Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, December 24, 2012

ધોરણ - 8  વિજ્ઞાન અને ટેકનોલોજી  વિષયના બીજા સત્રના પ્રતિનિધિરૂપ હેતુઓ:---
  1. વિદ્યાર્થીઓ ઓક્સિજન વાયુ, કાર્બનડાયોક્સાઈડ વાયુ, હાઈડ્રોજન વાયુ અને નાઈટ્રોજન વાયુ બનાવે અને તેના ભૌતિક ગુણધર્મો જાણે.
  2. વિદ્યાર્થીઓ ઓક્સિજન વાયુ, કાર્બનડાયોક્સાઈડ વાયુ, હાઈડ્રોજન વાયુ અને નાઈટ્રોજન વાયુના ઉપયોગો જાણે.
  3. વિદ્યાર્થીઓ O2, CO2, H2, અને N2 વાયુઓની બનાવટ અને તેમના રાસાયણિક ગુણધર્મોમાં આવતાં ઉપયોગી રાસાયણિક સૂત્રોની પ્રાથમિક સમજ મેળવે.
  4. વિદ્યાર્થીઓ O2, CO2, H2, અને N2 વાયુઓની બનાવટ અને તેમના રાસાયણિક ગુણધર્મોમાં આવતાં ઉપયોગી રાસાયણિક સમીકરણોની પ્રાથમિક સમજ મેળવે.
  5. વિદ્યાર્થીઓ પરમાણુરચના વિષે સામાન્ય સમજ મેળવે.
  6. વિદ્યાર્થીઓ  તત્વના પરમાણુક્રમાંક જાણી તેના પરથી તત્વના પરમાણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન અને કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી વિષે જાણે.
  7.  વિદ્યાર્થીઓ ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિષે જાણે.
  8. વિદ્યાર્થીઓ ધાતુઓ અને અધાતુઓના ભૌતિક  અને રાસાયણિક ગુણધર્મો  પરથી ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત જાતે તારવે.
  9.  વિદ્યાર્થીઓ ધાતુઓ અને અધાતુઓના ઉપયોગો વિષે જાણે.
  10. વિદ્યાર્થીઓ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વડે વસ્તુઓના પ્રતિબિંબો કેવી રીતે રચાય છે, તેની જાણકારી મેળવે
  11. વિદ્યાર્થીઓ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના ઉપયોગો જાણે.
  12. વિદ્યાર્થીઓ પ્રજનનતંત્ર અને ઉત્સર્જનતંત્રના અંગો, તેમના શરીરમાં સ્થાન અને તેમના કાર્ય વિષે જાણે.
  13. વિદ્યાર્થીઓ  જલદ દહન, મંદ દહન, સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન વિષે પ્રાથમિક સમજ મેળવે.
  14. વિદ્યાર્થીઓ  અગ્નિશામક દળ (ફાયરબ્રિગેડ) અને 108 એમ્બ્યુલન્સ સેવાની કામગીરી વિષે જાણકારી મેળવે.
  15. વિદ્યાર્થીઓ  અશ્મિબળતણ, તેના પ્રકાર અને તેમના ઉપયોગો વિષે જાણે.
  16. વિદ્યાર્થીઓ  સૌર-ઊર્જાની અગત્યતા સમજે.
  17. વિદ્યાર્થીઓ  સૌર-ઉપકરણોની રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગ વિષે જાણકારી મેળવે.
  18. વિદ્યાર્થીઓ  પ્લાસ્ટીકનો કચરો કઈ રીતે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે તે સમજે.
  19. વિદ્યાર્થીઓ  પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ કેળવવા માટે શાળા કક્ષાએ ઇકો ફ્રેન્ડલી વીકની ઉજવણી કરે.
  20. વિદ્યાર્થીઓ  ઈ-વેસ્ટ અને બાયોમેડિકલ વેસ્ટ વિષે તથા તેના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા વિષે માહિતી મેળવે.

No comments:

Post a Comment