Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Saturday, January 12, 2013

હકારાત્મક વલણ ઘડવાના તરીકા

  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
 ભૂલ કરે ત્યારે એકરાર કરી લે છે: એ ભૂલમાં મારી જવાબદારી રહેલી છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
ભૂલ કરે ત્યારે તેમાંથી છૂટી જવા માંગે છે: એમાં મારો કોઈ વાંક નહોતો !


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  જવાબદારી લેવામાં સંકોચ અનુભવતો નથી.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
ઠાલા વચનો આપવામાં હરકત જોતો નથી.

 

  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  અસફળ માણસ કરતાં વધુ કામ કરે છે, અને છતાંય સમય ફાજલ રહે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
જે આવશ્યક અને મહત્વનું હોય તે કરવા માટે સમય મળતો નથી.




  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  પોતાના અખતરામાં અસફળ નીવડે તો તેમાંથી કઇંક શીખી લે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પ્રયોગ કરતાં મુશ્કેલી દેખાવા માંડે કે એને પડતો જ મૂકે છે.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  પોતાની સમસ્યાના ઉકેલ માટે ઊંડાણમાં ઉતરવાનું પસંદ કરે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતાની સમસ્યાની આસપાસ ઘૂમ્યાં કરે છે, પણ તેમાં સોંસરો પ્રવેશતો નથી.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  સમસ્યા વેળા કહે છે: એમાંથી કંઇક રસ્તો નીકળશે. ઉકેલ ખોળી કાઢીએ.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
સમસ્યા વેળા કહે છે કે: એમાં કોઈ ઉકેલ હોય એમ હું માનતો નથી.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  ક્યાં લડત આપવી અને ક્યાં બાંધછોડ કરવી તે સારી પેઠે સમજે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
જ્યાં બાંધછોડ ન કરવી જોઈએ ત્યાં તેમ કરે છે; લડવાનું બિનજરૂરી હોય ત્યાં લડત આપે છે.

  

  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  પોતે જે જાણતો નથી તે સમજવા પ્રશ્નો પૂછે છે; બે મીનીટ મૂરખ દેખાય તો પરવા કરતો નથી.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતે જે જાણતો નથી તે જાણવા કોશિશ કરતો નથી, અને જીવનભર અજ્ઞાન રહેવાનું પસંદ કરે છે.


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  વિચારે છે: આ કામ કરવાની હજીય વધારે સારી રીતરસમ કઈ હોઈ શકે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
કહે છે: આ જ એક રીત છે. વરસોથી અમે આમ જ કરતાં કરતાં આવ્યા છીએ.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  બીજા ભલે તેને નિષ્ણાંત માને તોય તે માનતો હોય છે: મારે હજી ઘણું શીખવાનું બાકી છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતે કેટલું કમી જાણે છે તે સમજતાં પહેલાં જ બીજો તેને નિષ્ણાંત માને એવું ઝંખે છે.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
  જીવનમાં સફળ થવા માટે કિંમત ચૂકવવા હંમેશ તૈયાર હોય છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
જીવનમાં આપમેળે સફળતા મળી જાય એવી આશા રાખે છે.


  
  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
પોતાથી ચડિયાતા હોય તેમનો આદર કરે છે; તેમની પાસેથી શીખવાની કોશિશ ક્રરે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતાથી ચડિયાતા પર રોષ કાઢતા રહે છે; તેની ખોડ શોધવામાં પ્રવૃત રહે છે.


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
ભૂલો કરવાથી ડરવાને બદલે તેને પોતાની કેળવણીનો એક ભાગ ગણી લે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
ભૂલ થવાની બીકે કશી નવી અજમાયેશ કરવા તૈયાર હોતો નથી.



  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
બીજાની નબળાઈ પ્રત્યે સહૃદયી હોય છે, અને પોતાની નબળાઈનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરી લે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
બીજાઓની નબળાઇને તુચ્છકારથી જુએ છે, અને પોતાની નબળાઈનું અસ્તિત્વ જ સ્વીકારવા માંગતા નથી.


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
પોતાની ભૂલ થયે ખેદ અનુભવે છે; તે સુધારી લેવા તત્પર હોય છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
ભૂલ થતાં કહેશે: હા, ભૂલ થઇ પણ જાય અને એની એ ભૂલનું પુનરાવર્તન કરતો રહેશે.
 


  • જેના મનમાં
            સફળતા
                ઘૂમ્યા કરે છે તે
વર્તનમાં નમ્ર રહે છે, છતાં મક્કમતાની લાગણી અનુભવે છે.
  • જેના મનમાં
          અસફળતા
             પછી ગઈ છે તે
પોતાની નબળાઈ ઢાંકવા ખાતર જીદનું શરણું લેતો હોય છે.

No comments:

Post a Comment