Blogger Widgets અરમાન: ''જીન્દગી એટલે ? ''

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, December 13, 2012

''જીન્દગી એટલે ? ''

                ''જીન્દગી એટલે ? ''

જીન્દગી ઈશ્વરની બક્ષીસ છે.             - તેને સ્વીકારો.
જીન્દગી દુ:ખમય છે.                         - તેને જીવી જાણો.
જીન્દગી કર્તવ્ય છે.                           - તેને પાળી બતાવો.
જીન્દગી કરૂણામય છે.                      - તેનો સામનો કરો.
જીન્દગી રહસ્યમય છે.                     - તેને અકબંધ રાખો.
જીન્દગી એક ગીત છે.                      - તેને ગાઓ / માણો.
જીન્દગી સંઘર્ષ છે.                           - તેનો સામનો કરી બતાવો.
જીન્દગી એક સફર છે.                     - તેને પૂર્ણ કરો.
જીન્દગી એક તક છે.                       - તેને ઝડપી લો.
જીન્દગી એક સટ્ટો છે.                      - તેને ખેલી લો.
જીન્દગી એક સાહસ છે.                  - તેને આહવાન આપો.
જીન્દગી એક કોયડો છે.                  - તેને ઉકેલી લો.
જીન્દગી એક અસ્મિતા છે.              - તેને અનુભવો.
જીન્દગી એક સુખમય છે.               - તેને માની લો.
જીન્દગી એક લક્ષ્ય છે.                   - તેને હાંસલ કરી લો.
જીન્દગી એક નાટક છે.                  - તેને ભજવી જાણો.
જીન્દગી એક સ્વપ્ન છે.                 - તેનો અનુભવ કરો.
જીન્દગી એક કિતાબ છે.                - તેને વાંચો.
જીન્દગી એક ખેલ છે.                    - તેને રમી જાણો.
જીન્દગી એક શતરંજ છે.               - તેને જીતી જાણો.
જીન્દગી એક મંદિર છે.                  - તેને શણગારો.
જીન્દગી એક પડકાર છે.               - તેની સામે બાથ ભીડો.
જીન્દગી એક મહાસાગર છે.          - તેમાં તરી બતાવો.

1 comment: