Blogger Widgets અરમાન: નચિકેતા

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, February 4, 2014

નચિકેતા

          જગતમાં અવારનવાર એવો કપરો કાળ પણ આવે છે. જ્યારે ધર્મ સંસ્કૃતિ ઉપર હુમલો થાય છે. અને તેના લીધે વરવું વાતાવરણ ઉભું થાય છે. જ્યાં લોકોને ખાસ કરીને યુવાન પેઢીને સંસ્કૃતિનું નામ લેતાં પણ શરમ આવે છે. ધર્મ પ્રત્યે નફરત પેદા થાય છે. હું કોણ? કયાંથી આવ્યો? મારો અને ભગવાનનો સંબધ શું? તે જાણાવાની દરકાર જ નથી, અથવાતો શિક્ષણજ એવૂં આપવામાં આવે છે કે સમાજ ધર્મ વિમુખ રહે. જીવનમાં મૂલ્યાકનો સમજે નહિ અને સમજે તો તે આચરવામાં કંઇક ખામી હોય, કર્મહિન બનેલો સમાજ ખોટા આડંબરોમાં રાચતો હોય છે. આવો એક કાળ હતો. તે સમયે તપોવનમાં કેટલાક વિધાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમાં વાજશ્રવસ નામનો એક તેજસ્વી વિધાર્થી હતો. સમાજની આવી અંતઃદશા જોઇ તેનું અંતઃકરણ બળતું હતું, સંત મહાત્માઓને દુબળા જોઇને તેનું મન અસ્વસ્થ થતું. તેણે મનમાં ગાંઠ વાળીકે તેજસ્વી મહાત્માઓ તૈયાર કરવા, જ્યાં સુધી તેજસ્વી કર્તવ્યનિષ્ઠ સાધુ સમાજ ઉભો નહિ થાય ત્યાં સુધી સમાજ આવી જ અધોગતિમાં રહેવાનો જ. સાંસ્કૃતિક મૂલ્યોનુ મહત્વ ઉભું કરવા અને જાળવવા માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે. સંત સતા ઉભી કરવા સંકલ્પ કર્યો. પોતે સાધુ જીવન જીવવા અને સમાજમાં ઘેરઘેર જઈને નિતિમતા સમજાવવા અને સાંસ્કૃતિક મૂલ્યોને ફરીવાર સ્થાપિત કરવા નિર્ણય કર્યો. 
                ભગવાન સૂર્યનારાયણને લાડમાં ઓમ મિત્રાય નમઃ મિત્ર કહેવામાં આવે છે. કારણકે પ્રાતઃકાળમાં બારણુ ખોલોકે તરત જ તમારી સેવામાં તૈયાર હોય છે. એક સાચા મિત્રની જેમ તમારી મદદે આવીને ઘરને પ્રકાશિત કરતા રહે છે. તે રીતે વાજશ્રવસ લોકોના ઘેર ઘેર જીને પ્રેમભરી પ્રકાશિત વાણથી ઘરે ઘર પ્રકાશિત કરવા લાગ્યા. દિવ્યકાળ પાછો ઉભો કરવા માટે સાધુઓએ ઘસાવવું પડે છે. જેમ પરમ પૂજ્યશ્રી સદગુરુ બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી ૭૦ વઋશથી અવિરત પણે ઘસાઇને આ દેહને શ્રી વાળીનાથજીના ચરણોમાં ધરી દીધો છે. તેવી જ રીતે પરમ પૂજ્ય કોઠારી મહારાજશ્રી ૬૦ વર્ષથી તેમજ અન્ય સંતો પણ નાનપણથી જ પરમ કૃપાળુ શ્રી વાળીનાથજીની સેવા જેવા પરમાર્થ કાર્યથી જીવનને ઉજ્જવળ અને કીર્તિવાન બનાવી રહ્યા છે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી આ ઉંમરે પણ યુવાનને શરમાવે એવી દિવ્ય તાજગીથી આ દિવ્યધામના વિકાસ અર્થે અને સેવકોના હિતમાં પુરૂષાર્થ કરી રહ્યા છે. અને પુરૂષાર્થના ફળ સ્વરૂપે શ્રી વાળીનાથ ધામમાં જઈને તેની અદભૂત પ્રગતિનં દર્શન કરી શકાય છે. મા ઉમાપુરી ક્ષેત્ર એવું પૂણ્યશાળિ પ્રભાવશાળી છે. મા ભગવતી ઉમિયાના પુત્રોએ પોતાનો દેહ(તન)-મન-ધન મા ભગવતી ઉમિયાના ચરણે ધરી દીધા છે. એ પ્રત્યક્ષ પ્રમાણ ઉંઝામાં મા ભગવતી ઉમિયા માતાના ક્ષેત્રમાં જઈને દર્શન કરી ધન્યતા અનુભવીને મેળવી શકાય છે.
         આમ ધર્મસંસ્કૃતિ ટકાવવા સમગ્ર વિશ્ર્વના સંતોએ બહુજ પુરૂષાર્થ કર્યો છે. જીવનની હરપળ જાગૃત થઈને સંતો સાથે આપણે પણ તૈયાર થઈ જવું પડે અને તે મુજબ વાજશ્રવસ પોતાનું જીવન ધર્મસેવામાં વ્યતિત કરવા લાગ્યા. તેનો એકજ ધ્યેય સંસ્કૃતિ અને સાધુ સંતોનું પુનઃરુત્થાન કરવું અને તે કાર્ય માટે પુરૂષાર્થ. તેમણે અન્નનું વર્ત લીધું. પાકેલું ફળ નહિ પણ પડેલું ફળ લેવું. વૃક્ષ પાસે પણ માગવુ નહિ, ભગવાન પર પૂર્ણ અને પૂરો ભરોસો રાખે તેના માટે દાળ-રોટલીની વ્યવસ્થા ભગવાન જરૂરથી કરશે જ, આવી પૂર્ણ નિષ્ઠાથી તેમણે કેટલાક સાથીદારો ઉભા કર્યા અને જ્યારે આવી જ ઉતમનિષ્ઠાથી કેટલાક માણસો ઉભા થાય, ત્યારે સાંસ્કૃતિક મૂલ્યો પાછાં ઉભાં થાય, અને આવોજ ઉતમ સાંસ્કૃતિક સમય ઉભો થાય છે. વ્યક્તિ પોતાની શક્તિ કે કલા સમાજની સેવામાં ખર્ચે જેમ સંતો પોતાનું જીવન ખર્ચે છે તેમ. તેવા વ્યક્તિ માટે સમાજ તેના ઘરે તેનો દાળ-રોટલો કૃતજ્ઞતાથી પહોંચાડે છે. આ દરેક વ્યક્તિનો પવિત્ર ધર્મ છે અને જે સમયે આ સાંસ્કૃતિક વિચાર સ્થિર થશે તે કાળે રામ રાજ્ય પાછુ આવી જશે.
         આજીવિકા મેળવવાના કંઈક પ્રકાર હોય છે. (૧) ભીક્ષા (૨) વેપાર (૩)ચોરી ભીક્ષા એટલે ભીખ માગવી એવું કંઇ નથી. ભિક્ષા એટલે સમાજ માટે ઘસાવવું અને સમાજ કૃતજ્ઞતાપૂર્વક જે કંઇક આપે, વ્યવસ્થા કરે, તેમાં સંતોષ માની જીવન નિર્વાહ કરવો પરંતુ આજે ઘણા ઠેકાણે ભિક્ષાનો દિવ્ય પ્રકાર ખલાસ થઈ ગયો છે. ભીખ ઉપર લોકો આવ્યા છે. ગરીબ ચિંથરે હાલ શું ભીખ માગે છે? અરે મોટ શ્રીમંતો,સોલીસિટરો, ડોક્ટરો,એન્જીનીયરો વગેરે ભીખ માગતા રહ્યા છે અને માગે છે. ફક્ત માગવાની પધ્ધતિમાં જ ફરક છે. એક કગરીને લાંબો હાથ કરીને માગે છે. અને એક કાઅળ ધરીને માગે છે. બીજો પરકાર વેપારનો નિંધ નથી કે દિવ્ય પણ નથી. બધેજ વેપારી પધ્ધતિ આવી ગઈ છે. મંદિરમાં પૂજારી પણ વેપાર કરતો હોય છે. ત્રીજો પ્રકાર એટલે ચોરી. ઓછૂ આપી વધારે લેવુ, અથવા કચુજ નહિ આપીને લેવું. સાત કલાકનો પગાર લઈ બે કલાક જ કામ કરવું તે પણ કર્મચોરી જ છે,પરંતુ જગતની આવી કવૃતિને બદલવી હોયી તો સાધુ પુરૂષો જ તે કાર્ય કરી શકશે અને શ્રી વાજશ્રવસ મક્કમતાથી ઉભા થયા. જડવાદનો વંટોળ તેમને પોતાને નિષ્ઠામાંથી તસુભાર પણ ન ડગાવી શક્યો. વાજશ્રવસની નિષ્ઠા જોઇ ભગવાને તેમને અપનાવ્યા. લોકો પણ તેના આ પરોપકારી વિચારોને અપનાવ્યા. તેમના દાળ-રોટલાની વ્યવસ્થા તો થઈ જ પરંતુ લોકો સામે આવીને તેમના ચરણોમાં ધનના ઢગલા કરવા લાગ્યા. તેમનું કાર્ય અવિરત ચાલતું હતું. આ વાસશ્રવસને એક સંતાન હતું અને તેનું નામ નચિકેતા. નાનપણથી જ વૈભવ અને સંસ્કારમાં ઉછરવા લાગેલા નચિકેતાએ એક દિવસ તેના પિતાશ્રીને પૂછ્યું, બાપુજી આ બધો વૈભવ શા માટે. વાજશ્ર્વસે કહ્યું કે બેટા તારા માટે તું મૉટૉ થઈને સુખથી તે ભોગવે તે માટે આ બધો વૈભવ રાખ્યો છે. નચિકેતા તેજસ્વી હતો. તે સિંહનો બાળક હતો. પોતાના પિતાની સાથે તે ફરતો હતો, તેમની તેજસ્વી વાણી દ્રારા ઉપનિષદનું તેજ તેણે પીધું હતું. તેણે બાપુજી તેમજ કહ્ર્તા હતા કે સિંહ પોતાનું ભક્ષ જાતેજ શોધી લે છે અને ગઈકાલનું ભેગુ કરેલુ સિંહ કદાપી ખાતો નથી. હું સિંહનો દિકરો છું તો પછી ગઈકાલનું ભેગુ કરેલું હું કેમ ભોગવું. આજનું ભક્ષ આજે ખાય વધેલું બીજા પ્રાણીઓ માટે છોડી દે છે. આજે રોટલો મેળવી થોડો ખાધો અને બાકીનો પુત્ર માટે ભેગો કર્યો. આ સિંહવૃતિ નથી. આતો કુતરાનું જીવન છે. બાપુજી મારે આવું જીવન નથી જીવવું. વાજસશ્રવસની આંખો ભીંજાઇ ગઈ,પુત્રનો ઇશારો સમજી ગયો. તેણે આવો પુત્ર આપવા બદલ ભગવાનનો ખુબજ આભાર માન્યો અને પુત્રના માથા ઉપર વ્હાલથી હાથ ફેરવ્યો. એક સવારે વાજશ્રવસ પોતાના ઘરના ઓટલે બેસી બધાને દક્ષિણા આપતો હતો, સારી સારી ગાયો દાનમાં અપાઇ ગઈ અને વસુકીને દુબળી ગાયો દાનમાં અપાઇ, તે વખ્તે બાળ નચિકેતા દોડતાં દૉડતાં પોતાના પિતા પાસે આવ્યો. તેણે જોયું કે બાપુજી દુબળી ગાયો દાનમાં આપી રહ્યા છે. દુબળી ગાયો દાનમાં આપવાથી બાપુજીની અવગતિ થશે. અવગતિમાંથી ઉગારવાના હેતુથી પુત્ર નચિકેતાએ પિતાજીને પૂછ્યું કે બાપુ આવી દુબળી ગાયો દાનમાં આપો છો તો પછી મને કોને દાનમાં આપશો? નચિકેતાને ખબર હતી પોતાની પ્રિય વસ્તું દાનમાં આપી શકાય. વસુકી ગયેલી દુબળિ ગાયો નહિ અને પોતે પિતાનો પ્રિય હતો. જો તેનું દાન આપે તો તેમની અવગતિ અટકે આ ભાવનાથી તેણે આ બાલીશ પ્રશ્ર્ન્ન પૂછ્યો હતો. દક્ષિણા લેવા આવેલા માણસોની હાજરીમાં પૂછાયેલા આવા વિચિત્ર પ્રશ્ર્નથી શ્રી વાજશ્રવસ મૂઝાયા શું જવાબ આપવો તે સુયું નહિ, પરંતું પ્રત્યેક જીવન યમને આપવું પડે છે. તેથી ઉતાવળમાં કંટાળીને વાજશ્રવસે કહ્યું કે યમને... જવાબ સાંભળી નચિકેતા યમલોક તરફ ભણી દોટ મૂકી. પોતાની જાતનું યમને દાન આપવા આજે મોટી મોટી વાતો થાય છે, અને કહે છે કે પુરૂષો પ્રકૃતિ ઉપર વિજય, હજુ તો ચંદ્ર ઉપર માત્ર પગ મૂક્યો છે. એ સમયે માનવી ત્રણેય લોકોમાં ફરી શકતો હતો. સ્વર્ગ, આકાશ,પાતાળ, પૃથ્વી તેમજ યમલોકમાં પણ જવા આવવાની સગવડો અને વ્યવહારો હતા. નચિકેતાએ યમલોક તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં તેણે દિન-દુબળા એવા સેંકડો લોકોને યમલોક તરફ જતાં જોયા. તે બધા ઇન્સાફ માટે જતાં હતાં. પોતાના કર્મનું કાર્ડ લઈને જતા હતા. પરિક્ષાના ખંડમાં જતી વખતે વિધાર્થીઓને ડર લાગે છે. કારણકે પરિક્ષા માટેની પૂરતી તૈયારી કરી નથી. એમ આખુ જીવન ભોગવિલાસમાં ગાળનાર પ્રત્યેકને યમના દરબારમાં ડર લાગે છે. શું જવાબ આપીશું?પ્રત્યેકને ખબર છે કે અમે શું કર્યુ. તેથી રસ્તામાં દીન થયેલા ચહેરાઓ નચિકેતાએ જોયા. તેઓ બધા પોતાના જીવનનો હિસાબ આપવા જતા હતા, પણ આ બહાદૂર બાળક હિંમતપૂરવક ખૂમારીથી ચાલતો હતો. તેણે યમદૂતોને પુછ્યું મારે યમરાજને મળવું છે. ક્યાં મળશે? યમદૂતે કહ્યું તારે શું કામ છે. મને જણાવ. નચિકેતા તેજસ્વી હતો. તે આગળ ચાલવા લાગ્યો અને યમરાજના દ્રારે જઈને યમની પત્નિને પૂછ્યું યમરાજ ક્યાં છે? યમરાજની પત્નિ ડઘાઇ ગયા. મૃત્યુલોકનો કોઇ બાળક યમના દ્રારે આવે અને ખૂમારીપૂર્વક પૂછે કે યમરાજ ક્યાં છે. યમરાજની પત્નિએ સ્વસ્થ થતાં કહ્યું બહાર ગયા છે. નચિકેતા બોલ્યો ક્યારે આવશે? યમરાજની પત્નિએ કહ્યું કે ત્રણ દિવસ પછી પધારશે નચિકેતાએ યમદ્રારે ખાધાપીધા વિના આસન જમાવ્યું. યમરાજ ઘેર આવ્યા ત્યારે તેમને ખબર પડી કે એક બ્રાહ્મણ બાળક ખાધાપીધા વિના તેમના દ્રારે ત્રણ દિવસથી બેઠો છે. યમરાજે કહ્યું કેટલો તેજસ્વી બાળક છે. અહીંયા બધા દીન દુખીયા અને બાવડા થઈને આવે છે. ડરથી પોતાનું માથુ ઉંચું કરતા નથી. ત્યારે આ બાળક અભયતાથી આવ્યો. આખા જગત ઉપર જે મૃત્યુંનું સામ્રાજ્ય છે. તે મૃત્યુથી પણ તે ડર્યો નથી. મૃત્યુ પાસે બકરા સમાજ બની જનાર અરે મૃત્યુંના નામ માત્રથી જેમના હોંશ ઉડી જાય છે. તેવા લોકો ક્યાં અને ક્યાં આ વીર બાળક તમને આ બે વચ્ચે કાંઇ ફરક ના દેખાયો? યમરાજ પોતાની પત્નિને ઠપકો આપ્યો અને બાળકને પાસે બોલાવી પ્રેમપૂર્વક પૂછ્યું બાળક તારૂ નામ શું? તેણે કહ્યું-હું વાજશ્રવસનો પુત્ર નચિકેતા છું. અહીં આવવાનું પ્રયોજન? નચિકેતાએ કહ્યું-મને મારા પિતાએ તમને દાનમાં આપ્યો છે. તેથી આવ્યો છું. શ્રી યમરાજ બોલ્યા-ધન્ય એ તારા પિતાને અને ધન્ય છે. તેના આ પૂત્રને, માનવ હો તો તમારા જેવા હો. હું ખુબજ સંતુષ્ટ થયો છું. બેટા વરદાન માગ હું તારૂ કલ્યાણ વાછું છું. નચિકેતા બોલ્યો મહારજ હું અહઈં કંઇ લેવા નહિ પણ મારી જાતને સોંપવા આવ્યો છું. યમરાજ બોલ્યા એહું જાણુ છું. સિંહના દિકરા સિંહ જ હોય છે. અરે વાજશ્રવસનું નામ તો ભગવાન વિષ્ણુંના દરબારમાં પણ આદરથી લેવાય છે અને તેમનો તારા જેવો તેજસ્વી દિકરો કોઇની પાસે માગે નહિ. તે હું સમજું છું. પરંતું હે નચિકેતા મારી પત્નિએ તને સત્કાર નથી આપ્યો અને એ ભૂલના પ્રાયશ્રિતરૂપે હું તને ત્રણ વરદાન આપું છું. તારા જેવા તેજસ્વી બ્રાહ્મણ પુત્રને મારા ઘરે આવ્યા પછી પણ ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા ઘરની બહાર પડ્યા રહેવું પડ્યું તેનું મને અતિ દુખઃ થાય છે. મારૂ કલ્યાણ થાય તે માટે તુ મારી પાસે ત્રણ વરદાન માગ. આપવાવાળાનો કેટલો નમ્રભાવ છે. આખુ વિશ્ર્વ જેનાથી ધ્રુજે છે. તેને પ્રસંન્ન કરવો જ મુશ્કેલ છે તે યમરાજ ખુદ નચિકેતાને વરદાન સ્વીકારવા વિનવે છે. મારૂ કલ્યાણ થાય તે માટે તુ વરદાનનો સ્વીકાર કર. યમરાજ જેવા પ્રસંન્ન થઈને વરદાન આપે છે,ત્યારે આ વીર બાળક તેજસ્વીતાથી કહે છે કે હું લેવા નથી આવ્યો, આપવા આવ્યો છું ધન્ય છે. આ મા ભારતભૂમિને કે જેની ધુળમાં આવા તેજસ્વી અને દિવ્યસંતોનો નિર્માણા થયાં છે.
      એક કાળ ભારતદેશમાં દાન આત્મકલ્યાણ માટે આપવામાં આવતું.આપનાર અતિશય નમ્રતાપૂર્વક આપતો અને આજે એભૂમિમાં કોઇ આપવા તૈયાર નથી. બધાજ માણસ ભેગા થયા છે. એકાદ કોઇ આપવાવાળૉ હોય તો એને એમજ લાગે કે જાણે વિશ્ર્વનો સમ્રાટ છે. અને લેનાર તુરછ,શુદ્ર અને બાપડા જેવો લાગે છે. પ્રાચીન અને અર્વાચીન સમયમાં આટલો ફેર છે.
         યમરાજના અતિ આગ્રહ સામે નચિકેતાએ નમતું આપ્યું. ત્રણ ત્રણ દિવસ થયા બાપુજીની રજા વગર હું ચાલી આવ્યો છું. બાપુજીને હું સમજી શક્યો નહિ. બાપુજી નિરાશ થશે તો? ગુસ્સે થયા હશે તો? તેથી યમરાજને કહ્યું-પિતાના આર્શીવાદ લીધા વિના હું આવ્યો છું. મારા પિતાજી મારા ઉપર નારાજ થશે તો? એટલે નારાજ ન થાય અને પ્રથમ જેવાજ વ્હાલથી બોલાવે એવું વરદાન આપો. યમરાજે પ્રસંન્નતાથી ધન્યવાદ આપતાં કહ્યું-અરે મા બાપ તે દિવસ કોઇ દિવસ પોતાના સંતાન પર ગુસ્સે થાય? અને કદાચ થાય તો ક્ષણવાર પુરતું જ હોય. તુ ચિંતાના કરતો હું તને વરદાન આપુ છું કે તારા પિતા તારા પર ગુસ્સે નહિ થાય. હવે બીજું વરદાન માગી મને કૃતાર્થ કર. નચિકેતા બોલ્યો જેનાથી તેજસ્વી થવાય છે, એવી વેશ્વાનર અગ્નિની ઉપાસના મને શીખવાડો. હું અગ્નિ જેવો તેજસ્વી થાઉં એવી મારી ઇરછા છે. મારામાં પણ અગ્નિની જેમ સ્વાહા અને સ્વધા શક્તિ નિર્માણ થાય એવું વરદાન આપો.
          સ્વાહા શક્તિ એટલે કાંઇ લેવુ નહિ પણ સતત આપવુ અને સ્વધા શક્તિ એટલે આત્મધારણ શક્તિ પોતાની જાતને ધારણ કરી શકે. પોતાની જાતે ઉભો રહી શકે. આ બે શક્તિ જેનામાં આવે તે અગ્નિ જેવો તેજસ્વી રહી શકે તેથી નચિકેતાએ અગ્નિ વિધાનું વરદાન માગ્યું. યમરાજે તથાસ્તું કહ્યું અને ત્રીજુ વરદાન માંગવા કહ્યું ત્યારે નચિકેતાએ કહ્યું કે પ્રભુ તમે મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હોય તો મને આત્મજ્ઞાન આપો. અમૃત વિધા આવડે તેવું વરદાન આપો. આ વરદાનથી યમરાજ ચોંકી ગયા. તેમને થયું કે આતો મારા નિયમમાંથી બચવા મારીજ પાસે જ રસ્તો પૂછે છે. યમરાજ બોલ્યા હજુ તુ નાનો છે. આ જ્ઞાન તારાથી ના પચે, વળી મુશ્કેલ પણ છે. તેના કરતાં તો તુ સૃષ્ટિના વૈભવ માગ, ધનનો મેરૂ પર્વત હું તને આપવા તૈયાર છું. પરંતુ બાળ નચિકેતાએ તે નકારી કહ્યું હું ધનના મેરૂને શું કરૂ? અને તમે આપી શકો છો તે પાછું લઈ પણ શકો છો. મારે તે વૈભવ ના જોઇએ.
          રૂપિયાના ઢગલા જોઇ ભલભલા ઢીલા થઈ જાય છે તો આ બાળકનું શું ગજુ? શ્રીમંતો પાસે રાજાઓ અને પ્રધાનો પણ હાથ જોડીને ઉભા રહે છે. પરંતુ નચિકેતા અચલ હતો તેણે કહ્યું આ સંપતિ આપવી હોય તો આપો, પરંતુ આત્મવિધાના બદલામાં નહિ. ત્યારે યમરાજ કહે છે કે હું તને અપ્સરાનું ટોળું આપુ. તને ગમે તેટલી તુ લઈ લે. નચિકેતાએ કહ્યું કે આ બધી બહેનો પ્રભુ કાર્ય કરવા મૃત્યુલોકમાં આવવાની છે? જો આવવાની ના હોય તો પછી મારે શું કામ છે? ત્યારે યમરાજા બોલ્યા વારૂ હું તને એક હજાર વર્ષનું આયુષ્ય આપું પછીતો વાંધો નથીને? યમરાજ તેની બહું જ મક્કમતા જોઇ આશ્ર્વર્ય પામી કહ્યું-રાષ્ટની સંસ્કૃતિ પાછળ તેના વિરૂધ્ધ લખાણ લખવાના સૌ રૂપિયા આપવામાં આવેતો લખનારા સંસ્કૃતિ દ્રોહીઓ તે લઈને લખે પણ છે. આજે ક્યાં છે એવો ભારતભૂમિનો એ સપૂત તેજસ્વી વીર નચિકેતા જેને સામે આવેલા ધનના મેરૂને લાત મારી, અપ્સરાઓના ટોળા સામે ઉપેક્ષા રાખી અને હજાર વર્ષના દિર્ઘાયુષ્યને તુરછ ઘણ્યું, અને ક્યાં આજના આ સાંસ્કૃતિક વિઘાત લેખકો જે સામાન્ય મૂડી માટે આ પવિત્ર સૂર્ય સમાન તેજસ્વી એવી સંસ્કૃતિ ઉપર કાદવ નાખવાં પણ ખચકાતા નથી, નચિકેતાએ કહ્યું, પ્રભું આ બધું લઈને હું શું કરીશ? મને આત્મજ્ઞાન ના મળેતો આ વૈભવ આ દિર્ઘાયુષ્ય બધું જ વ્યર્થ છે. આ બધાને લઈને શું કરવાનું? ખરેખર આપ પ્રસંન્ન હોય તો મને આત્મજ્ઞાન આપો એ સિવાય મારે બીજું કાંઇ જોઇતું નથી.
           યમરાજે નચિકેતાને આવી ઉંચ્ચ વૃતિ સામે પરાજય કબૂલ કર્યો અને તેને પ્રેમથી આત્મવિધા શીખવાડી. આત્મજ્ઞાન લઈને પિતા પાસે આવ્યો અને પિતાને ચરણે પડ્યો. પિતાએ તેને પ્રેમથી વ્હાલપૂર્વક આલિંગન આપ્યું. તેને કહ્યું પિતાજી આપના આર્શીવાદથી હું આત્મજ્ઞાન પામ્યો છું. આપ મને આર્શીવાદ આપોકે તેથી હું આ વિધા ઘેરે ઘ્રે પહોંચાડી શકું લોકોને નિષ્ઠાથી કર્મ સમજાવું તેમને કર્મની જવાબદારીમાંથી મુક્તિ અપાવું તેને ઘેરે ઘ્રે ફરવા માંડ્યો અને લોકોને આત્મજ્ઞાનની પ્ગથીયાં સમજાવવા માંડ્યો હું માણસ છું પશું નથી, આ જીવનની પહેલી પગથી છે, આજે બધાને પોતાની જાટની વિસ્મૃતિ થઈ છે. ઘણા બધા પશુંની જેમ જીવે છે. રૉટલો રળવો અને ખાવો એ કંઈ સફળ જીવન નથી. રૉટલાની સાથે કૃતજ્ઞતા હોવી જોઇએ અને પહેલી કૃતજ્ઞતા માતા પિતા અને સદગુરુ પ્રત્યે હોવી જોઇએ. ભગવાન અને મહાપુરૂષોનું કાર્ય કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઇએ. પ્રંતું આજે સદગુરુશ્રીને યાદ કરવાની પણ ફુરસદ નથી સમાજનો મોટો ભાગ ફરજહિન થતો જાય છે. આત્મજ્ઞાનથી બીજી પગથી એટલે હું માણસ છું. સદગુરુ અને ભગવાનનો એ સમજ જીવનમાં લાવવી, છેલ્લી પગથી એટલે હું પોતેજ ભગવાન છું. અહં બ્રહ્માસ્મી" ભગવાન મારા દ્રારા ખાય છે પીએ છે. જુએ છે. આ રીતે અધિકાર મુજબ આત્મજ્ઞાનની પગથીઓ તેને લોકોને સમજાવવા માંડી લોકોના જીવન આત્મજ્ઞાનથી અજવાળી નાખ્યાં. 

No comments:

Post a Comment