Blogger Widgets અરમાન: July 2013

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Saturday, July 27, 2013

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું..........

                    ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, "તું ગધેડા તરીકે ઓળખાશે,  તું સૂર્યોદયથી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે, તું ઘાસ ખાશે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે."
                         ગધેડો બોલ્યો, "હું ગધેડો થયો એ બરાબર છે પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય, મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો." ઈશ્વરે એની અરજ મંજુર કરી.
                   ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું "તું કુતરો કહેવાશે, તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે, તું મનુષ્ય નો પરમ મિત્ર હશે, તું એને નાખેલા રોટલાના ટુકડા ખાશે, અને તું ૩૦ વર્ષ જીવીશ. કુતરાએ કહ્યું, "હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તો ઘણું કહેવાય ૧૫ વર્ષ રાખો," ભગવાને મંજુર કર્યું.

                   ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, "તું વાંદરો કહેવાશે, તું એક ડાળીથી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને મનોરંજન પૂરું પાડશે, તું ૨૦ વર્ષ જીવીશ." વાંદરો બોલ્યો "૨૦ વર્ષ તો ઘણા કહેવાય ૧૦ વર્ષ રાખો". ભગવાને મંજુર કર્યું.
                        છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : "તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોય. તું તારી અક્કલનાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનશે. તું વિશ્વને તારા તાબામાં ર્રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ."
                        માણસ બોલ્યો : " પ્રભુ, હું મનુષ્ય ખરો પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ પણ આપી દો." ભગવાને મનુષ્યની ઈચ્છા સ્વીકારી લીધી.
                               અને ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે, લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે, પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે, બાળકો મોટા થાય એટલે  ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે મળે તે ખાઈ લે છે, અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી આ પુત્રના ઘરથી પેલા પેલા પુત્રના ઘરે અથવા પુત્રીને ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પુત્રો અને પુત્રીઓને મનોરંજન પૂરું પાડે છે.

૧૦૦ કૌરવો નાં નામો

દુર્યોધન
દુસ્સાસન
દુસ્સાહન
દુસ્સાલન
જલગંધન
સમન
સહન
વિન્ધન
અનુંવીન્ધન
દુર્ધર્ષણ
સુબાહુ
દુશ્પ્રધર્શન
દુર્માંર્ષણ
દુર્મુખ
દુશ્કર્ણ
વિકર્ણ
સાલન
સથવાન
સુલોચન
ચિત્રણ
ઉપચીત્રણ
ચિત્રાક્ષણ
ચારુચીત્રણ
સરાસન
દુર્માંદન
દુર્વીગાહન
વિવીલ્સું
વિકટીનંદન
ઊર્નાનાભ
સુનાભ
નંદન
ઉપનંદન
ચિત્રબાન
ચિત્રવરમન
સુવર્મ
દુર્વીમોચન
અયોબાહુ
મહાબાહુ
ચિત્રામગન
ચિત્રકુંડળ
ભિમવેગ
ભિમબળ
વાલક્ય
બેલાવર્ધન
ઉગ્રાયુધ
સુશેન
કુન્દાધર 
મહોદર
ચિત્રાયુધ 
નીશામ્ગ્ય
પાસ્ય
વ્રીન્દારક
દ્રીધવર્મ
દ્રીધાક્ષાથ 
સોમાંકિર્ત્ય
અન્થુદાર
દ્રીઢાસંધ
જરાસંધ
સત્યાસંધ
સદાસુવાક
ઉગ્રસ્રવા
ઉગ્રસેન
સેનાન્ય
દુશ્પરાજ
અપરાજિત
કુંધસાઈ
વિસાલાક્ષ
દુરાધાર
દ્રીઢહસ્ત
સુહસ્ત
વાતવેગ
સુવાર્ચન
આદીતકેતુ
બહ્વાસ્ય
નાગદાથ
ઉગ્રસાઈ
કવચ્ય
ક્રધાન
કુંધ્ય
ભિમાંવીક્રણ
ધનુર્ધારણ
વિરબાહુ
અલોલુપા
અભય
દ્રીઢકરમાવું
દ્રીઢરથાસ્રયા
અનાધ્રુશ્ય
કુન્દભેદ્ય
વિરાવ્ય
ચિત્રકુંડળ
પ્રમાદ
અમપ્રમાદ્ય
દિર્ખારોમાન
સુવિર્યવાન
ધીર્કબાહુ
સુજાત
કાન્ચનધ્વજ
કુન્દાસ્ય
વિરજસ્સ
યુયુત્સુ
એક  માત્ર પુત્રી : દુસ્સલા 
મહારાજ ધ્રુતરાષ્ટ્રના ૧૦૦ પુત્રો અને એક પુત્રી દુસ્સલા ગાંધારીથી થયા હતા અને એક પુત્ર યુયુત્સુ એક અન્ય સ્ત્રીથી થયેલો ક્યાંક એવું  વર્ણન  છે કે દાસીથી થયેલો પુત્ર હતો. યુયુત્સુ એ કૌરવોના પક્ષમાં યુદ્ધ ના કરીને પાંડવોના પક્ષમાં યુદ્ધ કરેલું.

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?

                માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?  પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ  લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.
                    કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે,  દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખૂબ વખાણ કર્યાં છે.  સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોય છે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
               માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે, કારણકે  "દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને !" પણ શ્રેય તો હંમેશા દીવાને જ મળે છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ?
               બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનોને સાચવવાના હોય છે,   પોતાની માતા મૃત્યુ પામેતો પણ પિતા રડી શકતા નથી, કારણકે બહેનને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતાએ જ કરવાનું હોય છે.
                   જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસપણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
                   દેવકી-યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.
                  રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
                પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે  ''આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે.'' તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતાં હોય છે.
            પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણ કે દીકરીના લગ્ન અને  દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી. પહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટ રૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.
                 પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણ કે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની
લાગે, કારણ કે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
                   દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરત જ “ઓં માં” આ શબ્દો મોઢામાંથી બ્હાર પડે છે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓના વાદ્ળો ઘેરાય ત્યારે પિતા જ યાદ આવે. કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણના પ્રસંગે પિતા એ જ જવું પડે છે
                       પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
              યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે, ખરુંને ? પિતાનું મહત્વ કોને સમજાય છે ?
બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એક એક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી!
સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજમાં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
                  આપણી પાસે તો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતાને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

અભિપ્રાય આપતા પહેલા............

                      અહી બે પ્રેરક પ્રસંગો મૂકું છું જેનાથી આપણને સમજ પડે કે અભિપ્રાય કેવી રીતે અને ક્યારે આપવો, કે આપવો જરૂરી છે?
(૧)
                 એક નવપરિણીત યુગલ નવા મકાન માં રહેવા ગયા. બીજે દિવસે સવારે તેઓ ચા નાસ્તો લઇ રહ્યા હતા ત્યારે અચાનક પેલી નવોઢા એ પડોશણ ને ધોએલા કપડા સુકવતી જોઈ.
એના મોઢા માંથી નીકળી ગયું. જુઓ પેલી આપણી પડોશણ ને કપડા ધોતા નથી આવડતું અથવા એણે કોઈ સારો કપડા ધોવાનો સાબુ ઉપયોગ માં લેવો જોઈએ. એના પતિએ એ જોયું પણ શાંત રહ્યો. જ્યારે જ્યારે પેલી પડોશણ કપડા ધોઈ ને સુકવવા નાખે પેલી નવોઢા સ્ત્રી હંમેશા એવું બોલે જ.  પેલી આપણી પાડોશણને કપડા ધોતા નથી આવડતું.  લગભગ એક માસ વીત્યે પેલી નવોઢા એકદમ આશ્ચર્ય માં પડી ગઈ. એણે જોયું પેલી પડોશણે ધોઈને સુકવવા નાખેલા કપડા એકદમ ચોખ્ખા અને સરસ ધોવાયેલા હતા, એના મોઢામાંથી સહસા નીકળી ગયું   "જુઓ આપણી પડોશણ ને કપડા ધોતા આવડી ગયું, કોને શીખવ્યું હશે?"
પેલી નવોઢાનો પતિ બોલ્યો,  "આજે સવારે વહેલા ઉઠીને મેં આપણી બારીના કાચ સાફ કર્યા છે!" અને આવું જ આપણા જીવન માં પણ બનતું હોય છે : જયારે જોતી વખતે આપણે જે જોઈએ છીએ તે હકીકતમાં હોતું નથી પણ એ આપણે જે નજર રૂપી બારી થી જોઈએ છીએ એ કેટલી ચોખ્ખી છે એના પર આધાર રાખે છે.
(૨)
           એકવાર ટ્રેન (રેલગાડી) માં એક આધેડ પિતાની સાથે એનો યુવાન પુત્ર મુસાફરી કરતા હતા. અને એની સામી બેઠક પર એક બીજો યુવાન બેઠેલો હતો. થોડી થોડી વારે પેલો પિતાની સાથે બેઠેલો યુવાન નાના બાળક ની જેમ ઉત્સાહમાં આવી જઈ એના પિતાને કહે: પપ્પા જુવો પેલા ઝાડ કેટલા ઝડપથી દોડતા જાય છે. પેલી ગાડી કરતા આપણે આગળ નીકળી ગયા વગેરે વગેરે. આ બધું જોઈ ને પેલા  સામેની સીટ પર બેઠેલા  યુવાન ને થોડું અજુકતું લાગ્યું અને એણે પેલા આધેડ મહાશયને કહ્યું, આ તમારા દીકરાની ઉમર શું હશે? પેલા આધેડ વ્યક્તિએ જવાબ આપ્યો ૨૪ વર્ષ. તરત જ પેલા યુવાને સલાહ આપી કે ઘણીવારથી હું જોઈ રહ્યો છું. તમારો દીકરો કૈંક અજુકતું વર્તન કરી રહ્યો છે.  તમને નથી લાગતું એને કોઈ મોટા શહેરમાં લઇ જઈ સારા મનોચિકિત્સકને બતાવવું જોઈએ ?
            તરતજ પેલા પિતાએ કહ્યું હા ભાઈ,  હું એને અત્યારે ડોક્ટર પાસેથી જ લઈને આવી રહ્યો છું પણ કોઈ મનોચિકિત્સક નહિ,  કારણ એ જન્મ થી આંધળો હતો અને કોઈની દાન મળેલી આંખથી આજે જ એ દેખતો થયો છે અને આ બધું એ પહેલી વાર જોઈ રહ્યો છે, માટે એ આવું વર્તન કરી રહ્યો છે.
       પેલા પિતાનો જવાબ સાંભળીને પેલો યુવાન અવાક બની ગયો અને એની પાસે માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો.

                        હમેશા કોઈને માટે કઈ પણ અભિપ્રાય આપતા પહેલા આપણે આપણા મન ની સ્થિતિ ચકાસી લેવી જોઈએ અને આપણી જાતને પૂછી લેવું કે સામેવાળા ની પરિસ્થિતિ શું હશે, સામે વાળાને માટે કઈ પણ બોલતા પહેલા આપણે એનામાં રહેલી સારપ ને જોઈ શકીએ એટલા ચોક્ખા છીએ?

પ્રેરક વાત

              ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું : ‘હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું : ‘પપ્પા, તમે રડો નહીં….. તમે રડો છો તેથી મને પણ રડુ આવે છે !’ આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે.
             કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી. દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે : ‘પપ્પા, હું જાઉં છું….. મારી ચિંતા કરશો નહીં…. તમારી દવા બરાબર લેજો….’ અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી. કવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શકુંતલ’માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે : ‘સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?’
              એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું : ‘આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !’ એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય !
                    અમારા એક અન્ય મિત્રને એકની એક દીકરી છે. મિત્રે એને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. દુર્ભાગ્યે એને પતિ સારો મળ્યો નથી. નાની નાની વાતમાં હાથ ઉપાડે છે. કોકવાર તો પિતાની હાજરીમાંય હાથ ઉપાડી બેસે છે. એકવાર એ દશ્ય નજરે જોયા પછી મિત્રને એવો આઘાત લાગ્યો કે એટેક આવી ગયો. એ દિવસે ડાયરીમાં એમણે લખ્યું જમાઈના હાથે બાપ પોતાની દીકરીને માર ખાતી જુએ છે ત્યારે ગાય પોતાના વાછરડાને કતલખાને વધેરાઈ જતાં જોતી હોય એવું દુઃખ થાય છે ! એમણે એ ઘટના બાદ દીકરીને ત્યાં જવાનું છોડી દીધું. એક દિવસ એમને ત્યાં એમનો ભાણેજ એની પત્ની જોડે આવ્યો. ભાણેજને પણ એક જ દીકરી હતી, જે તેને ખૂબ વ્હાલી હતી. બન્યું એવું કે ભાણેજને કંઈક વાંકુ પડતાં તેણે તેની પત્નીને એક તમાચો મારી દીધો. મિત્ર અસ્વસ્થ થઈ ગયા. તેમણે ભાણેજને પાસે બોલાવી કહ્યું : ‘ભાઈ, તું તારી દીકરીને પ્રેમ કરતો હોય તો તને તારી દીકરીના સોગંદ છે, તારી પત્ની પર કદી હાથ ઉપાડીશ નહીં. આખરે એ પણ કોકની દીકરી છે. એના મા બાપ, ભાઈ-બહેનનો ભર્યો ભાદર્યો પરિવાર છોડી એ તારા ભરોસે આ ઘરમાં આવી છે. એના ચહેરામાં તું તારી દીકરીનો ચહેરો જોજે તારો બધો ગુસ્સો ઓગળી જશે !’
                  હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : ‘અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી. એક લગ્ન સમારંભમાં અમે મિત્રો વચ્ચે બેઠા હતા, ત્યાં એક પરિણીત યુવતીએ એક સ્વાનુભવ કહ્યો. એ યુવતીના પિતા મૃત્યુ પામ્યા હતા. પિયરમાં ભાઈ-ભાભી તરફથી ખાસ પ્રેમ મળતો નહોતો. એ યુવતીએ કહ્યું : ‘મેં ઘણે ઠેકાણે વાંચ્યું છે – માતા વિનાની દીકરી અને દીકરી વિનાનો બાપ કદી સુખી ના હોઈ શકે. આ સાચું હોય તો પણ મારા અનુભવ પરથી મને એવું લાગે છે કે બાપ વિનાની દીકરી પણ એટલી જ કમનસીબ ગણાય ! દીકરી વિનાનો બાપ લાખોપતિ હોય તોય વાત્સલ્યવંચિત હોય છે. પણ બાપ વિનાની દીકરી તો કરોડપતિ હોય તો પણ નિરાધાર જ ગણાય. કેમ કે સંસારમાં સૌનો પ્રેમ મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે !’
                સ્ત્રી જીવનનો પ્રાણવાયુ છે. સંસારનું ચાલક બળ છે. જીવનરથની એ એવી ધરી છે જેના પર દાંપત્ય જીવનની સફળતાનો મુખ્ય આધાર છે. સ્ત્રી-પુત્રી રૂપે, પત્ની રૂપે, મા કે બહેન રૂપે સંસારમાં છવાયેલી છે. સંસારમાંથી સ્ત્રીની બાદબાકી એટલે બાસુંદીમાંથી ખાંડની બાદબાકી…..! દીકરી વિશે એકવાર એક કાલ્પનિક સંવાદ વાંચવા મળ્યો હતો. લગ્નના ફંકશનમાં રસોડાના પાછળના ભાગે એક કંકોત્રી પડી હતી, અને બાજુમાં એંઠી બાજ પડી હતી. તે બંને વાતો કરતાં હતાં. પતરાળ (અર્થાત બાજે) કંકોત્રીને કહ્યું : ‘તું ગમે તેટલી સુંદર હશે તોય લગ્ન બાદ તારી કોઈ જ કિંમત રહેતી નથી !’ કંકોત્રીએ વળતો જવાબ આપ્યો:તો તારી હાલત પણ મારાથી જુદી ક્યાં છે ? તેં લોકોને છત્રીસ પકવાન જમાડ્યા હશે પણ જમણ પત્યા બાદ તુંય એંઠવાડ ભેગી ઉકરડે જઈ પડે છે.’ મિત્રે બંનેને કહ્યું : ‘તમે શીદ લડો છો ? મારી હાલત પણ તમારા જેવી થઈ છે. હું આ દેશનો મતદાર છું. લગ્ન પત્યા બાદ કંકોત્રીની, જમણવાર પત્યા બાદ પતરાળની અને ચૂંટણી પત્યા બાદ મતદારની કોઈ કિંમત રહેતી નથી. ભાગ્યશાળી તો પેલી પરણી રહેલી દીકરી છે જે પિયરમાં પણ પૂજાય છે અને પતિગૃહે પણ ગૃહલક્ષ્મી બની જીવે છે !’
                   દીકરી વહાલનો દરિયો નહીં માબાપ અને સાસરિયાઓ બંને માટે જીવવાનો જરિયો બની રહે છે. ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે...
[‘જનકલ્યાણ’ સામાયિક જૂન-2011માંથી સાભાર.]