Blogger Widgets અરમાન: February 2013

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, February 21, 2013

આરોગ્ય – એક્યુપ્રેશર વડે સારવાર કેવી રીતે ?

                     આપણા શરીર પર કેટલાક બિંદુઓ હોય છે જે બાયોઇલેક્ટ્રીકલ આવેગો પર પ્રતિક્રિયા આપે છે અને ઊર્જાનું વહન પણ કરે છે. જ્યારે આ બિંદુઓ પર દબાણ સર્જવામાં આવે છે ત્યારે એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે જે પીડાને ઓછી કરવાનું અને લોહી અને ઓક્સિજનના પ્રવાહને વધારવામાં મદદરૂપ બને છે. તે શરીરની બીમારી માટે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને સ્નાયુઓને આરામ આપી તેમને તાજામાજા બનાવી દે છે. એટલું જ નહીં આનાથી તણાવ અને ચિંતામાં રાહત મળવામાં મદદ મળે છે અને શરીરને સંતુલન મળવાની પરવાનગી મળે છે.
---- એક્યુપ્રેશરમાં એવું માનવામાં આવે છે કે આપણા શરીરમાં 12 ચેનલ છે, જે તમામ શરીરના દરેક હિસ્સા સાથે સંબંધ ધરાવતી હોય છે. આ ચેનલ ચેતાતંત્ર સાથે જોડાય છે.
---- જ્યારે શરીરના કોઇ ભાગમાં કોઇપણ પ્રકારની અડચણ આવે છે, એક્યુપ્રેશરના માધ્યમથી બળ આ અડચણ દૂર કરે છે અને લોહીનો પ્રવાહ, ઓક્સીજન અને સકારાત્મક ઊર્જાના સમગ્ર પ્રવાહને સુનિશ્ચિત કરે છે.
---- એક્યુપ્રેશર માટે એક કુશળ ડૉક્ટરની આવશ્યકતા હોય છે.
----એક્યુપ્રેશર માત્ર દર્દ દૂર કરવાનો જ નહીં, પણ એક સારું અને સ્થિર જીવન જીવવાનો માર્ગ છે.
----તે સ્નાયુઓની તંદુરસ્તીમાં મદદ કરે છે અને ત્વચાની બનાવટમાં સુધારો લાવવા માટે એક સૌંદર્ય ઉપચાર તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.
---- એક્યુપ્રેશર તમે તમારી અન્ય મેડિકલ સારવારની સાથે પણ કરાવી શકો છો. એક્યુપ્રેશરમાં એક દબાવ  બિંદુ માટે બે સંદર્ભિત ફ્રેમ, કેન્દ્રિય બિંદુ અને ટ્રિગર બિંદુ હોય છે. જ્યારે એક ખાસ બિંદુ પર જોરથી દબાણ સર્જવું હોય ત્યારે કેન્દ્ર બિંદુનો પ્રયોગ થાય છે અને ટ્રિગર બિંદુનો પ્રયોગ બિંદુની નજીકમાં દબાણ લાદવા માટે કરવામાં આવે છે.
---- દરેક બિંદુ અનેક બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે.
                    એક્યુપ્રેશરનો અર્થ છે શરીર પર 12 ચેનલોમાં રહેલા વિશિષ્ટ બિંદુઓ પર પ્રભાવ પાડવો. મુખ્ય ચેનલમાં લગભગ 365 બિંદુઓ હોય છે અને 650 એકલા દબાણ બિંદુઓ હોય છે. માટે જ એક્યુપેશર માટે એક પ્રમાણિત ડૉક્ટરની જરૂર હોય છે. પીઠની પીડા, માથાનો દુખાવો, તણાવ અને એકલતાને દૂર કરવા માટે એક્યુપ્રેશર અત્યંત કારગર છે. પણ ગર્ભવતી મહિલાઓ અને હાઇ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિઓએ આનો પ્રયોગ ન કરવો જોઇએ.
                                 

Wednesday, February 20, 2013

વેલેન્ટાઈન ડે

            
              અમેરિકન  સંત વેલેન્ટાઈનની યાદમાં '૧૪ ફેબ્રુઆરી'નો દિવસ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રેમીઓના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. વેલેન્ટાઈનનો શાબ્દિક અર્થ છે "પ્રેમ-પત્ર". પણ આ દિવસે પ્રણય-નિવેદનને માટે કોઈ પ્રેમ-પત્રની આવશ્યકતા નથી હોતી. પરંતુ જે જેને પ્રેમ કરે છે , સીધો એની સમક્ષ પોતાના પ્યારનો ઈઝહાર એક ફૂલ આપીને કરી શકે છે. આ પ્રણય-નિવેદનને આ દિવસે ન તો કોઈ ખરાબ મને છે કે ન તો કોઈનું અપમાન કરવામાં આવે છે. મૂળ તો આ દિવસ આધુનિક અમેરિકી સભ્યતાનો એક હિસ્સો છે, અને ત્યાંથી જ આ ઉપભોક્તાવાદી સંસ્કૃતિની વિસ્તાર લગભગ પુરા વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. "વેલેન્ટાઈન ડે" કોલેજોમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. પરંતુ તેમાં પ્રેમને બદલે મલીન પ્રેમની અભિવ્યક્તિ હોય છે, પવિત્રતા હોતી નથી. સાચો પ્રેમ શરતી કે વાસનાત્મક હોતો નથી. પતિ-પત્ની, ગુરૂ શિષ્ય, ભક્ત-ભગવાન, બે સાચા મિત્રો વચ્ચે સાચો પ્રેમ વ્યક્ત થતો હોય છે.
              ભારતીય પરંપરામાં પણ આવા પર્વનો ઉલ્લેખ છે. હજારીપ્રસાદ દ્વીવેદીજીનું પુસ્તક બાણભટ્ટની આત્મકથા માં મદનોત્સવનું વિસ્તૃત વર્ણન મળે છે. જેનું આયોજન ખૂબ ધૂમધામથી થતું હતું. તેને વસંતોત્સવ પણ કહેવામાં આવતું હતું. આ ઉત્સવનો આનંદ વસંતપંચમીથી લઈને હોળીના દિવસ સુધી મનાવવામાં આવે છે. નગરના બધા જ યુવક-યુવતીઓ નવીન વસ્ત્ર પહેરી સાજ શ્રુંગાર કરી ગલીઓમાં એકત્ર થઈને ફરતાં હતાં અને હોળીને દિવસે મસ્તી કરતાં કરતાં આ ઉત્સવને અંતમાં વિદાય આપતા હતાં. આ ઉત્સવ દરમ્યાન કેટલાય યુગલ એકબીજા સમક્ષ પ્રણય નિવેદનનો સ્વીકાર કરી લગ્નના બંધનથી બંધાઈ જાય છે. આ રીતે હર્ષોલ્લાસ સાથે આ પર્વ મનાવવામાં આવતું હતું. જે આજની મોડર્ન સોસાયટી માંથી લુપ્ત થવા લાગ્યું છે. પરંતુ ભારતીય આદિવાસીઓ આજે પણ આ પર્વને ઉલ્લાસપૂર્વક ઉજવે છે. જેમાં આદિવાસીઓ પોતાની પેટાજ્ઞાતિ પ્રમાણે આ તહેવાર મનાવે છે. આદિવાસીની એક પ્રજાતિ એને ઘોટુલ ના નામથી મનાવે છે. એમાં ગામકસ્બાના આદિવાસી યુવક-યુવતીઓ ભેગા મળી નાચગાન કરે છે. એમાં એકબીજાને પસંદ કરતાં હોય એવા યુગલ જેઓ લગ્ન કરવા માંગતા હોય તેઓ એક દિવસ પૂરતાં ત્યાંથી ભાગી જાય છે એ તેમના પરિવારજનો તેમને શોધી લાવે છે અને ધામધૂમથી તેમના લગ્ન કરાવે છે. બસ્તર આદિવાસીઓ આ રીતે ઘોટુલ મનાવે છે. (જેન આપણે વેલેન્ટાઈન ડે થી ઓળખીએ છીએ.) આ જ રીતે ઝાબુઆ જાતિ પણ ભાગોરીયા નામથી આ દિવસ મનાવે છે. જે જોડું મેળામાં મળીને ભાગી જાય છે તેના પાછા ફર્યા પછી રીતરીવાજ પ્રમાણે લગ્ન કરાવી અપાય છે. આ એક જ દિવસ આવી છૂટ હોય છે કે તેઓ પોતાના મનપસંદ જીવનસાથીને પસંદ કરી શકે છે. એટલે મૂળભૂત રીતે તો વેલેન્ટાઈન ડે ભારતીય પ્રાચીન રૂપ છે. જેને આજે પણ આદિવાસી પ્રજાએ જીવંત રાખ્યું છે. આ દિવસની એક ખૂબસુરતી એ છે કે આ દિવસે કોઈ પણ પ્રકારના ડર વિના પોતાના પ્રેમને અભિવ્યક્ત કરી શકાય છે અથવા તો કોઈના પ્રણય-નિવેદનનો સ્વીકાર-અસ્વીકાર કરી શકાય છે.
          ખુબસુરત ગુલાબોનો ગુલદસ્તો કે માત્ર એક ગુલાબ આપી પૂછવામાં આવે છે કે વિલ યુ બી માય વેલેન્ટાઈન? કારણ કે આજ તો એ દિવસ છે કે જે ફૂલોની જેમ કોમળ છે. તે ફક્ત ભાવનાઓને વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસ ફક્ત આપવા માટેનો દિવસ છે, લેવા માટેનો નહિ. આ ખૂબસુરત દિવસની ખુબસુરતી વધારે સુંદર બનાવવા માટે કંઇક એવી સુંદર અને ભાવપૂર્ણ યાદોને સજાવવી જોઈએ જે વર્ષભર પોતાની ખુશ્બુ વેરતી રહે અને સામેની વ્યક્તિ સાલભર માત્ર આ જ દિવસનો ઇન્તજાર કરતી રહે.

કાલની દીકરી

કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,
કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,
કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,
માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,
રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,
કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,
ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,
હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,
માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,
બેન સાથે લડતી જગડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,
ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,
પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,
છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,
અમારી લાડો “દીકરી” સાસરીયે જઈ સુખી થઈ ગઈ.
 
લેખક : અજ્ઞાત

Saturday, February 16, 2013

ધર્મ અને વિજ્ઞાન


અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;

અતિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

 

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;

આપણે સિદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

 

પશ્ચિમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

 

જાપાન વિજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;

આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

 

અમેરીકા વૈજ્ઞાનીક અભિગમથી બળવાન બન્યો વિશ્વમાં;

આપણે ધાર્મિક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

 

પશ્ચિમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;

આપણે પુજાપાઠ–ભક્તિ કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

 

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;

આપણે શીતળાનાં મંદિર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

 

પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;

આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચિતામાં..

 

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;

ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

 

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,

સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

 

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

Saturday, February 9, 2013

સુવાક્યો


                                           સુવાક્યો

[૧] આપણે જેટલો વધુ અભ્યાસ કરીશું, તેટલો જ આપણને આપણા અજ્ઞાનનો અહેસાસ થશે.
[૨] જેના અંતરમાં શાંતિ હોય તેણે બાહ્ય વેદના કદી પણ પીડા આપી શકતી નથી.
[૩] ઉઘાડા દુશ્મન સારા કે કંઈ જોખમ નથી હોતું, જે અંગત હોય છે તે પીઠ પાછળ ઘા કરી લે છે.
[૪] ખુશી અને કાર્ય વચ્ચે જોડાણ છે. જ્યાં સુધી એવી અનુભૂતિ ન થાય કે તમે કોઈ ઉપયોગી કાર્ય કરો છો, ત્યાં સુધી પ્રસન્નતા મળી નથી.  જવાહરલાલ નહેરુ
[૫] પોતાના મિત્રોને ચૂપકીદીથી સલાહ આપો, પરંતુ તેની પ્રશંસા ખુલ્લેઆમ કરો.
[૬] સફળતા એને મળે છે જે સાહસ સાથે કાર્ય કરે છે, પરંતુ જે પરિણામોનો વિચાર કરીને ભયભીત રહે છે તેમને ઓછી સફળતા મળે છે.  જવાહરલાલ નહેરુ
[૭] જે સમયને વિતાવવામાં તમને આનંદ આવતો હોય એ સમય વેડફાઈ ગયો ન કહેવાય.  બટ્રાઁન્ડ રસેલ ‍
[૮] જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળવતું નથી.
[૯] બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે તેથી વિશેષ તકો એ ઊભી કરે છે.  -  ફ્રાંસીસ બેકન
[૧૦] આશા નાસ્તાના રૂપમાં સારી છે, ભોજનના રૂપમાં ખરાબ છે. બેકન