Blogger Widgets અરમાન: ચારણ કન્યા

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, August 13, 2013

ચારણ કન્યા

                         ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. “તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”              – દુલા કાગ 

               
                                                               
સાવજ ગરજે ! 

વનરાવનનો રાજા ગરજે

 ગીરકાંઠાનો કેસરી ગરજે

 ઐરાવતકુળનો અરિ ગરજે 

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે

 મોં ફાડી માતેલો ગરજે 

જાણે કો જોગંદર ગરજે 

નાનો એવો સમદર ગરજે ! 

ક્યાં ક્યાં ગરજે ? 

બાવળના જાળામાં ગરજે

 ડુંગરના ગાળામાં ગરજે 

કણબીના ખેતરમાં ગરજે 

ગામ તણા પાદરમાં ગરજે 

નદીઓની ભેખડમાં ગરજે 

ગિરિઓની ગોહરમાં ગરજે 

ઉગમણો, આથમણો ગરજે

 ઓરો ને આઘેરો ગરજે 

થર થર કાંપે ! 

વાડામાં વાછડલાં કાંપે

 કૂબામાં બાળકડાં કાંપે 

મધરાતે પંખીડાં કાંપે 

ઝાડ તણાં પાંદડલા કાંપે 

પહાડોના પથ્થર પણ કાંપે 

સરિતાઓના જળ પણ કાંપે 

સૂતાં ને જાગંતાં કાંપે 

જડ ને ચેતન સૌએ કાંપે 

આંખ ઝબૂકે 

કેવી એની આંખ ઝબૂકે 

વાદળમાંથી વીજ ઝબૂકે 

જોટે ઊગી બીજ ઝબૂકે 

જાણે બે અંગાર ઝબૂકે 

હીરાના શણગાર ઝબૂકે 

જોગંદરની ઝાળ ઝબૂકે 

વીર તણી ઝંઝાળ ઝબૂકે 

ટમટમતી બે જ્યોત ઝબૂકે 

જડબાં ફાડે ! 

ડુંગર જાણે ડાચાં ફાડે ! 

જોગી જાણે ગુફા ઉઘાડે ! 

જમરાજાનું દ્વાર ઉઘાડે ! 

પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! 

બરછી સરખા દાંત બતાવે 

લસ લસ કરતા જીભ ઝુલાવે. 

બ્હાદર ઊઠે ! 

બડકંદાર બિરાદર ઊઠે 

ફરસી લેતો ચારણ ઉઠે 

ખડગ ખેંચતો આહીર ઊઠે 

બરછી ભાલે કાઠી ઊઠે 

ઘર ઘરમાંથી માટી ઊઠે 

ગોબો હાથ રબારી ઊઠે 

સોટો લઈ ઘરનારી ઊઠે 

ગાય તણા રખવાળો ઊઠે 

દૂધમલા ગોવાળો ઊઠે 

મૂછે વળ દેનારા ઊઠે 

ખોંખારો ખાનારા ઊઠે 

માનું દૂધ પીનારા ઊઠે !

 જાણે આભ મિનારા ઊઠે ! 

 ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

- ઝવેરચંદ મેઘાણી






No comments:

Post a Comment