Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, February 4, 2014

સમૂહજીવનમાં વ્યક્તિગત વિનય અને વિવેક :

(1)   બાળકો-કિશોરો માટે :
  • આપણાથી મોટા હોય તેને ‘તું’કારે ન બોલાવવા.
  • વાણીએ કરીને અપશબ્દો કે ગાળ ન બોલવી.
  • અન્યની ઉપર કે માતાપિતા ઉપર ક્રોધ ન કરો, સામે ન બોલવું.
  • આપણા વડીલોને તથા માતાપિતાને દરરોજ નીચા નમી ચરણસ્પર્શ કરી, “દયાળુ, રાજી રહેજો” કહેવાની ટેવ પાડીએ.
  • ઘરના કે અન્ય કોઈ પણ સભ્યો આપણને કોઈ કામ કે સેવા બતાવે તો તુરત ના ન પાડીએ.
  • આપણા કોઈ મિત્રોને પણ ચીડવવા નહિ, નામ ન પાડવાં.
  • આપણી ભૂલને તુરંત સ્વીકારતાં શીખવી.
  • ભાઈ કે બહેન સાથે કે અન્ય સાથે મારઝૂડ ન કરવી.
  • આપણાથી કોઈ દુભાઈ જાય તો નમ્ર ભાવે તેમની માફી માંગી લેવી.
  • ઘરના કામકાજમાં મદદરૂપ થવું.
(2)   યુવકો માટે :
  • ઘરના કોઈ સભ્યો સાથે તોછડાઈભરી વાણી ન ઉચ્ચારવી.
  • બિનજરૂરી ખર્ચા ઓછા કરી, કરકસર કરી, ઘરની આર્થિક સહાયમાં મદદ કરવી.
  • માતાપિતાને ટેન્શનમાંથી, નોકરી-ધંધામાંથી ધીરે ધીરે નિવૃત્ત કરવાં અને આપણે જવાબદારી વહન કરવી.
  • આપણા કરતાં મોટાં હોય, વડીલ હોય તેની મર્યાદા રાખવી, માન આપવું, આદર કરવો અને બેસવા માટે, સૂવા માટે યોગ્ય સ્થાન આપવું.
  • માતાપિતાને કહ્યા વગર ઘરની બહાહ કે મિત્રો સાથે ફરવા ન જવું.
  • આપણા ભણતર અંગે, હરવા-ફરવા અંગે માતાપિતા કંઈક પૂછે તો સાચો અને વિવેકપૂર્ણ ઉત્તર આપવો.
  • માતાપિતા કે ઘરના મનુષ્ય ઉપર હાથ ન ઉપાડવો.
  • આપણા ઘરે  આવેલા મહેમાનને મીઠો આવકાર આપવો, આગતા-સ્વાગતા કરવી.
  • કોઈ પણ સભ્યો સાથે કટાક્ષમાં વાત ન કરવી, કોઈની મશ્કરી ન કરવી.
  • આપણાથી નાનાં ભાઈ-બહેનને જોઈતી વસ્તુ આપી રાજી કરવાં.
  • નાનામોટાના બે શબ્દોને સહન કરતાં શીખીએ.
(3)   વાલીઓ માટે :
  • આપણાં વડીલ માતાપિતા સાથે બેહૂદું વર્તન ન કરવું; નહિ તો આપણો બાળક આપણામાંથી એવી જ પ્રેરણા લેશે અને આપણી સાથે એવું જ વર્તન કરશે.
  • બાળકોની હાજરીમાં તો ઝઘડા-કંકાસ, મારઝૂડ ન જ કરવાં.
  • આપનો બાળક કોઈની સાથે મારઝૂડ કરે કે સામો થઈ આવે તો રાજી ન થાવ કે કેવો બહાદૂર છે ! એને રોક-ટોક કરો. વિવેક શિખવાડવો.
  • નાનપણથી બાળકોને સંસ્કાર આપવા; જેવા કે,
1. કોઈની સામું ન બોલાય
2. કોઈનું અંતર દુભાય એવું ન બોલવું
3. જુઠ્ઠું ન બોલાય
4. કોઈનાં નામ ન પડાય
5. અપશબ્દો ન બોલાય
6. નાનીમોટી વસ્તુની ચોરી ન થાય
  • આપના બાળકનો તિરસ્કાર ન કરો, તરછોડશો નહિ, નાની નાની વાતમાં બાળક ઉપર અકળાઈ ન જવું.
  • બાળકના ઉત્સાહને કદી તોડી ન નાખો. બાળકની લાગણીને સમજવી.
  • બાળકને જરૂર છે આપના પ્રેમની, હૂંફની. માટે એની સાથે સમય કાઢો.
  • આખા દિવસનો બળાપો-ઊભરો ઘરનાં મહિલાસભ્ય ઉપર ન કાઢવો.
  • બાળકને આપનો ઉપદેશ જેટલો અસર નથી કરતો એટલું આપનું વર્તન વધુ અસરકારક બને છે. એ આપના જીવનમાંથી ઘણું બધું શીખે છે.
  • બાળકની હાજરીમાં અજુગતું કે વિષયાસક્ત વર્તન પણ ન કરવું. આપનો બાળક ભલે નાનો છે પરંતુ એ બધું જ સમજે છે.
(4)   વડીલો માટે :
  • આપણો સ્વભાવ થોડો શાંત કરીએ. નાની નાની વાતમાં ક્રોધાવેશમાં આવી ન જવું.
  • ઘરના વડીલ તરીકે ઘરમાં સંપ અને આત્મીયતા કરાવવામાં મદદરૂપ થઈએ.
  • નાની નાની વાતમાં દખલગીરી કરવી નહીં.
  • નાની વાતને મોટું સ્વરૂપ આપવું નહિ, રજનું ગજ ન કરવું.
  • વણમાંગી સલાહ આપ્યા કરવી નહીં.
  • દીકરો મોટો થયો એટલે એની સાથે પણ પ્રેમથી વાત કરવી, તોછડાઈભર્યું વર્તન કરવું નહીં.
  • રસોઈમાં કાંઈક ખારું, મોળું રહી ગયું હોય તો કજિયા-કંકાસ ન કરવા, થોડું ચલવી લેતાં શીખવું; પ્રેમથી ટકોર કરવી.
  • નાની નાની વાતમાં કોઈને રોક-ટોક ન કરવી.
  • નાના બાળકની જેમ કોઈ પણ વાતની જીદ ન કરવી.
(5)   મહિલા વર્ગ માટે :
  • સાસુએ પોતાની પુત્રવધૂને દીકરી તરીકે સ્વીકારી એની સાથે યોગ્ય વર્તન કરવું અને પુત્રવધૂએ સાસુને મા તરીકે સ્વીકારી મર્યાદા જાળવવી તથા યોગ્ય વર્તન કરવું.
  • પોતાના ઘરે આવેલ પુત્રવધૂના દોષો, અવગુણો અન્યની આગળ ગાવ નહીં. એ જ રીતે પુત્રવધૂએ પોતાની સાસુના દોષો, અવગુણો અન્યને કહેવા નહીં.
  • પુત્રવધૂ તરીકે સાસુમા દ્વારા થતી રોક-ટોક ને ભાર-ભીડાને સહન કરવાં. એમના માટેનો આદર ગુમાવવો નહીં.
  • સાસુએ પુત્રવધૂને નાની નાની વાતમાં ટોક-ટોક કરી કજિયા-કંકાસ ન કરવા. ભૂલ થાય તો એને સમજાવતાં શીખવું.
  • બસ, આપણા પરિવારમાં દરેક સભ્ય વ્યક્તિગત જીવનમાં આવો વિનય અને વિવેક કેળવે તો આપણા ઘરમાં સંપનું સર્જન થશે. અંતમાં આ પંક્તિને લક્ષ્યાર્થ કરીએ.
“ઐસી બાની બોલીએ, મન કા આપા ખોય;
ઓરન કું શીતલ કરે, આપ હું શીતલ હોય.”

"ધર્મલોક"

(1) ચૌદ રત્ન(સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત                      
(1) કૌસ્તુભ મણિ(2) પારિજત વૃક્ષ (3)વારુણી મદીરા (4)ધન્વન્તરી વૈદ (5)ચંદ્રમા (6)કામઘેનુ (7)ઐરાવત હાથી (8)ઉચ્ચેઃશ્રવા ઘોડો (9) અમૃત કળશ (10) અપ્શરા રંભા (11)શાડૅગ ધનુષ્ય (12) પાંચ જન્ય શંખ (13) મહાપદ્યનિધિ (14) હળાહળા વિષ
(2) આઠ માતૃકાઃ- (માતાજી)
(1) ઉમા (2)ચંડી (3)ઈશ્વરી (4)ગૌરી (5) ઋદ્વિદા (6)સિદ્રિદા (7) વરવક્ષિણિ (8)વીરભદ્રા
(3) આઠ ભૈરવ
(1) દંડપાણિ (2)વિક્રાંત (3)મહાભૈરવ (4)બટુક ભૈરવ (5)બાલક (6)બંદિ (7)પટ્પંચાશતક (8)અપરકાલભૈરવ
(4) અગીયાર રૂદ્રઃ-
(1)કપદિં (2) કપલિ (3) કલાનાથ (4) વૃષાસન (5) ત્ર્યંબક(6) શૂલપાણિ (7) ચીરવાસા
(8) દિંગબર (9) ગિરિશ (10) કામચારી (11) સર્પાણ્ભૂષણશર્વ
(5) બાર આદિત્યઃ-
(1)અરુણ (2) સૂર્ય (3) વેદાંગ (4) ભાનુ (5) ઈન્દ્ર (6) રવિ (7) અંશમાન (8) સુવર્ણરેતા
(9) અહઃકર્તા (10) મિત્ર (11) વિષ્ણુ (12) સનાતન
(6) સાત પાતાળ
(1) અનલ (2) વિતલ (3) નિતલ (4) રસાતલ (5) તલાતલ (6) સુતલ (7) પાતાલ
(7) સાત લોક
(1) ભુલોક (2) ભુવલોક (3) સ્વલોક (4) જનલોક (5) તપોલોક (6) સત્યલોક (7) મહલોક
(8) ચાર વેદ
(1) ઋગવેદ (2) સામવેદ (3) યર્જુવેદ (4) અથરવેદ
(9) અઢાર પુરાન:-
(1) અગ્ની પુરાન (2) ભાગવત પુરાન (3) ભવિષ્ય પુરાન (4) બ્રમમંદ પુરાન (5) ગરૂડ પુરાન (6) કર્મા પુરાન (7) મત્સ્ય પુરાન (8) નારદ પુરાન (9) નરસિહ્મા પુરાન (10) નારદ પુરાન (11) સ્કંદ પુરાન (12) વૈવત્ર પુરાન (13) વામન પુરાન (14) વરાહ પુરાન (15) વિષ્ણુ પુરાન (16) બ્રહ્મા પુરાન (17) લીંગા પુરાન (18) મરકંદ્યા પુરાન
(10) નવ ગજ (હાથી)
(1) ઐરાવત (2) પુંડરિક (3) મુકુંર (4) વામન (5) સુપ્રતિક(6) જનક (7) સર્વભોમ (8) વિજય (9) પુષ્યદંત 
(11) નવ અશ્વઃ-
(1) ઉચ્ચૈઃશ્રવા (2) મેધપુષ્પક (3) ક્ષેમકૃત (4) રાજહંસક (5) મકરાજ્ય (6) સુલોચન (7) ભ્રમરાક્ય (8) કાલકેશ (9) સિદ્વિદયક
(13) નવ નાગ
(1)અનંત (2) વાસુકી (3) શેષ (4) કંબલ (5) પદ્મનાભ (6) ધુતરાષ્ટ્ર (7) શંખપાલ (8) તક્ષક (9) કાલીય
(14) આઠ દિશાના આઠ અધિપતીઃ-
(1) ઈન્દ્ર (2) અગ્નિ (3) યમ (4) નિઋતિ (5) વરૂન (6) વાયુ (7) કુબેર (8) ઈશાન
(15) નવ નાથ
(1) મત્સ્યેન્દ્રનાથ (2) ગોરખનાથ (3) ભર્તુહરિનાથ (4) ગોપીચંદનાથ (5) ગહિનીનાથ
(6) જાલંધરનાથ (7) કાનિફનાથ (8) નિવૃતિનાથ (9)                         
(16) શ્રી કૃષ્ણની અષ્ટ પટરાણી
(1) રૂકમણી (2) સત્યભમા (3) રોહિણી (4) જાંબવતી (5) નાંગજિતી (6) શૈલ્યા (7) માદ્રી (8) લક્ષ્મણી
(17)દસ દીશા
(1) પૂર્વ  (2) પશ્ચિમ(3) ઉતર (4) દક્ષીણ (5) નૈરૂત્ય (6) ઈશાન (7) અગ્ની (8) વાયવ્ય  (9) જમીન (10) આકાશ
(17) બાર મેઘ
(1) સુબુધ્ધિ (2) નંદશાલિ (3) કન્યદ (4) પૃથશ્રવા (5) વાસુકિ (6) તક્ષક (7) જલેન્દ્ર (8)વ્રજઈષ્ટુ (9) વિકર્તન (10) સર્વદ (11) હેમશાલિ (12) વિષપ્રદ
(18) અઢાવીશ વ્યાશઃ-
(1)વેદ (2) પ્રજાપતી (3) ઉશના (4) બૃહસ્પતિ (5) સવિતા (6) મૃત્યુ (7) મધવા (8) વસિષ્ટ (9) સારસ્ત (10) ત્રિધામા (11) ત્રિવૃષ (12) ભારદ્વાજ (13) અતિરથ (14) ધર્મિ (15) અરુન (16) ધનંજય (17) મેઘાતિથિ (18) વૃતિ (19) અત્રિ (20) ગૌતમ (21) ઉતમોજ (22) હર્યાત્મા (23) વેન (24) વાજસ્ત્રજાક્ષ (25) તૃણબિંદુ (26) ભાર્ગવ (27) જતુકર્ણ (28) કૃષ્ણ-દ્રૈપાયન   
(19) દતાત્રેયના ચોવિસ ગુરૂઃ-
(1) પૃથ્વિ (2) પવન (3) આકાશ (4) પાની (5) અગ્નિ (6) ચંન્દ્ર (7) સુર્ય (8) કબુતર (9) અજગર (10) સમુદ્ર (11) પતંગિયુ (12) મધમાખી (13) હાથી (14) મધુઆ(મધ એકઠુ કરનાર) (15) હરન (16) માછલી (17) વેશ્યા (18) સમડી (19) બાળક (20) કન્યા (21) તીર બનાવનાર (22) સાપ (23) કરોડીયો (24) ભમરી

(20) જૈનોન ચોવિશ તીર્થંકર
(1) ઋષભદેવ (2) અજિતનાથ (3) સંભવનાથ (4) અભિનંદન (5) સુમતિનાથ (6) પદ્મપ્રભ (7) સુપાર્શ્રનાથ (8) ચન્દ્ર પ્રભ (9) પુષ્પાદંતા (10) શીતલનાથ (11) શ્રેયમ્સનાથ(12) વાસુપુજ્યા (13) વીમલનાથ (14) અનંતનાથ (15) ધર્મનાથ (16) શાંતિનાથ (17) કુંથુનાથ (18) અરનાથ (19) મલીનાથ (20) મુનિસુવ્રતા (21) નામીનાથ (22) નેમીનાથ (23) પાર્શ્વનાથ(24) મહાવીર
(21) વિષ્ણુના દશ અવતાર :-
(1)મત્સ અવતાર (2) કુર્મા (3) વરાહ (4) નરશિંહ (5) વામન (6) પરસુરામ (7) રામ (8)ક્રીષ્ના (9)બલવાન  (10) કલકિ
(22) નવ ભક્તિ :-
(1)શ્રવન (2) કિર્તન (3) સ્મરણ (4) પદ્મસેવા (5)આચાર્ય (6) વંદના (7) દાસ્ય (8) સખા (9) આત્મ નિર્વાન
(23) ચાર ધામ:-
(1) દ્વારકા (2) બદ્રીનાથ (3) જગન્નાથપુરી (4) રામેશ્વર
(24) સત્યાવિશ નક્ષત્ર:-
(1)અશ્વિની (2) ભરણી (3) કૃતિકા (4) રોહીની (5) મૃગશિર્ષા (6) આદ્રા (7) પુનર્વસુ (8) પુષ્પ (9) અશ્વેખા (10) મઘા (11) પુર્વ ફલ્ગુની (12)  ઉતર ફાલ્ગુની (13) હસ્ત (14) ચિત્રા (15) સ્વાતિ (16) વિસાખા (17)અનુરાધા (18) જ્યેષ્ઠ (19) મુલ (20) પુર્વ અસાઢ (21) ઉતર અસાઢ (22) શ્વાવણ (23) ધનિષ્ઠા (24) સતભિશા (25) પુર્વ ભાદ્રપદા(26) ઉતર ભાદ્રપદા(27) રેવતી
(25) સપ્તઋષિ:
(1) કશ્યપ (2) અત્રી (3) વશિષ્ટ (4) ગૌતમ (5) જમાદગ્ની (6) ભારદ્વાજ
(7) વિશ્વામિત્ર
(26) માનવ જીવનનાં હેતુ:
(1) ધર્મ (2) અર્થ (3) કામ (4) મોક્ષ
(27) જીવનનાં ચાર આશ્રમ (તબ્બકા)
(1)બ્રમચર્યાશ્રમ (2) ગૃહસ્થાશ્રમ (3) વાનપ્રસ્થાશ્રમ (4)સન્યાશ્રમ
(28) બ્રહ્માના પુત્ર
માનસ પુત્ર(10) : મારીચી, અત્રિ, અંગીરાસ, પુલસ્ત્ય, પુલાહા, ક્રાતુજ, પ્રકેતાસ,વશીષ્ઠ, ભ્રુગુ, નારદ
શરીર થી પુત્ર(10): દક્ષ, ધર્મ, કામ ,ક્રોધ, લોભ, માયા, આનંદ, મૃત્યુ, ભારત,વાસના અને
એક પુત્રી:- અંગજા

નેવુઃ દસનો નિયમ અપનાવો અને આપનુ જીવન બદલાવો.

નેવુઃ દસનો નિયમ અપનાવો અને આપનુ જીવન બદલાવો.
લાખો લોકો તણાવ, તાણ તથા હદય રોગનાં શિકાર બને છે.તેઓ કદી સફળતા પ્રાપ્ત કરતાં નથી.ખરાબ દિવસો પાછળ હમેંશા ખરાબ દિવસો આવતાં રહે છે.તેઓ માથે હમેંશા કઈને કઈ આફત આવતી રહે છે.
તેઓની જીંદગીમાં હમેંશા ટુટેલા સંબધો,તણાવભરી,દુખભરી હોય છે.ચિંતા સમય બગાડે છે અને ગુસ્સો સબંધો બગાડે છે,જિંદગી કંટાળાજનક અને જીવનમાં આનંદની અનુભુતી થતી નથી.
જો તમારી સાથે કાંઈક આવુજ થતુ હોય તો નિરાસ થવાની જરૂર નથી.
તમે આવા માણસોની જિંદગી કરતાં સારી જિંદગી તથા સફળતા પ્રાપ્ત કરી અને સારા મિત્રો બનાવી શકો છો.
કેવી રીતે?????? નેવુઃદશ ના સિધ્ધાંતને સમજો તથા તેનુ પાલન કરો. જે તમારી જિંદગી બદલી નાખશે !!!!!!
આ રહ્યુ નેવુઃદશ ના સિધ્ધાંતનુ રહસ્ય.................... આપણી જિંદગીમાં આપણી સાથે જે કંઈ બને છે તેના દસ ટકા આપણા હાથમાં કે આપણા કંટ્રોલમાં હોતુ નથી.પરંતુ નેવુ ટકા આપણે તે ઘટનાનો પ્રત્યુતર કે પ્રતિક્રીય કેવી આપીશુ તેના ઉપર હોય છે.
તમને થશે આનો શુ અર્થ ?
આનો અર્થ એ કે આપણી સહુની જિંદગીમાં જે કઈ બને છે તેના દશ ટકા ઉપર આપણુ કોઈ નિયંત્રણ હોતુ નથી.આપણે મોટરમાં જતાં હોય અને મોટરની બ્રેક ફેઈલ થઈ જાય, ટ્રેઈન મોડી પડે,બસ તેના સમય કરતાં મોડી આવે, ,રસ્તામાં ટ્રાફીક જામ મળે વગેરે વગેરે.આવી દસ ટકા ઘટના ઉપર આપણુ કોઈ નિયંત્રણ હોતુ નથી. પણ પછીના 90 ટકા ઉપર આપણુ સંપૂર્ણ નિયત્રણ હોય છે.
કેવી રીતે ???????
આપણી સાથે બનતી ઘટનાને કઈ રીતે પ્રતિક્રીયા આપીએ છીએ તેના ઉપર રહે છે.લોકો આપણને મુર્ખ ગણે તે પહેલા આપણે ,આપણી પ્રતિક્રીયા આપવાની રીત સુઘારવી જોઈએ.
હવે આ 90:10 ના સિધ્ધાંતને એક ઉદાહરણ દ્વારા સમજીએ:- તમે તમારા પરીવાર સાથે સવારનો ચા-નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર બેઠા છો.તમારી નાની દિકરીનો હાથથી તમારી ચાના કપને ધક્કો લાગવાથી તમે પહેરેલા ઓફીસના યુનિફોર્મના શર્ટ પર પડે છે. તમારૂ આ ઘટના પર કોઈ નિયંત્રણ નથી.
પણ પછીની ઘટના,તમે શુ પ્રતિક્રીયા આપો છો તેના પર આધાર રાખે છે. પ્રતિક્રીયા 1 ઃ-
તમે ખુબ જ ગુસ્સો આવે છે.તમે તમારી નાની દિકરી ઉપર ખુબ જ ગુસ્સે થાવ છો તેને વઢો છો. તેના પછી તમે તમારી પત્નીને ચાનો કપ ટેબલની કીનારી નજીક રાખવા માટે તેના પર ગુસ્સે થાવ છો તે પણ તમારી સાથે તમને અને તમારી દિકરીને અણગમતા શબ્દો કહે છે. તમે ગુસ્સા સાથે તમારા રૂમમાં શર્ટ બદલાવવા જાવ છો. તમે શર્ટ બદલાવીને પાછા આવો છો અને જોવો છો કે તમારી દિકરી રોઈ રહી છે અને પોતાનો નાસ્તો હજી પુરો કર્યો નથી. તમે તેને જડપથી નાસ્તો પુરો કરવા કહો છો.તેનો નાસ્તો પુરો કરવામાં સ્કુલ બસ જતી રહે છે.તમારી પત્ની પરેશાની તથા ગુસ્સા સાથે નોકરી પર જાય છે. તમારી ગાડીમાં તમે તમારી દિકરીને સ્કુલે મુકવા જાવ છો તમે 60 કીલોમીટરની ઝડપની મર્યાદા વાળા રોડ પર તમારી ગાડી 80 કીલોમીટરની ઝડપે ચલાવો છો કારણ કે તમારે ઓફીસે પહોચવાંનુ મોડુ થતુ હોય છે.ટ્રાફીક પોલીશ તમને ઝડપી ગાડી ચલાવવાં માટે પકડે છે. ટ્રાફીક પોલીશ સાથે 15 મીનીટની રકઝક અને 500 રૂપીયાના દંડ સાથે તમને જવા દે છે. તમે તમારી દિકરીની સ્કુલે પહોચો છો તમારી દિકરી તમને ટાટા કે ગુડ બાય કીધા સીવાય સ્કુલ રૂમમાં જતી રહે છે. તમે તમારી ઓફીસે 25 મીનીટ મોડા પહોચો છો.તમારા ઓફીસ ટેબલ જોતા તમને યાદ આવે છે કે તમારી ઓફીસ બેગ ધમાલમાં ઘરે ભુલાઈ ગઈ છે.તમારા દિવસની શરૂઆત જ ભયંકર રીતે થઈ. જેમ જેમ દિવસ વિતતો ગયો તેમ તેમ તમારી મુસ્કેલીમાં વઘારો થતો ગયો.તમે ઘરે પાછા જવા માટે વિચારો છો. તમે જ્યારે ઘરે આવો છો ત્યારે તમારા અને તમારી પત્નીના તથા તમારી દિકરીના સંબઘોમાં ખટાસ આવેલી હોય છે.
શા માટે ??????????? આ બધું જ બન્યુ કારણ કે તમે પ્રતિક્રીયા આપવાનો જે અભિગમ અપનાવ્યો તેનાથી.
તમારો અખો દિવસ ખરાબ ગયો તેમાં વાંક કેનો
(અ) તમારી ચાનો (બ) તમારી દિકરીનો (ક) ટ્રાફીક પોલીશનો (ડ) કે તમારો પોતાનો
ખરેખરો પ્રમાણીક જવાબ છે (ડ) તમારો પોતાનો.. કારણ કે ચાના કપ સાથે શુ બનશે તે તમારા હાથમાં કે નિયત્રણમાં નથી પણ પણ તમે તેના પછીની પાંચ સેકંડમાં તેની પ્રતિક્રીયા કેવી આપશો તે તમારા નિયંત્રણમાં છે. જે તમારા ખરાબ દિવસ માટે જવાબદાર છે.

ખરેખર તમારી પ્રતિક્રીયા કેવી હોવી જોઈએ તથા તેનો શુ પ્રભાવ પડે ? પ્રતિક્રીયા 2 :-
તમે તમારા પરીવાર સાથે સવારનો ચા-નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર બેઢા છો.તમારી નાની દિકરીનો હાથથી તમારી ચાના કપને ધક્કો લાગવાથી તમે પહેરેલા ઓફીસના યુનિફોર્મના શર્ટ પર પડે છે. ઘટના તેની તે જ છે ફક્ત તમારી પ્રતિક્રીયા બદલે છે.
તમારી દિકરી તમને જોઈને દુઃખની લાગણી સાથે અફસોસની નજરે જોવે છે.તમે સહજતાથી થોડી મુસ્કારીને તમે કહો છો “ કંઈ વાંધો નહી. હુ જાણુ છું કે તારાથી ચાના કપને ધક્કો અજાણતાં જ લાગ્યો છે.” .તમે ઝડપથી ટુવાલ લો છો તથા તમારા રૂમમાં જાવ છો શર્ટ બદલાવો છે અને તમારી ઓફીસ બેગ લો છો અને પાછા આવીને બારીમાથી જોવો છો તો તમારી દિકરી સ્કુલ બસમાં ચડતી હોય છે અને પાછુ જોઈને તમને હાથ હલાવી ને “બાય બાય” કરે છે.તમે તમારી પત્નીને તેનો દિવસ ભરનો કાર્યક્રમ પુછો છો અને તે પ્રેમથી જવાબ આપે છે.અને બન્ને ઓફીસ માટે નિકળો છો.તમે પ્રફુલીત ચહેરે ઓફીસે 5 મિનિટ વહેલા પહોચો છો સ્ટાફમિત્રોને હલો બોલો છો .તમારા સાહેબ તમને આનંદીત જોઈને તમને ધન્યવાદ આપે છે.
ઘટના એની એજ છે પણ પ્રતિક્રીયા અલગ અલગ છે, તમે જ તફાવત જોવો ? બન્નેના અંતમાં કેટલો ફર્ક છે ? કારણ છે તમારી પ્રતિક્રીયાની રીત..હવે તો તમે માનો છોને કે આપણી જિંદગીમાં આપણી સાથે જે કંઈ બને છે તેના દસ ટકા આપણા હાથમાં કે આપણા કંટ્રોલમાં હોતુ નથી.પરંતુ નેવુ ટકા આપણે તે ઘટનાનો પ્રત્યુતર કે પ્રતિક્રીયા કેવી આપીશુ તેના ઉપર હોય છે.

નેવુઃ દસનો નિયમ અપનાવાના રસ્તા:- (1) જો કોઈ તમારા વિશે નકારાત્મક વાતો કરે તો તેને તમારા મન કે મગજમાં ન લો ,જેમ પાણી કાચ પર પડે અને રળી જાય તેમ નકારાત્મક વાતોને જતી કરો.
(2) કોઈ પણ વાત કે ઘટના માટે પ્રતિક્રીયા કે પ્રત્યુતર સમજી વિચારીને આપો. ખોટી કે જલ્દબાજીની પ્રતિક્રીયા કે પ્રત્યુતર તમારા જીવનમાં તણાવ, લોહીના રક્તચાપની બીમારી કે સબંધોમાં ખટાસ કે મિત્રો ગુમાવવાનો વારો આવશે.
(3) અઘટીક કે અચાનક બનતી ઘટના કે તમને ન ગમતી વાતો સાંભળીએ ત્યારે મગજ પર તથા તમારા ગુસ્સાને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરો.
હવે તમને નેવુ: દસનો નિયમને ખબર છે તેથી તેને યાદ કરો અને તેનુ પાલને કરો.
હમેંશા યાદ રાખોઃ- ઘટના + પ્રતિક્રિયા = પરીણામ
(1) ખરાબ ઘટના + હકારાત્મક પ્રતિક્રિયા = સારૂ પરીણામ
(2) ખરાબ ઘટના + નકારાત્મક પ્રતિક્રિયા = નબળુ કે ખરાબ પરીણામ
(3) સારી ઘટના + નકારાત્મક પ્રતિક્રિયા = નબળુ કે ખરાબ પરીણામ
(4) સારી ઘટના + હકારાત્મક પ્રતિક્રિયા = ઉતમ પરીણામ

હાથની મુદ્રા

પાંચ વાયુને અને શરીર ઉર્જાને સંતુલીત કરવામાં અગત્યનો ભાગ ભજવતી મુદ્રાનો અભ્યાશ પણ જરૂરી છે તેથી તેની સંક્ષીપ્ત માહીતી આપેલ છે.
મુદ્રાઓ  બ્રહ્માંડીય ઊર્જા જાગાડીને આત્મા નું પરમાત્મા સાથે એકીકૃત થવામાં મદદ કરે છે. સર્વોચ્ચ વિજ્ઞાન જે માણસના મન અને મગજનો બહારથી અને અંદરથી તેનો અભ્યાશ કરે છે. આવા વિજ્ઞાન છે (૧) મુદ્રા વિજ્ઞાન: આંગળીની સ્થિતિ વિજ્ઞાન (2) કાયાકલ્પ વિજ્ઞાન એટલે પુન:શક્તિ સંચાર વિજ્ઞાન (3) બ્રહ્મ વિજ્ઞાન એટલે દિવ્ય જ્ઞાનનુ વિજ્ઞાન (4) પ્રાણવિનિમય વિજ્ઞાન એટલે બિમાર અને ખામીયુક્તને સાજા કરવાનું વિજ્ઞાન (5) સુર્ય વિજ્ઞાન એટલે સુર્ય શક્તિનું વિજ્ઞાન (6) પુન:જન્મ વિજ્ઞાન  (7) દિર્ઘાયુ વિજ્ઞાન (8) સ્વર વિજ્ઞાન (9) રસાયન વિજ્ઞાન (10) મંત્ર વિજ્ઞાન (11) સમ્યાદ પ્રેશણ વિજ્ઞાન એટલે  કેવળ મનથી વિચારોની આપ-લે  ટેલીપથીનું વિજ્ઞાન
શરીર પાંચ તત્વો આગ, વાયુ,આકાશ,પૃથ્વિ,અને જળનું બનેલ છે. જેમાં ઘણા પ્રાચીન વિજ્ઞાનમાં આ પાંચ વાયુ ને સમતોલ કરીને સ્વસ્થ શરીર રાખવાના ઉપાય બતાવેલ છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આગળી પ્રતિનિત્વ કરે છે. જેમાં અંગૂઠો આગનું ,તર્જની(અંગુઠા ની પાસેની આંગળી)  વાયુનું, મધ્યમ આંગળી (સૌથી લામ્બી ) આકાશનું અને વીંટી આંગળી (પ્રવિત્રી આંગળી) અર્થ અથવા પૃથ્વિનું અને ટચલી આંગળી પાણીનું પ્રતિનિત્વ કરે છે. 
દરેક સજીવની આંગળીઓની ટોચ પર જ્ઞાનતંતુ કે ચેતાતંતુના મુળ કેન્દ્રિત થયેલા હોય છે જે ઉર્જાનું વિસર્જન કરે છે. આ આજનું વિજ્ઞાન પણ સ્વિકારે છે કે દરેક આંગળીની ટોચ પર મુક્ત ઈલેકટ્રોન કેંદ્રીત થયેલા હોય છે. આથી જ આંગળીઓની ટોચ એકબીજાને અડાડીને કે શરીરના બીજા ભાગો સાથે અડાડીને આ મુક્ત ઉર્જાને એક પ્રકારની ખાસ નહેર કે રસ્તાઓ દ્વારા પુનઃદિશામાન કરીને શરીરના વિવિધ ભાગોમાં ફરી મોકલાવામાં આવે છે જે શરીરના વિવિધ ચક્રને ઉદ્દીપ્ત કરે છે અને મુળભુત પાચ વાયુ જે આપણે આગળ જોઈ ગયા તેને સંતુલિત કરે છે.   
હસ્તમુદ્રા એ કોઈપણ વ્યક્તિની મનોદશા કે માનસિક સ્થિતિ કેવી ચાલી રહી છે તે તેના હાવભાવ અને હાથની અને કાયાની હલંચલન પરથી ખબર પડે છે. આ કુદરતી છે તેથી તેને સંસ્કાર ગત મુદ્રા કહેવામાં આવે છે.મુદ્રાના પ્રકાર છે હસ્ત,મન અને કાયા અને બંધ અને આધાર. હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી મુદ્રાને હસ્તમુદ્રા કહેવાય છે. હસ્ત મુદ્રાના મુખ્ય પ્રકાર છે ધ્યાન મુદ્રા,વાયુ મુદ્રા,શુન્ય મુદ્રા, પૃથ્વિ મુદ્રા,વરુન મુદ્રા,શક્તિ મુદ્રા,અપાન મુદ્રા, જ્ઞાન મુદ્રા, ચિન મુદ્રા, યોની મુદ્રા, ભૈરવ મુદ્રા.  
(૧) જ્ઞાન મુદ્રા:-
સફળતા મળવાનો ગુરૂ મંત્ર છે સ્મુતિ શક્તિ અને જ્ઞાન મુદ્રા સ્મુતિ શક્તિનો ગુણ વિકશાવે છે.
વિધિ:- પદ્માશનમાં કે વ્રજાશન કે સુખાશનમાં બેસો. બન્ને હાથ ઘુંટણ પર ગોઠવો.અંગુઠા પાસેની તર્જની આંગળીનો છેડો અંગુઠાના છેડા સાથે જોડો. હળવું દબાણ આપો. બાકીની ત્રણેય આંગળીઓ સીધ્ધિ અને જોડાયેલી રાખો.
સમય:- સામાન્ય રીતે જ્ઞાન મુદ્રાનો સમય ૪૮ મિનિટનો છે.  જો સાથે સમય ના હોય તો ૧૬-૧૬ મિનિટના ત્રણ વખત કરી શકાય. પરોઢિયે અભ્યાશ કરવાથી વધુ ફાયદો થાય છે
ફાયદા:- (૧) સ્મુતિ-સ્મરણ શક્તિ અને એકાગ્રતા વધારે છે. (૨) જિદિપણું, ક્રોધ, રઘવાટ, વ્યાકુળતા દુર થાય છે. (૩) મન શાંત ,પ્રફુલિત બને છે. મસ્તિષ્કના સ્નાયુઓ શક્તિશાળી બને છે.  
(૨) વાયુ મુદ્રા:-
શરીરમાં કુલ ૮૪ વાયુ છે. વાયુ રોગીને પરેશાન કરી મુકે છે. સ્વાસ્થ્ય અને શાંતિ માટે વાયુનું સંતુલન અનિવાર્ય છે અને તે સ્થિતિ વાયુ મુદ્રા દ્વારા શક્ય બને છે.
વિધિ:- વજ્રાસન માં બેસો. તર્જની આંગળીને અંગુઢાના મુળમાં ગોઠવો,અંગુઢા વડે આંગળી પર હળવું દબાણ આપો.   અને અન્ય આંગળીઓ સિધ્ધિ રાખો.    
સમય:- પરોઢીયે ૪૮ મિનિટ કરવાનો હોય છે. એક સાથે શક્ય ના હોય તો ત્રણ ભાગમાં કરી શકાય.
ફાયદા:- વાયુથી થનારા તમામ દર્દ દુર થાય છે. પ્રકંપન ,સાંધાનો વા, સાઈટિકા વાયુ-સુળ વગેરે દુર થાય છે. પૌરૂષ તથા કાર્યશીલતાના ગુણો વિકશે છે.
સાવધાની:- સમય મર્યાદા થી વધુ પ્રયોગ કરવો નહી અને દર્દ દુર થાય કે વાયુનું સમન થઈ જાય ત્યારે પ્રયોગ બંધ કરી દેવો.
(૩) અપાન મુદ્રા:-
શરીરનો કચરો શરીરમાંથી વ્યવસ્થિત નીકળી ન શકે તો શરીરા કચરાપેટી બની જાય છે. કબજીઆત દુર કરવા માટે અપાનમુદ્રા રામબાણ ઈલાજ છે.
વિધિ:- ઉત્કટાસનમાં બેસો. હાથની બન્ને આંગળીઓ મધ્યમાં અને અનામિકા અંગુઠાના અગ્રભાગ સાથે જોડીને દબાવો.બાકીની આંગળીઓ (તર્જની અને ટચલી) સીધ્ધિ રાખો  
સમય:- દિવસમાં ત્રણ તબક્કે ૧૬-૧૬ મિનિટ આ પ્રયોગ કરવો. પ્રયોગના અભ્યાસથી મુત્ર વધુ થાય તો ગભરાવાની જરૂર નથી.
લાભ:- (૧) કબજીઆત દુર થાય છે.(૨) શરીર અને નાડી શુધ્ધ થાય છે(૩) દાંતોના દોષો-દર્દ દુર થાય છે(૪) પરશેવો વાળી શરીરનુ તાપમાન જાળવે છે(૫)હદય શક્તિશાળી બને છે (૬) પેશાબને લગતા દોષો દુર થાય છે
(૪) વીતરાગ મુદ્રા:-
વિધિ:-પદ્માશન માં બેસો. દાબા હાથની હથેળી નાભી પાસે રાખો.જમણાં હાથની હથેળી તેની ઉપર ગોઠવો. બન્ને હાથના અંગુઠા એક્બીજાની ઉપર રહેશે. પદ્માશનમાં બેસી ન શકાય તો સુખાશન અથવા વજ્રાશનમાં બેશીને આ મુદ્રાનો અભ્યાસ કરી શકાય.
સમય:- પરોઢીએ આ મુદ્રાનો અભ્યાશ કરવાથી ફાયદો થાય છે. (૨) વિતરાગ ધ્યાનની મુદ્રા છે અને ૪૫ મિનિટ સુધી અભ્યાશ કરી શકાય
ફાયદા:- (૧) ઉર્જાનું સંતુલન થાયા છે (૨) શક્તિનું  ઉર્ધ્વારોહણ થાય છે (૩) સ્થિરતાનો વિકાશ થાય છે (૪) તટસ્થાનો ગુણ વિકાશ થાય છે
(૫) સમન્વય મુદ્રા:-
મનમાં કરેલો સંકલ્પ નિઃસંદેહ સફળ કરવા માટે સમન્વય મુદ્રાનો અભ્યાશ કરવામાં આવે છે
વિધિ:- સુખાશનમાં અથવા પદ્માશનમાં બેસો. હાથની આંગળીઓ અને અંગુઠાનો સમન્વય કરો. પાંચો તત્વો જળ, આકાશ, વાયુ, પૃથ્વી, અગ્ની સંયુક્ત થઈ જાય છે.
સમય:- આ મુદ્રાનો અભ્યાશ પરોઢીએ કરવાથી મહતમ લાભ થાય છે. આ મુદ્રાનો ઉપયોગ ૮-૪૮ મિનિટ સુધી લંબા વી શકાય છે. વધારે સમય આ મુદ્રાનો પ્રયોગ ના કરવો.
ફાયદા:- (૧) સંકલ્પ સિધ્ધ થાય છે (૨) શક્તિનો વિકાશ થાય છે (૩) તત્વોનું સંતુલન જળવાય (૪) દોષોનું શુધ્ધિ કરણ થાય 
(૬) સુર્ય મુદ્રા:-
સુર્ય મુદ્રાના અભ્યાશથી ઉર્જાનો સંચાર થાય છે અને ધીમે ધીમે સ્થુળતા ધટવા લાગે છે.
વિધિ:- પદ્માશન માં બેસો અથવા સિધ્ધાશનમાં બેસો. અનામિકાને અંગુઠાના મૂળ ઉપર ગોઠવી અંગુઠા વડે દબાવવાથી સુર્ય મુદ્રા બને છે.
અનામિકા અને અંગુઠાના સંયોગથી શરીરમાં વિશેષ વિદ્યુતનું  વહન થવા લાગે છે.
સમય :- સુર્ય મુદ્રાનો પ્રયોગ પરોઢીયે ઉનાળામાં ૮ મિનિટ કરી શકાય શિયાળાની ઋતુમાં ૨૪ મિનિટ સુધી કરવામાં વાંધો નથી.  દુબળા શરીર વાળાએ આ પ્રયોગ કરવો નહી.
લાભ:- શરીરનું વજન અને જાડા પણુ ઘટે છે (૨) શક્તિનો વિકાશા થાય છે (૩) શરીરનું સંતુલન જળવાય છે (૪) તનાવ ઘટે છે (૫) શિયાળામાં આ પ્રયોગથી ઠંડીથી બચી શકાય છે.
(૭) વરુન મુદ્રા
કનિષ્કા અથવા ટચલી આંગળી જળતત્વોનું પ્રતિક છે. જળ તત્વોના અભાવ થી રૂક્ષતા આવે છે.
વિધિ:- ટચલી આંગળીના અગ્ર ભાગને અંગુઠાના અગ્રભાગા સાથે જોડવાથી વરુણ મુદ્રા બને છે .અન્ય આંગળીઓ સીધી રહેવી જોઈએ.સુખાશન અથવા સ્વસ્તિકાસનમાં આ મુદ્રાનો અભ્યાશ કરી શકાય છે.
સમય:- પરોઢીયે સામાન્ય રીતે એક સાથે ૨૪ મિનિટ કરી શકાય શિયાળામાં આ મુદ્રાનો અભ્યાશ બહુ જ મર્યાદિત કરવો.
લાભ:- (૧) ચામાડી ચમકદાર બને છે (૨) શરીરની ક્રાતિ-સ્નિગ્ધતા વધે છે (૩) રક્તવિકાર દુર થાય છે (૩) યૌવન લાંબા સમય સુધિ ટકે છે
સાવધાની:- શરદી અથવા કફ  પ્રકૃતિ વાળા લોકોએ વરુણ મુદ્રાનો અભ્યાશ વધુ પ્રમાણમાં કરવો નહી.
(૮) પૃથ્વિ મુદ્રા:-
ટચલી પાસેની આંગળી અનામિકામાં શક્તિશાળી પૃથ્વિ તત્વો છે. અંગુઠામાં અગ્નિ તત્વ છે આ બન્ને નો સંગમ શરીરમાં તેલ અને નક્કર તત્વોની વૃધ્ધિ થાય છે.
વિધિ:- અનામિકા(પ્રવિત્રી) આંગળીના આગળના છેડા સાથે જ્યારે અંગુઠાનો છેડો સ્પર્શ કરે ત્યારે પૃથ્વિ મુદ્રા બને છે  બાકીની આંગળીઓ સિધ્ધિ રાખવી. આ મુદ્રાનો અભ્યાશ વજ્રાશનમાં કરવાથી ઉતમ પરીણામ મળે છે. સુખાશનમાં પણ કરી શકાય છે.
સમય:- પૃથ્વિ મુદ્રા પરોઢીયે ૨૪ થી ૨૮ મિનિટ સુધિ કરી શકાય. આવશ્યક્તા કરતાં વધારે અભ્યાશ કરવાથી શરીરનું વજન વધી જવાનો સમ્ભવ રહે છે.
લાભ:- શરીર બળવાન બને છે (૨) ક્રાંતિ અને તેજસ્વિતા નો વિકાશ થાય છે.(3) પ્રસન્નતા ,ઉદારતાં અને વિચારશીલતા વૃધ્ધિ પામે છે (૪) તામશી ગુણોનો નાશ થાય છે. (૪) સ્ફુર્તિ આનંદ, પ્રાણ ઉર્જામાં વૃધ્ધિ થાય છે.
(૯) આકાશ મુદ્રા:-
  હદય્રોગ તથા તેના દોષો દુર કરવામાં આકાશમુદ્રા સહાયક વબને છે.
વિધિ:- વજ્રાશનમાં બેસો. અંગુઠાના આગળના છેડાને સૌથી મોટી મધ્યમાં આંગળીના અગ્રભાગ સાથે જોડવાથી આકાશ મુદ્રા બને છે. આ મુદ્રા બનાવીને હાથ આકાશ અથવા છત તરફ રાખવા. આકાશ મુદ્રા ચાલતા ચાલતા અથવા ભોજન કરતી વખતે કરવી નહી.
સમય:- એક વખતમાં ૧૬ મિનિટથી વધારે આ પ્રયોગ કરવો નહી. દિવસમાં ત્રણ તબક્કે ૪૮ મિનિટ આ પ્રયોગ કરવામાં આવે તો વધારે અસરકારક બને છે.
લાભ:-  (૧) હદય રોગ તથા તેના દોષો દુર કરવામાં આ મુદ્રા સહાયક બને છે. (૨) કાનના ચેપ કાનની પીડાઓ દુર થાય છે. (૩) સાંભળવાની શક્તિનો વિકાશ થાય છે. (૪) હાડકા મજબુત બને છે (૫) શરદી સળેખમનું નિવારણ થાય છે. (૬) સ્ફુરણશક્તિ વિકશે છે. 
(૧૦) અદિત્તી મુદ્રા:-
સતત છીકો આવતી હોય તો અદિત્તિ મુદ્રાનો પ્રયોગ કરવો
વિધિ:- પદ્માશન અથવા વ્રજ્રાશન માં બેસો અંગુઠાના અગ્રભાગ્ને અનામિકાના મુળ પાસે લગાવી અને બાકીની આંગળીઓ સીધી રાખવીથી અદિતિ મુદ્રા બને છે.
સમય:- અદિતિ મુદ્રાનો અભ્યાશ ૮ થી ૪૮ મિનિટ સુધિ લંબાવી શકાય છે મુદ્રા સાથે ધ્યાન, અનુષ્ઠાન સત્સંગ કરવાથી વધુ લાભ થાય છે.
લાભ:- છીંક ,બગાસા રોકી શકાય છે (૨) શરદીથી આવતી અચાનક છીંકોમાં રાહત થાય છે. (૩) માનસિક શાંતિ મળે છે.
(૧૧) પ્રાણ મુદ્રા
શ્વસની સાથે ફેફસામાં પ્રાણ જાય છે.
વિધિ:- ટચલી આંગળી અને તેની પાસેની અનામિકા આંગળીના ટેરવા સાથે અડ્કાવાથી પ્રાણ મુદ્રા વબને છે. પદ્માશન અથવા સિધ્દ્રાશન માં બેસીને આ પ્રયોગા કરવાથી અસર ઝડપી થાય છે.
સમય:- પુર્ણ પ્રયોગ ૪૮ મિનિટનો છે પરંતુ એક સાથે ન થઈ શકે તો ૧૬-૧૬ મિનિટના ત્રણ તબક્કા માં અભ્યાશ કરી શકાય છે.  સુર્યોદય સમયે પ્રાણ મુદ્રાનો અભ્યાશ કરવાથી વધારે અસરકારક બને છે.
લાભ:- (૧) પ્રાણ શક્તિ વધે છે (૨) શ્વાસનળી સ્વસ્થા બને છે (૩) શરીરની દુર્બળતા દુર થાય છે (૪) આંખોની જ્યોતિ વધે છે (૫) તેજસ્વિતા,એકાગ્રતા વધે છે
(૧૨) મૃગી મુદ્રા
ચિતની સ્થિરતા  જાળવવા માટે મૃગિમુદ્રાનો પ્રયોગ થાય છે.
વિધિ:- અનામિકા અને મધ્યમાં આંગળીની વચ્ચે અંગાઠાના અગ્રભાગ દ્રારા દબણા આપવામાં આવે છે.તર્જની અને કનિષ્ઠા સીધી રહે છે. આ મુદ્રા માટે સુખાશન અથવા ઉત્કટાશનમાં બેસવાથી વધારે અસરકર્તા સાબિત થાય છે.
સમય:- પરોઢિયે વધુમાં વધુ ૪૮ મિનિટ આ મુદ્રાનો પ્રયોગ કરી શકાય. ૧૬-૧૬ મિનિટના ત્રણ તબ્બકે પણ કરી શકાય.
લાભ:- (૧)ચિતની સ્થિરતા જળવાય (૨) ઋજુતાનો વિકાશ થાય (૩) ભાવધારા નિર્મળ બને (૪) વાયુના રોગોમાં લાભદાયી (૫) શરદી-ઉધરસમાં રાહત થાય (૬) માથાનો દુઃખાવો અને તનાવ ઘટે
(૧૩) લીંગ મુદ્રા
અંગુષ્ઠ મુદ્રાને લીંગ મુદ્રા કહેવામાં આવે છે કફા જન્ય દોષો દમ,શરદી,ખાંસિ વગેરેમાં લીંગ મુદ્રા રામબાણ ઈલાજ છે
વિધિ:- પદ્માશન અથવા વજ્રાશન માં બેસો. બન્ને હાથની આંગળીઓ પરસ્પર ફસાવીને ડાબા અંગુઠાને સીધો રાખીને બંને હથેલીઓ એકબીજા સાથે દબાવો. આંગળીઓ વડે પણ પૃષ્ઠ ભાગોમાં દબાણ આપો. એ જ રીતે જમણા હાથના અંગુઠાને ઉપરા કરીને પ્રયોગ કરો.
સમય:- પરોઠીયે અથવા ઠંડી રાત્રે એક વખતમાં ૪૮ મિનિટ અથવા ૧૬-૧૬ મિનિટના ત્રણ તબ્બકે કરો.
સાવચેતી:- કફ પ્રકૃતિ ધરાવાતાં લોકોએ નિષ્ણાતોનુ માર્ગદર્શન લઈને કરવું
લાભ:- (૧) ખાસી,શરદી,દમ માટે (૨) સાયનસ-લકવો મટાડે છે (૩) કફના દોષો દુર થાય (૪) આંખોના જ્યોતિ વધે (૫) તેજસ્વિતા એકાગ્રતા વધે.
 
 
 
(૧૪) સુરભી મુદ્રા
સુરભી મુદ્રાને ધેનુ મુદ્રા પણ કહે છે. આ મુદ્રાના અભ્યાશથી મુત્રા રોગો અને પાચન તંત્રના રોગો દુર થાય છે
વિધિ:- ગૌદુહાશન અથવા ઉત્ક્ટાશનમાં બેસો. બન્ને હાથને “નમસ્કાર”ની સ્થિતિમાં રાખીને ડાબા હાથની તર્જનીને જમણા હાથની મધ્યામા સાથે સ્પર્શ કરાવો  અને જમણા હાથની તર્જનીને ડાબા હાથની મધ્યમા સાથે સ્પર્શા કરાવો. એજ રીતે ડાબા હાથની અનામિકાને જમણા હાથની કનિષ્ઠા સાથે જોડો અને ડાબા હાથની કનિષ્ઠાને જમણા હાથની અનામિકા સાથે જોડો. બન્ને અંગુઠા અલગ રહેશે. 
સમય:- પરોઠીયે ૮ મિનિટ્થી શરૂઆત કરી સપ્તાહ પછી ૧૬ મિનિટ કરો. વાયુ પિત્તના કફના દર્દીને નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવી
લાભ:- નાભિ કેંદ્ર સ્વસ્થા થાય (૨) મુત્ર રોગોનું સમન થાય (૩) પાચન તંત્ર સુધરે (૪) પેટના રોગો શાંત કરે (૫) ચિત્તની નિર્બળતા વધારે.
 

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું …




દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત ડિસ્ટર્બ કરે છે. અપસેટ રહેવું એ આજની સૌથી મોટીસમસ્યા છે.
બધાના ચહેરા પર ન કળી શકાય એવો ભાર જોવા મળે છે.
આપણે બધા જ કોઈ ને કોઈ બોજ સાથે લઈને ફરીએ છીએ.
કોઈને સફળતાની ચિંતા છે તો કોઈને સંબંધોની સાર્થકતાની.
શું થશે? એ પ્રશ્નના દબાણ હેઠળ બધા એવા દબાઈ ગયા છે કે કોઈ જ અને કંઈ જ ’નેચરલ’ લાગતું નથી.
 દુનિયાની દરેક  ફિલોસોફી જિંદગી વિશે એક જ વાત કરે છે કે જિંદગીને માણવી હોય તો વર્તમાનમાં જીવો
 અત્યારે જે ક્ષણ છે તેને એન્જોય કરો. આ વાત બધા જાણે છે
 પણ કેટલા લોકો ખરેખર વર્તમાનમાં જીવતા હોય છે?
 આપણાં ટેન્શન્સ આપણા ઉપર એટલા બધા હાવી થઈ જાય છે કે વર્તમાન આપણા હાથમાંથી સરકી જાય .
 આપણે કાં તો ભૂતકાળમાં ધકેલાઈ જઇએ છીએ અથવા ભવિષ્યમાં સરી પડીએ છીએ.
 એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મને એક અજાણ્યો ભય લાગે છે
 કંઈક બૂરું થવાનું છે એવો ડર મને લાગ્યા રાખે છે. આનાથી બચવા માટે મારે શું કરવું?
સંતે કહ્યું કે તારા પડછાયા સાથે રમત રમવાનું છોડી દે. સંતે ઉમેર્યું કે દરેક માણસ પડછાયામાં જીવે છે.
પડછાયો નાનો થાય તો ગભરાઈ જાય છે અને પડછાયો મોટો થાય તો હરખાઈ જાય છે.
તમે તમારું મૂલ્ય પડછાયાને જોઇને ન આંકો, કારણ કે પડછાયો તો સમય મુજબ બદલાઈ જાય છે.
 જે બદલે છે એ સમય છે. તમે તો એના એ જ છો. માણસો દુઃખી એટલે છે કે જે નથી એમાં એ જીવતાં હોય છે
 કલ્પના અને સપનાં સારી વાત છે પણ તેમાં તમે એટલા ન ખોવાઈ જાવ કે હકીકતને ન જીવી શકો.
માણસ કઈ વાતે સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે?   
એક જ્યોતિષી અને મનોચિકિત્સક સાથે આ વિષય પર વાત થઈ.
 જ્યોતિષીએ પૂછયું કે કયા પ્રશ્નો અને કઈ મૂંઝવણ લઈને લોકો તમારી પાસે આવે છે?
 જ્યોતિષીએ કહ્યું કે સૌથી વધુ સવાલો  રિલેશનશિપના છે. સંબંધો ગુમાવવાનો ભય લોકોને સૌથી વધુ છે.
બધાને સંબંધો એટલી જડતાથી પકડી રાખવા છે કે સાથેની વ્યક્તિ ગૂંગળાઈ જાય.
 કોઈ એ સમજવા જ તૈયાર નથી કે કોઈને વશમાં રાખી તમે પ્રેમ મેળવી ન શકો.
 જે સંબંધો માણસને જીવવા જોઈએ એ જ તેને ડિસ્ટર્બ કરે છે.  કોઈને પત્ની સાથે ફાવતું નથી,
 કોઈને પતિ હેરાન કરે છે, બધા ક્યાંકથી પ્રેમ મેળવવા ફાંફાં મારે છે,  કોઈને દીકરીના સંબંધ મંજૂર નથી,
 કોઈનાથી દીકરાનું વર્તન સહન નથી થતું, આડા, ઊભા, વાંકા અને ત્રાંસા સંબંધોમાં બધા જીવે છે અને હતાશ છે.
 મોટાભાગના લોકો અસમંજસમાં જ જીવે છે. ડિપ્રેશનમાં હોય તોખબર પડે કે માણસ ડિસ્ટર્બ અને હતાશ છે
 પણ અત્યારના માણસની તકલીફ એ છે કે અત્યારનો માણસ નથી સો ટકા ડિપ્રેશનમાં કે નથી સો ટકા મજામાં.
 એ દુઃખ અને સુખમાં, આનંદ અને હતાશામાં એવો ઝૂલતો રહે છે કે એ થાકીને લોથપોથ થઈ જાય છે.
બધા એવું બોલે છે કે જે થવું હોય એ થાય પણ જે થાય છે એ સહન કરી શકતા નથી.
 માણસ પોતે જ મુક્ત થઈ શકતો નથી. એવો ઘેરાયેલો રહે છે કે પોતાની હાલતમાં જ ગૂંગળાતો રહે છે.
 ક્યાંય મજા નથી આવતી, મૂડ બરાબર નથી, કોઈવાતમાં……………..