાંઠ રહી જાય.
 9. કરૂણાની ખેતી કરો. પરોપકારનું પાણી પાઓ, પ્રામાણિકતાનું ખાતર નાંખો, કામ અને ક્રોધના કચરાનું નિંદામણ કરો. પ્રેમનો વરસાદ થશે. સુખની કુંપળો ફૂટશે. સંતોષના દાણા આવશે અને જીવનનું ખળું ભરાઈ જશે.
 10. જીવનમાં શીખવાનો પહેલો પાઠ આ છે:  કોઈને શીખ ન દેવાનો અને કોઈ પણ વ્યક્તિ પર દોષારોપણ ન કરવાનો દ્રઢ સંકલ્પ કરો. ખરા મનુષ્ય બનો. ઉઠો, દોષનો ટોપલો જાતે જ વહન કરો. હંમેશા એ જ સાચું છે ટેવો તમને અનુભવ થશે.
 11. જો તમે શાંતિ ઇચ્છતા હો તો કોઈના દોષ જોતા નહિ. જગતને પોતાનું કરી લેશો તો પારકું કોઈ નથી.
 12. જે લોકો ઘરમાં વૃંદાવન બનાવી શકતા નથી, એ લોકો તો વ્રજમાં જઈને પણ ઘર ઉભું કરી દે છે.
 13. ઔષધી ભલે બીજા આપે, ખરલ તમારી રાખજો, ઘૂંટજો તમે જ.
 14. તેલ ને તાણ ઘટે, તો જ હૃદયરોગ મટે.
 15. તમે બાળકને શાળાએ જતી વખતે નાસ્તો આપતા હો તો એકાદ ફળ જરૂર આપો. વળી, એકાદું કઠોળ અથવા સલાડ હોય તો સારું. બ્રેડ, પનીર અને પેપ્સી-કોક ન આપો. તળેલું, તૈયાર ટીન-ફૂડ ન આપો.
 16. જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
 17. ખાવું તો તોળી તોળી, પીવું તો ઘોળી ઘોળી, સૂવું તો રોળી રોળી, એ જ ઓસડ ને એ જ ગોળી.
 18. સૂરજ જયારે આથમવાની તૈયારીમાં હોય ત્યારસુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો તમારો દિવસ ફોગટ ગયો.
 19. આ જગતમાં સફળ થવા માટે બે ફેક્ટરી ખોલો:  (૧) મગજમાં આઈસ ફેક્ટરી (૨) મોઢામાં સુગર ફેક્ટરી.
 20. આપને જે ખાઈએ છીએ તેના ત્રીજા ભાગ ઉપર આપને જીવીએ છીએ. બાકીના બે ભાગ ઉપર દાક્તરો જીવે છે.
 21. હું એવા જમાનાની રાહ જોઈ રહ્યો છું, જયારે લોકો માંદા પડ્યે દવા ખાવાની વિચિત્ર ટેવ છોડી દેશે.
 22. લાંબુ જીવન જીવવાના ટૂંકા નિયમો:---
  1. બને તેટલો વખત ખુલ્લી જગ્યામાં રહો.
  2. રોજ સવારે ઠંડા પાણીથી સ્નાન કરો.
  3. વધુ પડતી વાતચીત પાછળ શક્તિ ના વેડફો.
  4. કામમાં મંદતા જેટલી જ અતિ ત્વરા ત્યાજ્ય ગણો.
  5. ચિત્તને ઉત્તેજનારી લાગણીઓ અને વસ્તુઓનો ત્યાગ કરો.
  6. અઠવાડિયે એક દિવસ પૂર્ણ માનસિક આરામ કરો.
 1. તંદુરસ્તીની પરીક્ષા:---
  1. તમને ભૂખ બરાબર લાગે છે?
  2. તમને ગાઢ ઊંઘ આવે છે?
  3. તમને સાફ ઝાડો આવે છે?
  4. તમારો ચહેરો ચમકદાર છે?
  5. તમારું પેટ છાતીની અંદર છે?
  6. તમારા પગ ગરમ, પેટ નરમ અને માથું ઠંડું રહે છે?
  7. તમને કામ કરવામાં ઉત્સાહ રહે છે?
  8. તમે બધા સાથે મીઠાશથી વર્તો છો?
  9. તમે દરરોજ સાધના કરો છો?
  10. તમારું જીવન નિયમિત છે?
       આ તમામ પ્રશ્નોના જવાબ હા હોય તો તમે તંદુરસ્ત છો.

 1. ત્રણ દાક્તરો રોકો:---
  1. ડૉ. ક્વાયેટ (શાંતિ)
  2. ડૉ. મેરિમેન (આનંદ)
  3. ડૉ. ડાયેટ (ખોરાક)

 1. જાણીતા ઇતિહાસકાર ચાર્લ્સ બીઅર્ડને કોઈએ પ્રશ્ન પૂછ્યો: ઈતિહાસમાંથી આપને શો બોધ મળ્યો છે તેનો ટૂંકમાં સાર આપશો?
  1. ભગવાન જેનો નાશ ચાહે છે તેને પ્રથમ સત્તાના મદથી પાગલ બનાવે છે.
  2. ઈશ્વરની ઘંટી ધીમું દળે છે, પણ દળે છે ત્યારે ખૂબ ઝીણું દળે છે.
  3. મધમાખી જે ફૂલને લૂંટે છે, તેને જ ફલિત કરતી જાય છે.
  4. અંધારું પૂરેપૂરું ગાઢ હોય ત્યારે આકાશમાં તારાઓ જોઈ શકાય છે.