Blogger Widgets અરમાન: બોધકથા

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, March 20, 2014

બોધકથા



દુ:ખની પોટલી બધાની સરખી

     પોતાને પડતા દુ:ખોથી પરેશાન એક માણસ ભગવાનને રાત્રે સૂતા પહેલા ફરિયાદ કરી રહ્યો હતો કે પ્રભુ મને જ કેમ દુ:ખ આપે છે. મારા ગામના બાકીના લોકો કેવા આનંદમાં જીવન વિતાવે છે.

     એ રાત્રે સૂતા પછી આ ભાઈને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એણે જોયું કે એક બહુ જ મોટા મહેલમાં એના ગામના તમામ લોકો ભેગા થઇ રહ્યા છે. તમામ લોકોને પોતાના દુ:ખોની પોટલી સાથે લઈને આવવાની સૂચના મળી હતી. આથી બધા પોતાની સાથે દુ:ખોની પોટલી પણ લાવ્યા હતા. પરંતુ સ્વપ્નું જોઈ રહેલા આ માણસને આશ્ચર્ય થયું કે તે જેને સુખી ગણતો હતો તે બધા પાસે પણ દુ:ખોની પોટલી હતી અને વળી બધાના દુ:ખોની પોટલી સરખી જ હતી. વધુ આશ્ચર્ય ત્યારે થયું, જયારે એમણે મંદિરના પૂજારી,  મસ્જિદના મૌલવી, ચર્ચના પાદરી, ગામના સૌથી અમીર નગરશેઠ વગેરેને પણ પોતાની દુ:ખની પોટલી સાથે ત્યાં આવેલા જોયા.

     બધા ભેગા થઇ ગયા એટલે આકાશવાણી થઇ કે હવે તમે બધા તમારા દુ:ખની પોટલી દીવાલમાં લગાવેલી ખીંટી પર ટાંગી શકો છો. બધા જ પોતાનું દુ:ખ ટાંગવા માટે દોડ્યા અને ખીંટી પર પોતાના દુ:ખની પોટલી ટાંગી આવ્યા. થોડા સમય પછી ફરી આકાશવાણી થઇ કે હવે તમારે જે કોઈની પણ દુ:ખની પોટલી ઉપાડવી હોય તે ઉપાડી શકો છો. બધાને પોતાના દુ:ખની પોટલી બદલવાની છૂટ છે.

     સપનું જોઈ રહેલા માણસને થયું કે નગરશેઠની પોટલી જ ઉપાડી લઉં ! પણ તુરંત વિચાર આવ્યો કે એ પોટલીમાં કેવા પ્રકારનું દુ:ખ છે એ મને ક્યાં ખબર છે? મારી પોટલીમાં રહેલા દુ:ખથી કમસેકમ હું પરિચિત તો છું અને મારા પોતાના દુ:ખ સાથે ઘણા લાંબા સમયથી પરિચિત હોવાના કારણે હવે એનો બહું ડર પણ નથી લાગતો. પોતાપણું લાગે છે...... લાંબુ વિચાર્યા વગર જ એ દોડ્યો અને બીજા કોઈ પોતાના દુ:ખની પોટલી લઇ જાય એ પહેલા એ જાતે જ પોતાની પોટલી ઉપાડીને માથે ચડાવી ચાલતો થયો....... અને હા ! બાકીના બધા જ લોકોએ પણ એમ જ કર્યું.

     આપણે બીજાના હસતા ચહેરા જોઈને વધુ દુ:ખી થઈએ છીએ, પણ દરેક હસતા ચહેરાની પાછળ પણ વિષાદ હોય છે. એ દેખાતો નથી. ચહેરો તો આપણો પણ હસતો જ હોય છે પણ ભગવાને કરામત એવી કરી છે કે આપણો હસતો ચહેરો આપણે જોઈ નથી શકતા.
 

No comments:

Post a Comment