Blogger Widgets અરમાન: અભિપ્રાય આપતા પહેલા............

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Saturday, July 27, 2013

અભિપ્રાય આપતા પહેલા............

                      અહી બે પ્રેરક પ્રસંગો મૂકું છું જેનાથી આપણને સમજ પડે કે અભિપ્રાય કેવી રીતે અને ક્યારે આપવો, કે આપવો જરૂરી છે?
(૧)
                 એક નવપરિણીત યુગલ નવા મકાન માં રહેવા ગયા. બીજે દિવસે સવારે તેઓ ચા નાસ્તો લઇ રહ્યા હતા ત્યારે અચાનક પેલી નવોઢા એ પડોશણ ને ધોએલા કપડા સુકવતી જોઈ.
એના મોઢા માંથી નીકળી ગયું. જુઓ પેલી આપણી પડોશણ ને કપડા ધોતા નથી આવડતું અથવા એણે કોઈ સારો કપડા ધોવાનો સાબુ ઉપયોગ માં લેવો જોઈએ. એના પતિએ એ જોયું પણ શાંત રહ્યો. જ્યારે જ્યારે પેલી પડોશણ કપડા ધોઈ ને સુકવવા નાખે પેલી નવોઢા સ્ત્રી હંમેશા એવું બોલે જ.  પેલી આપણી પાડોશણને કપડા ધોતા નથી આવડતું.  લગભગ એક માસ વીત્યે પેલી નવોઢા એકદમ આશ્ચર્ય માં પડી ગઈ. એણે જોયું પેલી પડોશણે ધોઈને સુકવવા નાખેલા કપડા એકદમ ચોખ્ખા અને સરસ ધોવાયેલા હતા, એના મોઢામાંથી સહસા નીકળી ગયું   "જુઓ આપણી પડોશણ ને કપડા ધોતા આવડી ગયું, કોને શીખવ્યું હશે?"
પેલી નવોઢાનો પતિ બોલ્યો,  "આજે સવારે વહેલા ઉઠીને મેં આપણી બારીના કાચ સાફ કર્યા છે!" અને આવું જ આપણા જીવન માં પણ બનતું હોય છે : જયારે જોતી વખતે આપણે જે જોઈએ છીએ તે હકીકતમાં હોતું નથી પણ એ આપણે જે નજર રૂપી બારી થી જોઈએ છીએ એ કેટલી ચોખ્ખી છે એના પર આધાર રાખે છે.
(૨)
           એકવાર ટ્રેન (રેલગાડી) માં એક આધેડ પિતાની સાથે એનો યુવાન પુત્ર મુસાફરી કરતા હતા. અને એની સામી બેઠક પર એક બીજો યુવાન બેઠેલો હતો. થોડી થોડી વારે પેલો પિતાની સાથે બેઠેલો યુવાન નાના બાળક ની જેમ ઉત્સાહમાં આવી જઈ એના પિતાને કહે: પપ્પા જુવો પેલા ઝાડ કેટલા ઝડપથી દોડતા જાય છે. પેલી ગાડી કરતા આપણે આગળ નીકળી ગયા વગેરે વગેરે. આ બધું જોઈ ને પેલા  સામેની સીટ પર બેઠેલા  યુવાન ને થોડું અજુકતું લાગ્યું અને એણે પેલા આધેડ મહાશયને કહ્યું, આ તમારા દીકરાની ઉમર શું હશે? પેલા આધેડ વ્યક્તિએ જવાબ આપ્યો ૨૪ વર્ષ. તરત જ પેલા યુવાને સલાહ આપી કે ઘણીવારથી હું જોઈ રહ્યો છું. તમારો દીકરો કૈંક અજુકતું વર્તન કરી રહ્યો છે.  તમને નથી લાગતું એને કોઈ મોટા શહેરમાં લઇ જઈ સારા મનોચિકિત્સકને બતાવવું જોઈએ ?
            તરતજ પેલા પિતાએ કહ્યું હા ભાઈ,  હું એને અત્યારે ડોક્ટર પાસેથી જ લઈને આવી રહ્યો છું પણ કોઈ મનોચિકિત્સક નહિ,  કારણ એ જન્મ થી આંધળો હતો અને કોઈની દાન મળેલી આંખથી આજે જ એ દેખતો થયો છે અને આ બધું એ પહેલી વાર જોઈ રહ્યો છે, માટે એ આવું વર્તન કરી રહ્યો છે.
       પેલા પિતાનો જવાબ સાંભળીને પેલો યુવાન અવાક બની ગયો અને એની પાસે માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો.

                        હમેશા કોઈને માટે કઈ પણ અભિપ્રાય આપતા પહેલા આપણે આપણા મન ની સ્થિતિ ચકાસી લેવી જોઈએ અને આપણી જાતને પૂછી લેવું કે સામેવાળા ની પરિસ્થિતિ શું હશે, સામે વાળાને માટે કઈ પણ બોલતા પહેલા આપણે એનામાં રહેલી સારપ ને જોઈ શકીએ એટલા ચોક્ખા છીએ?

No comments:

Post a Comment