Blogger Widgets અરમાન: April 2014

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Friday, April 25, 2014

સહિ બાત હૈ ....

[૧] દુનિયાના ૯૦ % લોકો રોજ સવારે તૈયાર થઈને હાથમાં ટીફીન કે બેગ લઈને એવા સ્થળે જવા નીકળે છે જ્યાં જવું તેમને ગમતું હોતું નથી.

[૨] માણસે કરેલી મહેનતનો પરસેવો તેના શરીર પરથી સૂકાય ત્યાર પહેલાં તેની મહેનતનું વળતર તેને  મળી જવું જોઈએ.


[૩]  કોઈ ઘટના તમને દુ:ખી કરી શકતી નથી, પણ તે ઘટનાનું અર્થઘટન તમને દુ:ખ પહોચાડે છે. તેથી એ સાચું છે કે, તમારી પસંદગી વગર તમને કોઈ દુ:ખી કરી શકતું નથી.
[4] જે માણસ પાસે પોતાના કોઈ લક્ષ્ય નથી હોતા તેનો સમય અને શક્તિ બીજો માણસ પોતાની  સફળતા માટે વાપરે છે. તો પછી તમારો સમય  અને તમારી શક્તિને તમારી સફળતા માટે શા માટે ન વાપરવા?

[5] જો તમે કોઈ એકાદ કામ પૂર્ણ કરવાનું આયોજન નહિ કરી શકો, તો તમારાથી કોઈ પણ કામ પૂરું નહિ થાય.

[6] માનવીનું સર્વોચ્ચ લક્ષ્ય પોતાની કુદરતી આંતરિક ક્ષમતા પ્રમાણે  અને વાસ્તવિકતાઓની મર્યાદામાં રહીને પોતાની જાતને સર્જનાત્મક, અજોડ વ્યક્તિ સાબિત કરવાનું હોવું જોઈએ.

[7] તમે જે બનવાની ઈચ્છા રાખતા હતાં તે તમે નથી, પણ તમે જે નિયમિત રીતે કરો છો તે તમે બન્યા છો.

[8] બીજા કોઈના જેવા બનવાને બદલે પોતાના જેવું બનવું. અને એ પણ એવી દુનિયામાં કે જે રાત દિવસ તમને બીજા કોઇપણ બનાવવા માટે તનતોડ મહેનત કરે છે, તે કોઇપણ વ્યક્તિ માટે મહાસંગ્રામ છે. જે સતત ચાલ્યા જ કરે છે.

[9] આયોજન કરવામાં નિષ્ફળ જવું એટલે નિષ્ફળતાનું આયોજન કરવું.

[10] કામ મુશ્કેલ છે માટે જ કરવું છે, સહેલું કામ તો બધા જ કરે છે.

[11] આજ આવતીકાલે ગઈ કાલ બની જશે. કાર્યની શરૂઆત અત્યારે જ કરો.

[12] નિષ્ફળ મનુષ્યોને જે કરવું નથી ગમતું હોતું તે કરવાની સફળ મનુષ્યોએ આદત કેળવી હોય છે.

[13] ઝાઝા કામ ઓછી સારી રીતે કરવાં તેના કરતાં ઓછા કામ વધુ સારી રીતે કરવાં એ શીખવું અગત્યનું છે.

[14] દરેક મનુષ્ય પોતાના વખાણ સાંભળવા માટે વલખાં મારતો હોય છે.

[15] નિષ્ફળતાઓને ઘેર લાવવા કરતાં શાકભાજી ખરીદીને ઘેર લાવવાનું વધુ સહેલું છે, કારણ કે જો શાકભાજી બગડી ગઈ હશે તો ત્રીજે દિવસે પણ તેને ઘરની બહાર ફેંકી શકાશે. પરંતુ નિષ્ફળતાને જલ્દીથી ફેંકી શકાતી નથી.

[16] જિંદગીમાં એવું કશું નથી જેનાથી ડર લાગે. ફક્ત તેને સમજવું પડે.

[17] માણસનું મન જે કાંઈ મેળવવાની ધારણા કરે છે અને જેમાં તે વિશ્વાસપૂર્વક માને છે તે વસ્તુ કે સ્થાન તે પ્રાપ્ત કરે છે.

[18] લોકો કોઈ ઘટનાથી પરેશાન થતાં નથી પરંતુ તે ઘટનાનું તેઓ જે રીતે અર્થઘટન કરે છે તેનાથી પરેશાન થાય છે.

[19] નસીબ એ અચાનક બનતી ઘટના નથી. પણ પસંદગી મુજબ મેળવવાની ચીજ છે.


Wednesday, April 9, 2014

સફળતાની ચાવી


સાંભળવાની ટેવ પાડો


કેટલું સારૂં

     વરસાદ પડતા ધરતીમાંથી અનેક છોડ ઊગી નીકળ્યા. તે બધા છોડ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. તેમનામાંનો દરેક છોડ પોતાને વધારે મહત્વનો અને ઉપયોગી બતાવવા લાગ્યો. તેમનો વિવાદ વધતો ગયો.
     એમ લડતા ઝઘડતા છ મહિના વીતી ગયા. જેઠ મહિનો આવ્યો. તેના સખત તાપથી તે બધા છોડ સુકાઈ ગયા. જયારે એકબીજાથી છૂટા પડવાનો વખત આવ્યો ત્યારે એમને સમજાયું કે આપણે આખી જીંદગી લડવા-ઝઘડવામાં વેડફી નાંખી. દુ:ખી થઇ ગયેલા તે છોડવાઓએ સંકલ્પ કર્યો કે જો ફરીથી અમને જન્મ મળશે તો અમે પ્રેમપૂર્વક રહીશું.
     ત્યારથી બધા છોડ એકબીજા સાથે હસતા, રમતા પ્રેમપૂર્વક રહે છે. તેમને જોઈને માણસ પણ આ નાનકડી, પરંતુ મહત્વની વાતને સમજીને એ પ્રમાણે જીવે તો કેટલું સારું !

પુરુષાર્થ જ શ્રેષ્ઠ

    એક વટેમાર્ગુ ફૂલોથી છવાયેલા એક વૃક્ષને જોઈને બોલ્યો કે તું તો ફૂલી તથા ફાલી રહ્યું છે, જયારે હું ભૂખે મરી રહ્યો છું. ભગવાને મારી સાથે આવો અન્યાય કેમ કર્યો?
    વૃક્ષે હસતાં હસતાં કહ્યું કે જો તે પાનખરમાં મારા કષ્ટો જોયા હોત તો તને ખબર પડત કે આ ફૂલો તથા ફળો કેટલી કઠોર તપશ્ચર્યાંથી મેં પ્રાપ્ત કર્યા છે. તું પણ એવો કઠોર પુરુષાર્થ કરી જો. તેનાથી જ જીવનમાં સમૃદ્ધિ અને સંતોષ મળે છે.

પૂર્ણતા ક્યારે પ્રાપ્ત થાય?

    એક દિવસ કળશ ઉપર મૂકેલી વાડકીએ કળશને કહ્યું કે હે કળશ ! આવો પક્ષપાત કેમ? તારી પાસે જે વાસણ આવે તેને તું પાણીથી ભરી દે છે, પરંતુ હું હંમેશા તારી સાથે રહું છું, છતાં મારી ઉપર કૃપા કરતો નથી.
    કળશે જવાબ આપ્યો કે બહેન, જે મારી પાસે મેળવવા આવે છે તેને હું સંતુષ્ટ કરીને મોકલું છું, પરંતુ તું તો અભિમાનપૂર્વક મારા માથે ચડીને બેઠી છે, પછી હું તને કઈ રીતે મદદ કરી શકું? તું અભિમાન છોડીને તારી પાત્રતા સાબિત કરી દે. પછી હું તને તરત જ ભરી દઈશ. વાડકીને કળશની વાત સમજાઈ ગઈ કે જો પાત્રતા હોય તો જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે.

Monday, April 7, 2014

“”ક ની કરામત “”

કોઈ કાળે કેટ્લાક કલાપી કલા કરતા કુદાકુદ કરે કુદાકુદ કરી કેકારવ કરતા કોઇ કલાપી ના કપાયેલાં કલગી કલાપ કાગડે કયાંકથી કબ્જે કર્યા.
કપાયેલા કલગી કલાપથી કાયાને કલાત્મક કરી કાગડ કાવ્યસભામા કુચ કરી .
કાવ્યસભામા કોયલના કર્ણમધુર કુંજનની કાબર , કબુતર ,કુંજડે કદર કરી.
કલાપી એ કળા કરી કલાન્રુત્ય કર્યુ.કલાપીની કલાથી કોયલે કલ્લોલથી કલશોર કર્યો.
કલાપીની કેળા કેરીથી કદર કરી. 
કેવળ કુદાકુદ કરતા કલાપીની કદરથી કાફર કાગડો કોચવાયો. 
કાગડે કાવ્યસભાને કાર્યની કદર કરવા કહ્યુ. 
કોયલ કહે કેવળ કુદાકુદ કરતા કલાપીની કળા કાગ્ડો ક્યાંથી કાઢે? 
કુક્ડો કહે કર્કશ કાં કાં કર્ણમધુર ક્યાથી ? 
કાવ્ય્સભાના કટાક્ષોથી ક્રોધિત કાગડૅ કકળાટ કર્યો. 
કંટાળીને કુસ્તીમા કુશળ કુકડે કાફર કાગડાને કુશ્તીમાં કાયર કર્યો.
કુંજડે કાગડાને કંઠે કાપો કર્યો. 
કાપાને કારણે કાફર કાગડાએ ક્રંદન કર્યુ, કંટાળીને કાફર કાગડે કાવ્યસભામાથી કુચ કરી.

ત્રાટક

  ત્રાટકનો હેતુ આપણી આંતરિક ક્રિયાઓ ઉપર કાબુ વધારવાનો છે. આપણા વિચારો, લાગણીઓ, ભાવનાઓને ગમેતેમ અસ્તવ્યસ્ત રીતે વિહરવા ન દેવા માટે આ સાધન છે. આનાથી એ બધાનો યોગ્ય પટ આપને રચી શકીશું ને તેવી આત્મશ્રધ્ધા આપણને ત્રાટકમાંથી જન્મવી જોઈએ.
   ત્રાટકમાં હદય ઉપર આંતરદ્રષ્ટિ રાખવાથી લીનતા આવે છે, એ સાચું છે. પણ બાહ્યદ્રષ્ટિ તો ત્રાટકબિંદુમાં જ રાખશો. આજુબાજુનું કશું દેખાવું ન જોઈએ. માત્ર બિંદુ જ દેખાય. પાપણ પણ ત્યારે મુદ્દલ ફરકવી ન જોઈએ. ત્રણ કલાક સુધી તે પ્રમાણે લઇ જવાનું છે. પરંતુ વૃત્તિ ઉપર કોઈ જાતનો બળાત્કાર નથી કરવાનો. જેમ જેમ પ્રેમ, રસ તેમાં જામતા જાય, તેમ તેમ સમય વધારતા જવું. આંખ મીચાઈ જાય કે પાપણ ફરકી જાય તો બંધ કરી દેવું રહ્યું. તે વખત પૂરતું તે પૂરું થયું ગણી લેવું. પૂરું થયા બાદ ઠંડા પાણીથી આંખોને છાલકો મારવી યા ઠંડા પાણીમાં પાંચેક મિનીટ બોળી રાખવી. ને તે બાદ આંખો મીચીને થોડા સમય બેસી રહેવું યા સૂઈ જવું ને નામસ્મરણ કરવું. આંખે લૂગડાંનો  જાડો સ્વચ્છ પાટો બાંધી રાખવાથી પણ વધુ ઠીક રહેશે–આંખને આરામ વધુ મળશે.
     શરૂઆતમાં જરા પણ ભાર આંખના પોપચા ઉપર ન દેશો. ધીમે ધીમે સહજ રીતે હળવે હળવે આંખ ઉઘાડવાનું રાખવું ને ત્યારે જો ખુબ પ્રેમભાવ ઉભરાતો રાખી શકીએ તો ઉત્તમ.
   બિંદુ-ત્રાટક એ આપણી બહિર્મુખ સર્વ સ્થૂળ અને સુક્ષ્મ પ્રવૃત્તિઓમાંથી એકમાં કેમ કરીને એકાગ્ર રહી શકાય એને માટે છે. જ્યોતનું ત્રાટક શક્તિના આહ્વાન માટેનું છે. (જ્યોત તદન સ્થિર, લગીર પણ હાલ્યા વિનાની રહેવી ઘટે.) બન્નેયે જરૂરી છે.
   ત્રાટકમાં બેસતા પહેલા મનથી ખુબ નિશ્વય કરીને બેસવું કે પાંપણો ફરકવાની નથી જ. આપણે આપણી સંકલ્પશક્તિને જન્માવવાની ને સર્વોપરી કરવાની છે. આંખની પાંપણો ફરકે તો એ ત્રાટક ન કહેવાય. જ્યોત ત્રાટક દિવસમાં બે વાર થઇ શકે. બિંદુ-ત્રાટક ત્રણ-ચાર કલાકને અંતે બે થી ત્રણ વાર થઇ શકે. બિંદુ ત્રાટક કે જ્યોતની ઉચાઇ આંખની સીધાણમાં સામે જ આવે તેમ રાખવાનું. અંદરની કીકી હાલતી નહી લાગતી હોય પણ એની Pitch-એકાગ્ર દ્રષ્ટિપાતની જગા કઈક બદલાતી હશે, પણ નજર જો મધ્યબિંદુ પરથી ખસતી ન હોય તો કઈ હરકત નથી. દેખાવ ઝાંખો ઝાંખો થઇ જાય છે એ તો એકીટશે જોઈ રહેવાને લીધે.
   સૂર્યનું ત્રાટક છ સાત મિનીટ જ રાખશો અને એ પણ તદ્દન ઊગતા સૂર્યનું. કિરણો તદ્દન કુમળા હોવા જોઈએ.
   ત્રાટક વેળાં સુક્ષ્મ આંખ અને મન હદયમાં કેન્દ્રિત હોવા જોઈએ. ચંદ્રમાં સામે પણ ત્રાટક કરી શકાય, પણ ત્યારે શો ભાવ ધારણ કરીએ છીએ એ મહત્વનું હશે.
 ત્રાટક વેળાં જપ તો આપણે ચાલુ રાખ્યા જ કરવાના છે. ત્રાટકથી આંખો બગડે નહી એટલું જ નહી પણ આંખોનું તેજ વધે છે. દ્રષ્ટિ લાંબે સુધીની થાય છે.
   ત્રાટક સમયે જે જે વિચારો આવે એ ભલે ગમે તેવા લલચાવનારા હોય તો તેમાં રસ ન લેવો. એને અનુષંગીક વિચારની સાંકળ ન જોડવી. ત્યારે નાડીના ધબકારા ગણજો. ત્રાટક વેળાં હદયમાં જેટલા ઊંડા ઊતરી શકાય તેટલું ઉત્તમ. ત્યાં જ વધારે મહત્વ આપશો. ધૂન, જપ, ભજન સિવાય પણ તેમાં ભાવ જામી શકે તો તે ઉત્તમ. અંતર્મુખતા પણ પ્રગટવી જોઈએ.

પસ્તાવો

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો’તો!
એ ના રોયું,તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,
મેં જાણ્યું કે જખમ સહવો રહેલ કરનારને છે!
કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?
રોતું મારું હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઈ!
રે રે! તે ઘા અધિક મુજને મ્રુત્યુથી કાંઈ લાગ્યો,
એ અંગારો મુજ જિગરનાં મૂળને ખાઈ જાતો!
કેવો પાટૉ મલમ લઈને બાંધવા હું ગયો’તો!
તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો’તો!
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠ્યાં પરવશ થયાં હોય સૌ એમ હેતેઃ-
“વ્હાલાં! વ્હાલાં! નવકરીશ રે! કાંઈ મ્હારી દવા તું!
“ઘા સહનારું નવ સહી શકે દર્દ તારી દવાનું !
“ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે!
“તારું તેનો જરૂર જ, સખે પૂર્ણ માલિક તું છે.”
ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથ સાથે દબાઈ!
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઈ!
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘા ને થયો છે,
તોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે!
હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે,
ઓહો! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે!
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે!
રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે!
હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.
‘કલાપીનો કેકારવ’માંથી સાભાર

ભારતનું સાંસ્કૃતિક પતન

   ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલા ભારતમાં અંગ્રેજી ભાષા, પશ્વિમી કેલૅન્ડર અને પશ્વિમી સંસ્કારોનું નામો નિશાન નહોતું. ભારતમાં તરક્કી એવી હતી કે સોનાની છોળો ઊડતી. સૂવર્ણના મંદિરો હતા. વિશ્વભરમાં ભારતનો એવો ડંકો હતો કે પહેલા મુસ્લીમો અને પછી અંગ્રેજો આપણા દેશને લૂંટવા માટે ખેંચાઇને આવ્યા. મુસ્લીમોએ એવો આતંક મચાવ્યો કે મુસ્લીમ ધર્મ અથવા મોત બેમાંથી એક સ્વીકારવાની ફરજ પડાઇ. મુસ્લીમ નહી બનનારા લાખો લોકોની કતલ કરવામાં આવી. મુસ્લીમ બાદશાહોએ રાજપૂત રાજાઓનું નિકંદન કાઢી નાખ્યું અને પોતાનું સાશન જમાવ્યું. સૂવર્ણ મંદિરો લૂટી લીધા. શીવાજી મહારાજ જેવા શૂરવીરોએ ભારે લડત આપી. જ્યારે જ્યારે જરૂર ઊભી થઈ ત્યારે આપણા દેશમાં આવા શુરવીરો પાક્યા છે અને માભૌમ માટે પ્રેમથી પોતાની જાત હોમી દીધી છે. સૌથી છેલ્લો રાજા પૃથ્વીરાજ ચૌહાણ પણ હણાયો. ત્યારે પણ લોકો આપણી સંસ્કૃતિ વિસરી ગયેલા. ત્યારે અનેક મહાપુરુષો અવતર્યા જેમણે લોકોને આપણી સંસ્કૃતિ વિશે જાગૃત કર્યા.
   મુસ્લીમો પછી ખ્રિસ્તિઓ (અંગ્રેજો) આપણા દેશને લૂટવા માટે આવ્યા. આજકાલા શાળાઓમાં દેશનો ઇતિહાસ આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યાંથી જ શરુ થાય છે. એટલે આ વિશે તો લોકો થોડું જાણતા હશે. ૨૦૦ વર્ષ સુધી આ લોકોએ આપણા દેશના લોકો ઉપર ખુબ જ ત્રાસ ગુજાર્યો છે. આ બધુ આપણે જલ્દી ભૂલી ગયા તે આશ્વર્ય છે ! આમાંથી દેશને છોડાવવા માટે લાખો લોકોએ બલીદાન આપ્યું છે તે નક્કર હકીકત છે. અંગ્રેજોએ હિંદુ-મુસ્લીમો વચ્ચે કલેશ કરાવીને અનેક નિર્દોષ લોકોને હણાવ્યાં. હું માનું છું કે, આપણને આઝાદી મળી નથી પણ સોનાની મુરઘી ઇંડા આપી શકે તેમ ન હોવાથી અંતે રહ્યો સહ્યો તમામ રસકસ ચૂસીને તેઓ ગયા. ગયા તોય ભારતમાતાની કેડ ભાંગીને અખંડ ભારતનું બે દેશોમાં વિભાજન કરી નાખ્યું.
    સ્થૂળ આક્રમણ બાદ હવે આપણી સંસ્કૃતિને તોડી પાડવા માટે સાંસ્કૃતિક આક્રમણ થઇ રહ્યું છે. ખ્રીસ્તી લોકોનો મતલબ એવો છે કે વિશ્વમાં માત્ર એક જ ખ્રિસ્તિ ધર્મ જ હોય, બધા ખ્રિસ્તિ બની જાય. મુસ્લીમોએ તલવારની ધારે આપણા લોકોને મુસ્લીમ બનાવ્યા જ્યારે આ ખ્રિસ્તિઓએ ભારે ચાલાકી વાપરી છે. ધીમુ ઝેર આપીને આપણને આપણી સંસ્કૃતિ, તેના નૈતિક મૂલ્યો અને આદર્શોથી વિમુખ બનાવીને તે લોકો તરફ ઢાળવાનું શરુ કર્યું. આ નક્કર હકીકત છે. આ સાંસ્કૃતિક હુમલાના પ્રથમ ચરણમાં એ લોકોએ જોયુ કે જ્યાં અંગ્રેજી ભાષા બોલાતી હશે ત્યાં લોકો તેઓની વાત માને છે, તેઓ તરફ ઢળે છે. આપણા લોકોને પૂર્વમાંથી પશ્વિમની સંસ્કૃતિ તરફ ઢાળવા માટે આપણા લોકો તેની ભાષા અપનાવે, તે ભાષાને વધુ મહત્વ આપે તે ખુબ જરૂરી છે.
   કોઇ કહે કે આંતરરાષ્ટ્રિય વેપાર માટે પણ અંગ્રેજી ભાષા જરૂરી છે. તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી છે. જુના દસ્તાવેજો ચકાસીએ તો ત્યારે પણ આપણા દેશમાંથી અનેક ચીજોની વિદેશોમાં નિકાસ થતી જ હતી. આપણા લોકો વિશ્વની સૌથી પ્રાચીન આપણી સંસ્કૃત ભાષાને સાવ ભૂલી જ ગયા, તેમાંથી જન્મેલી આપણી માતૃભાષાઓનું મહત્વ પણ આપણને નથી. આ કરતા અંગ્રેજી ભાષા શ્રેષ્ઠ છે તેવી માનસીકતા આપણા લોકોની થવા લાગી. પછી તો લોકો સંસ્કૃતને વિસરી ગયા એટલે આપણું જુનું અસલી સાહિત્ય છે તેનાથી પણ દુર થઈ ગયા અને આપણી અસલીયત આપણે ભૂલતા ગયા. તે આપણે ત્યાં સુધી ભૂલી ગયા છીએ કે કૃષ્ણને બદલે ક્રીસ્ના, યોગના બદલે યોગા અને ગણેશના બદલે ગણેશા બોલવા લાગ્યાં. આ લોકોએ બીજુ પણ એક કામ કર્યું કે, હરિજન લોકોને ભડકાવીને તેઓને ખ્રિસ્તિ બનાવવા માંડ્યાં. હજારોની સંખ્યામાં હિંદુઓ ખ્રિસ્તિ બન્યા, આ વટાળ પ્રવૃત્તિ હજુ પણ ચાલી જ રહી છે આપણા દેશમાં. જો કે આ સમયે પણ આપણા દેશમાં મહાપુરુષો થયા જેમણે આપણી સંસ્કૃતિ વિશે આપણા લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે, એટલે જ આપણી સંસ્કૃતિ આજેય ટકી રહી છે.
   આપણા લોકોનું પતન થતું જ ગયું. સંસ્કૃત ભાષા ભૂલ્યા એટલે આપણું ભુલતા ગયા-તે અંગે સાવ અજાણ બની ગયા-અને અંગ્રેજી શીખ્યા એટલે પશ્વિમી સંસ્કૃતિ વિશે જાણતા થયા અને તેને અપનાવવા લાગ્યાં. પશ્વિમનું જ બધુ સાચુ અને આપણા કરતા શ્રેષ્ઠ લાગવા માંડ્યું. આજે સમય એવો છે કે બાળકને માતૃભાષામાં ભણાવવાની પણ તસ્દી લીધા વગર સીધો જ વિદેશી ભાષાના માધ્યમમાં ભણાવવામાં આવે છે. બે ગુજરાતીઓ સામે મળે તોય અંગ્રેજીમાં બોલવું તેને ગૌરવ અનુભવે છે. સંસ્કૃત તો માત્ર શ્લોક બોલવા પૂરતી જ સિમિત બની ગઈ છે. આપણું પંચાંગ ભૂલાઇ ગયું અને તેની જગ્યાએ વિદેશી કેલેન્ડરને અપનાવી લીધું. આપણા દેશમાં સરકારી વ્યવહારો, ન્યાતંત્ર આજે એ લોકોની ભાષામાં ચાલે છે જેઓએ આપણા દેશનું ૨૦૦ વર્ષ સુધી લોહી ચૂસ્યું. આપણા દેશનું નામ ભારતમાંથી ઇન્ડીયા થઇ ગયું.
   આપણા એકાદશી જેવા વ્રતો ગયા અને વેલેન્ટાઇન ડે ઉજવાવા લાગ્યા. સંસ્કારોનું દેવાળું ફૂંકાઇ ગયું. જે બુધ્ધિજીવીઓ હતા, તેઓ પણ વિદેશ ઉપડી ગયા. આપણા જે ધર્મસ્થાનો છે ત્યાં પણ સંસ્કૃત ભાષા ગઇ અને અંગ્રેજી ભાષા અને વિદેશની કેલેન્ડરનો ઉપયોગ થવા લાગ્યો, તેનાથી વધારે પડતી બીજી શી હોઇ શકે ? લોકો તો ઠીક આપણી સંસ્કૃતિના આધાર સ્તંભો પણ અસલીયત ગુમાવી બેઠા. આ છે આપણા પતનની હકીકત.
   આજે કોને આપણી સંસ્કૃતિની પડી છે ? આપણું ગૌરવ આપણે ભૂલી ગયા છીએ. જો આમ જ ચાલશે તો આપણી સંસ્કૃતિનું નામોનિશાન રહેશે નહિ. આજની નવી પેઢીમાં એવા લક્ષણો જોઇ શકાય છે.

એક ઘા.....

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.

રે પંખીડા ! સુખથી ચણજો......



રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું;
ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.
ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં;
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.
રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી;
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.
જો ઊડો તો જરૂર ડર છે, ક્રુર કો હસ્તનો હા!
પાણો ફેકેં તમ તરફ રે! ખેલ એ તો જનોના.
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી;
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી.

            -કવિ કલાપી