Blogger Widgets અરમાન: November 2012

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, November 26, 2012

નિપુણ



ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો:
  1. શાળામાં જળ જાળવણી માટે તમે કઈ પ્રવૃતિઓ કરશો?
  2.  'મેડીકલ વેસ્ટ' કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે?
  3.  અંગ્રેજી કેળવણીથી ભારતને લાભ થયો. કેવી રીતે?
  4. હિંદી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો.
  5.  બંગાળાના ભાગલાના શા પરિણામ આવ્યા?
  6. નર્મદા યોજના એ ઘણી મહત્તવની યોજના છે. તેનાથી કોઈ નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહિ. આવો ચૂકાદો શા માટે આપ્યો? એના વિશે ચર્ચા કરી જણાવો.
  7. સર્વોચ્ચ અદાલતના કાર્યો જણાવો.
  8. સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિઓની પરંપરા, નિરક્ષરતા દૂર કરવા શું કરવું જોઈએ?
  9. ખેડા સત્યાગ્રહ અને ચંપારણ સત્યાગ્રહ વચ્ચેની સામ્યતા અને તફાવતની ચર્ચા કરો.
  10. 'અસહકારનું આંદોલન' પર ટૂંકનોંધ લખો:
  11. આતંકવાદ વિશે ટૂંકનોંધ લખો.
  12. બેકારી દૂર કરવાના ઉપાયો જણાવો.
  13. ભારતમાં કઈ વિદેશી કંપનીઓ સયુંકત સાહસ કરવા લાગી છે? તેનાંથી ભારતના કયા ક્ષેત્ર પર અસર પડી? ઉદાહરણ સાથે સમજાવો.
  14. 'સવિનય કાનૂનભંગ' વિશે ટૂંકનોંધ લખો.
  15. 'હિંદ છોડો ચળવળ' વિશે ટૂંકમાં પરિચય આપો.
  16. દેશી રાજ્યોનું વિલીનીકરણ વિશે ટૂંકમાં સમજાવો.
  17. ભારતનું બંધારણ વિશે ટૂંકનોંધ લખો.
  18. કેન્દ્ર સરકારને રાજ્યોની પુનર્રચના શા માટે કરવી પડી?
  19. હાલનું ગુજરાત રાજ્ય અત્યારે મુંબઈ રાજ્ય હોત તો શું થાત? ચર્ચા કરો.
  20. આફ્રિકાની આબોહવા અને વનસ્પતિ વિશે ટૂંકનોંધ લખો.
નીચેના વિષે ટૂંકનોંધ લખો:
  1. સ્વામી વિવેકાનંદ
  2. જ્યોતિબા ફૂલે
  3. લોકમાન્ય તિલક
  4. ભગતસિંહ
  5. ચંદ્રશેખર આઝાદ
  6. વાલીપણા સમિતિ
  7. યુનિસેફ
  8. સલામતી સમિતિના કાર્યો 
ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના વિધાનોના કારણો આપી સમજાવો:
  1. લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી થવાનો રિવાજ બંધ કરતો કાયદો ઘડ્યો.
  2. દયાનંદ સરસ્વતીએ 'શુદ્ધિકરણનીચળવળ' ચલાવી.
  3. ભગતસિંહ ક્રાંતિકારી પ્રવૃતિઓમાં જોડાયા.
  4. ભગવતીશરણનાં પત્ની દુર્ગાબહેન ઇતિહાસમાં દુર્ગાભાભી તરીકે જાણીતાં થયાં.
  5. માનવ સંસાધનને રાષ્ટ્રની મહત્વની મૂડી ગણી શકાય.
  6.  સિક્કિમ રાજ્યમાં વસ્તી ઓછી છે.
  7.  ઉત્તર પ્રદેશમાં વસ્તી વધારે પ્રમાણમાં છે.
  8. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો.
  9. સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  10. સ્વતંત્ર ભારતના બંધારણને 26 મી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવ્યું.
  11. ભારતમાં બધી જ સમસ્યાનું મૂળ વસ્તીવિસ્ફોટ છે.
  12. ભ્રષ્ટાચારથી મોંઘવારી વધે છે.
  13. સરકારે ખાનગીકરણની નીતિ અપનાવી છે.
  14. ભારતમાં સેવા ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.
  15. ઇંગ્લેન્ડની સરકારે ગોળમેજી પરિષદો યોજી.
  16. 'હિન્દ છોડો ચળવળ' દરમ્યાન કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી.
  17. દાંડીકૂચ વિશ્વમાં ઐતિહાસીક લડત ગણાય છે.
  18. નિ:શસ્ત્રીકરણ એ વિશ્વ માટે તાતી જરૂરિયાત છે.
  19. સલામતી સમિતિના કાયમી સભ્યને 'વીટો' સત્તા આપવામાં આવી છે.
  20. 'માનવહકો' ને સારો પ્રતિસાદ મળ્યો છે.
  21. ભારતને આઝાદી મળી તેની સાથે નિરાશ્રીતોનો પુન:વસવાટનો પ્રશ્ન ઊભો થયો.
  22. હૈદરાબાદ સામે લશ્કરી પગલાં ભરવા પડ્યા.
  23. ગાંધીજીની ના હોવા છતાં ભારતના ભાગલાનો નિર્ણય સ્વીકારવો પડ્યો.
  24. ઝાંઝીબારને લવિંગનો ટાપુ કહે છે.
  25. મૃત સમુદ્રમાં ડૂબી જવાતું નથી. 
ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:
  1. રાજા રામમોહનરાયે બ્રિટીશ સરકારને કઈ કઈ ભલામણો કરી?
  2. રામકૃષ્ણમિશન દ્વારા સમાજમાં કયા કયા કર્યો કરવામાં આવે છે?
  3. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા શાથી ઊભી થઇ છે?
  4. તમને કેવું વાતાવરણ ગમે? કેમ?
  5. જળપ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.
  6. આઝાદ હિંદ ફોજને સંપૂર્ણ સફળતા મળી હોત તો શું થાત?
  7. લોકમાન્ય તિલકે 'ગણેશચતુર્થી' અને શિવાજીજયંતી' ઊજવવાનું શા માટે શરૂં કર્યું?
  8. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઇ?
  9. સુભાષચંદ્ર બોઝ જાપાન કઈ રીતે પહોચ્યા?
  10. લોકપાલ બિલ એટલે શું?
  11. ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ?
  12. સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ બનવા માટેની લાયકાત જણાવો.
  13. ખુદીરામ બોઝને ફાંસી શા માટે આપવામાં આવી?
  14. આઝાદીની લડત વખતે તમે હો તો તમે દેશની આઝાદી માટે શું યોગદાન આપ્યું હોત?
  15. કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલ છે? શાથી?
  16. છેલ્લા દાયકાનો વસ્તીવૃદ્ધિદર ઘટવાના કયા કયા કારણો હોઈ શકે?
  17. સ્થળાંતર એટલે શું?
  18. સત્યાગ્રહના મહત્વના પાસાંઓ કયા કયા હતા?
  19. ભારતમાં ખિલાફત આંદોલન શા માટે થયું?
  20. નિરક્ષરતા દૂર કરવા સરકારે કેવા કેવા ઉપાયો કર્યા છે?
  21. ભાવવધારાથી આમપ્રજાને શી હાડમારી વેઠવી પડે છે?
  22. ભ્રષ્ટાચાર અને લાંચરુશ્વતથી થતી અસરો જણાવો.
  23. આતંકવાદનો સામનો આપણે કેવી રીતે કરી શકીએ?
  24. તમારા ઘરમાં આવકના પૈસાનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે લખો.
  25. સયુંકત સાહસ ઉદ્યોગ એટલે શું?
  26. ખેતપેદાશો વધારવા સરકારે કયા કયા પગલાં લીધા છે?
  27. વૈશ્વિકીકરણ એટલે શું?
  28. બીજી ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ?
  29. કેબિનેટ મિશનમાં કઈ કઈ દરખાસ્તો હતી?
  30. ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી?
  31. વિશ્વમાં શાંતિની જરૂર શા માટે હોય છે?
  32. આજના વિશ્વ માટે વિકટ પ્રશ્નો કયા કયા છે?
  33. જો કોઈ ઝઘડાખોર રાષ્ટ્ર સલામતી સમિતિના આદેશનો અનાદર કરે તેવા સંજોગોમાંઆ સમિતિ શું કરે છે?
  34. સયુંકત રાષ્ટ્રોના મહામંત્રીનું પદ ખૂબ જવાબદારીવાળું છે. શા માટે?
  35. વિશ્વબેંકની કામગીરી જણાવો.
  36. યુનેસ્કોના બે કાર્યો જણાવો.
  37. ભારતની આઝાદી સમયે કઈ સમસ્યા પડકારરૂપ હતી?
  38. હિંદ સ્વાતંત્ર્યધારામાં મુખ્ય જોગવાઈઓ કઈ કઈ હતી?
  39. જવાહરલાલ નહેરુએ ગાંધીજીની હત્યાના સમાચાર આકાશવાણી પર કયા શબ્દોમાં આપ્યા?
  40. મહાગુજરાત ચળવળ શા માટે શરૂ થઇ?
  41. ગોવાની મુક્તિ માટે ભારત સરકારે લશ્કરી કાર્યવાહી શા માટે કરવી પડી?
  42. એશિયામાં સૌથી વધુ વરસાદ અને સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે?
  43. એશિયા ખંડમાં આવેલી અજાયબીઓના નામ જણાવો. 
 ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ આપો:
  1. દયાનંદ સરસ્વતીના વિચારો દેશના લોકો સુધી શા માટે પહોંચી શક્યા? 
  2. દિલ્હીના બાદશાહે ઈ.સ. 1830 માં રાજા રામમોહનરાયને શા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા?
  3.  રાજા રામમોહનરાયે ભારતના લોકોને કઈ કેળવણી લેવાનો અનુરોધ કર્યો?
  4. 'વેદ તરફ પાછા વળો' સૂત્ર કોણે આપ્યું?
  5. સ્વામી વિવેકાનંદનું સંન્યાસ ધારણ કર્યા પહેલાનું નામ શું હતું?
  6. સ્વામી વિવેકાનંદે યુવાનોને કયું સૂત્ર આપ્યું?
  7. મુસ્લિમ સમાજસુધારણામાં કોણે કોણે ફાળો આપ્યો છે?
  8. પારસી સમાજસુધારકોના નામ જણાવો.
  9. પૂનામાં કન્યાશાળા ક્યારે અને કોણે શરૂં કરી?
  10. પંચમહાલમાં ભીલોને દારૂની બદીથી કોણે મુક્ત કરાવ્યા?
  11. પ્રદૂષણ એટલે શું?
  12. હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે?
  13. ધ્વનીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે?
  14. ગાંધીજીએ સામુદાયિક સ્ત્રોત કોણે કહ્યા છે?
  15. ઘોંઘાટથી મનુષ્ય પર શી અસર થાય છે?
  16. રાષ્ટ્રવાદ એટલે શું?
  17. જહાલવાદ એટલે શું? તેનાં નેતાઓના નામ જણાવો.
  18. બંગભંગનો દિવસ કઈ રીતે ઊજવવામાં આવ્યો?
  19. હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી?
  20. હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી?
  21. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો?
  22. સુભાષચંદ્ર બોઝે ક્યા ક્યા સુત્રો આપેલા?
  23. કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી?
  24. લખનૌ કરાર કોની કોની વચ્ચે થયા?
  25. મવાળવાદી નેતાઓના નામ જણાવો.
  26. ન્યાયતંત્રની જરૂર શા માટે છે?
  27. અંગ્રેજોના સમયમાં સર્વોચ્ચ અદાલત ક્યા નામે ઓળખાતી?
  28. લોકપાલ બીલની જરૂર શા માટે જણાય છે?
  29. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?
  30. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણુંક કોણ કરે છે?
  31. સર્વોચ્ચ અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે?
  32. જાહેરહિતની અરજી અયોગ્ય જણાય તો અદાલત શું કરી શકે?
  33. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને તેમના પદ પરથી ક્યારે દૂર કરી શકાય?
  34. રાજ્યમાં બધી અદાલતોમાં કઈ અદાલત સર્વોપરી છે?
  35. વીર સાવરકરે ક્યુ પુસ્તક લખ્યું હતું?
  36. ધારાસભામાં બોમ્બ કોણે ફેંક્યો હતો?
  37. આર્યસમાજના મંદિર ઉપર થયેલ હુમલો કોણે અટકાવ્યો હતો?
  38. બાળક ચંદ્રશેખરે પોતાનું નામ શું બતાવ્યું?
  39. વાસુદેવ બળવંત ફડકેએ કઈ પ્રતિજ્ઞા લીધી હતી?
  40. ખુદીરામ બોઝને ક્યા ગુના માટે ફાંસીની સજા આપવામાં આવી?
  41. ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી?
  42. ભગતસિંહ અને સાથીઓએ ક્યું ધ્યેય સ્વીકાર્યું હતું?
  43. શ્યામજી કૃષ્ણવર્માની ક્રાંતિકારી પ્રવૃતિઓમાં કોનો કોનો સાથ હતો?
  44. હાલમાં ભારતમાં ક્યા નેતાએ ક્રાંતિકારી વિચારોનો ફેલાવો કર્યો છે?
  45. માનવીનું આરોગ્ય એટલે શું?
  46. દેશની વસ્તીમાં કેટલાં પ્રકારના પરિવર્તન જોવા મળે છે? ક્યા ક્યા?
  47. સત્તાવાર ભાષાનો દરજ્જો કે ભાષાઓને આપવામાં આવેલો છે?
  48. સાક્ષર વ્યક્તિ કોને કહી શકાય?
  49. ઈ.સ. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ સાક્ષરતાનો દર કેટલો છે? સ્ત્રી-પુરુષની સાક્ષરતાનો દર જણાવો.
  50. વસ્તીગીચતા ક્યાં ઓછી જોવા મળે છે?
  51. વસ્તીવધારાને કારણે કઈ સમસ્યાઓ પેદા થાય છે?
  52. માનવશક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે?
  53. વસ્તીવૃદ્ધિદર નીચો જવાનું મુખ્ય કારણ કયું છે?
  54. સૌથી ઓછી વસ્તી ધરાવતા પાંચ પ્રદેશોના નામ જણાવો.
  55. મહાત્મા ગાંધીએ કોના માટે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો હતો?
  56. ક્યા બનાવને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું?
  57. બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોની આગેવાની કોણે લીધી હતી?
  58. ગાંધીજીએ ક્યા કાયદાને કાળો કાયદો કહ્યો?
  59. કઈ ઘટનાએ ભારતના લોકોને સ્તબ્ધ કરી દીધા?
  60. ભારતમાં જોવા મળતી આંતરિક સમસ્યાઓના નામ જણાવો.
  61. આતંકવાદને કેવી સમસ્યા ગણી શકાય?
  62. વસ્તીવિસ્ફોટથી કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે?
  63. ભ્રષ્ટાચારની વ્યાખ્યા લખો.
  64. ઝુંપડપટ્ટીમાં કેવી સમસ્યા ઊભી થાય છે?
  65. આતંકવાદની અસરો જણાવો.
  66. નિરક્ષરતા દૂર કરવા કયો કાયદો ઘડ્યો છે?
  67. દૂધ કોણે પીવું જોઈએ?
  68. ખેડૂત હેલ્પલાઈન નંબર કયો છે?
  69. પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલ બે પ્રવૃત્તિ જણાવો.
  70. દ્વિતીય ક્ષેત્રની પ્રવૃતિના બે ઉદાહરણો આપો.
  71. સેવા ક્ષેત્રની પ્રવૃતિઓના નામ જણાવો.
  72. ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી?
  73. દાંડી ક્યાં આવેલું છે?
  74. બ્રિટીશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે બોલાવી?
  75. ઈ.સ. 1942 માં ગાંધીજીએ ભારતીય જનતાને શો આદેશ આપ્યો?
  76. 'હિન્દ છોડો' ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો?
  77. હિન્દને સંપૂર્ણ સ્વરાજ્ય આપવાની જાહેરાત કોણે કરી?
  78. 'સીધા પગલાં દિન' કોણે ઉજવ્યો?
  79. પ્રથમ વિશ્વયુદ્ધ કયા ગાળામાં લડાયું હતું?
  80. માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે?
  81. યુનો દિન ક્યારે ઊજવાય છે?
  82. માનવઅધિકાર એટલે શું?
  83. યુનોનું સૌથી મહત્વનું અંગ કયુ છે?
  84. કઈ સંસ્થા વિશ્વના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે કટિબદ્ધ છે?
  85. વિશ્વ આરોગ્ય સંસ્થાનો હેતુ શો છે?
  86. સયુંકત રાષ્ટ્રોના મુખ્ય અંગો ક્યા ક્યા છે?
  87. નિ:શસ્ત્રીકરણ શા માટે જરૂરી છે?
  88. હાલમાં સયુંકત રાષ્ટ્રોના મહામંત્રી કોણ છે?
  89. મુસ્લિમ લીગની લાહોર મુકામે યોજાયેલ અધિવેશનમાં શાની માંગણી કરતો ઠરાવ થયો?
  90. દેશી રજવાડાંઓને ભારત સાથે જોડવાની જવાબદારી કોણે સોંપવામાં આવી?
  91. ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો?
  92. ઈ.સ. 1947 માં વાઈસરોય તરીકે ભારતમાં કોણ આવ્યું?
  93. રાજા હરિસિંહ કોણ હતા?
  94. ફ્રેન્ચ શાસન હેઠળ ભારતના ક્યા ક્યા વિસ્તાર હતાં?
  95. શ્રીનગર કઈ કઈ બાબતો માટે જાણીતું છે?
  96. મહાગુજરાતના આંદોલનના પ્રણેતા કોણ હતાં?
  97. પોર્ટુગલના લોકોના કબજામાં ભારતના ક્યા ક્યા વિસ્તાર હતાં?
  98. ભારતની હાલની મુખ્ય ત્રણ સમસ્યાઓ જણાવો.
  99.  એશિયામાં આવેલા રણપ્રદેશોના નામ જણાવો.
  100. ભારતના પડોશી દેશોના નામ જણાવો.
  101. આફ્રિકા ખંડમાંથી મળતી ખનિજોનાં નામ જણાવો.
  102. યુફ્રેટિસ અને તૈગ્રિસનું મેદાન ક્યા દેશમાં આવેલું છે?
  103. કઈ નહેરે એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધાં છે?
  104. ઠંડા પ્રદેશની કામધેનુ તરીકે કોને ઓળખવામાં આવે છે?
  105. શંકુદ્રુમ જંગલોમાં ક્યા આકારના વૃક્ષો થાય છે? બે વૃક્ષોના નામ જણાવો.
ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
  1. ઠક્કરબાપાએ 'પંચમહાલ ભીલ સેવામંડળ' ની સ્થાપના કરી.
  2. દિલ્હીમાં ખાલસા કોલેજની સ્થાપના કરવામાં આવી.
  3. સર સૈયદ અહમદખાને વહાબી આંદોલન ચલાવ્યું.
  4. રાજા રામમોહનરાયે આર્ય સમાજની સ્થાપના 1875 માં કરી હતી.
  5. રામકૃષ્ણ મિશન મઠના અનુયાયીઓએ 'જનસેવા એ જ પ્રભુસેવા' ની મંત્ર અપનાવ્યો છે.
  6. કવિ મલબારીએ પારસીસમાજમાં 1891 માં લગ્ન માટે સંમતિવયનો કાયદો ઘડાવ્યો હતો.
  7. જ્યોતિબા ફૂલે કેરલના સમાજસુધારક અને સંત હતાં.
  8. 'અખિલ હિંદ હરિજન સંઘ' ના મંત્રી તરીકે ગાંધીજીએ સેવા આપી હતી.
  9. ઈ.સ. 1875 માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના થઇ હતી.
  10. સ્વામી વિવેકાનંદે હિંદુધર્મમાં શુદ્ધિ ચળવળ ચલાવી હતી.
  11. હવાના વધુ પડતા પ્રદૂષણથી ગૂંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે.
  12. વાહનોના ધ્વનિ નિયંત્રણ માટે P.V.C. નો કડક અમલ કરાવવો જોઈએ.
  13. આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
  14. વિશ્વ પર્યાવરણ દિન 5 મી સપ્ટેમ્બરે ઊજવવામાં આવે છે.
  15. પ્રદૂષણ માનવજીવન માટે અનિવાર્ય છે.
  16. અંગ્રેજોની આર્થિક નીતિઓએ ભારતને સમૃદ્ધ બનાવ્યું.
  17. તાર, ટપાલ, રેલવે અને અંગ્રેજી કેળવણીના લીધે ભારતને પરોક્ષ રીતે લાભ થયો.
  18. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન દિલ્હીમાં યોજાયું હતું.
  19. હિંદી રાષ્ટ્રીય મહાસભાના ઈ.સ. 1907 માં સુરત અધિવેશનમાં ભાગલા પડી ગયા.
  20. બંગાળાના ભાગલા પાડવા પાછળ અંગ્રેજોનો હેતુ ભારતનું કલ્યાણ કરવાનો હતો.
  21. ઈ.સ. 1907 માં બંગાળામાં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરુ કરવામાં આવી.
  22. 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે હું મેળવીને જ જંપીશ' એવું ગોપાલકૃષ્ણ ગોખલેએ કહ્યું હતું.
  23. ઈ.સ. 1939 માં દ્વિતીય વિશ્વયુધ્ધની શરૂઆત થઈ.
  24. 4 જુલાઈ, 1943 ના રોજ 'આઝાદહિંદ ફોજ' ના સર્વોચ્ચ નેતા તરીકે ગાંધીજીની વરણી કરવામાં આવી.
  25. લાલા લજપતરાયને 'શેર-એ-પંજાબ' ની નામના મળી હતી.
  26. ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
  27. મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેરહિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  28. ન્યાય વ્યવસ્થામાં સામાન્ય વ્યક્તિ કોઈ પણ તાકાતવર વિરુદ્ધમાં કેસ જીતી શકતી નથી.
  29. ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના ત્રણ અંગોમાંનું મહત્વનું અંગ છે.
  30. હાલમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશપદે સતીષ હોમી કાપડિયા છે.
  31. ભગતસિંહે ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી હતી.
  32. ચંદ્રશેખરે 'ઇન્કલાબ ઝિંદાબાદ' નો નારો આપ્યો.
  33. ઈ.સ. 1966 માં વીર સાવરકર અવસાન પામ્યા.
  34. શહીદ વીર કિનારીવાલાનું સ્મારક અમદાવાદમાં આવેલુ છે.
  35. અંગ્રેજ અફસર કાયલીના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી.
  36. .બોમ્બ પરીક્ષણ કરવા જતાં ભગવતીશરણ વોરાના પત્નીનું અવસાન થયું હતું.
  37. ઈ.સ. 2011 માં થયેલી વસ્તીગણતરી આઝાદી પછીની સાતમી વખતની હતી.
  38. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
  39. વસ્તીવધારો દેશનો આર્થિક વિકાસ ઝડપી બનાવે છે.
  40. બાળલગ્ન, નિરક્ષરતા અને ગરીબી જેવા પરિબળો વસ્તીવધારા માટે જવાબદાર છે.
  41. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ઔદ્યોગીક વિસ્તારો અને મેદાન વિસ્તારોમાં જોવા મળે છે.
  42. ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર એ વસ્તી અટકાવવામાં ઉપયોગી બને છે.
  43. જાતિપ્રમાણની દ્રષ્ટિએ કેરલ અગ્રસ્થાને છે.
  44. ગુજરાતમાં દર હજાર પુરુષોએ 918 સ્ત્રીઓનું પ્રમાણ છે.
  45. ખેડા સત્યાગ્રહ ગાંધીજીએ અંગ્રેજ સરકારની વિરુદ્ધ કર્યો હતો.
  46. 13 મી એપ્રિલે જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે બેફામ ગોળીબાર કરાવ્યો.
  47. ઈ.સ. 1914 માં રોલેટ એક્ટ ઘડાયો.
  48. ગાંધીજીએ ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો.
  49. બોરસદ સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી.
  50. અસહકારની લડત સફળ રહી.
  51. ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તીવિસ્ફોટ છે.
  52. ભ્રષ્ટાચાર એ સમાજનું મોટામાં મોટું દૂષણ છે.
  53. કમ્પ્યુટર કાર્યપ્રણાલીથી બેકારીમાં વધારો થાય છે.
  54. મોંઘવારી આમ પ્રજા માટે આશીર્વાદરૂપ છે.
  55. લાંચરુશ્વત વિરોધી બ્યુરો નિરક્ષરતાની તપાસ કરે છે.
  56. આતંકવાદીનો ઉદેશ શ્રેષ્ઠ અને પવિત્ર હોય છે.
  57. ઉદારીકરણ અને ખાનગીકરણે વૈશ્વિકીકરણને જન્મ આપ્યો છે.
  58. રિલાયન્સની કંપની જાહેર ક્ષેત્રની મોટી કંપની છે.
  59. પશુપાલન એ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.
  60. સયુંકત ક્ષેત્રમાં સરકારનું ઉદ્યોગો પર વર્ચસ્વ જળવાઈ રહે છે.
  61. જાહેર ક્ષેત્રમાં નિશ્ચિત કરેલા કલાકો સુધી જ કામ કરવાનું હોય છે.
  62. તીવ્ર સ્પર્ધા થવાથી માલ-સામાનની ગુણવત્તા જળવાઈ રહે છે અને ઓછા ભાવે ચીજો મેળવી શકાય છે.
  63.  જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ.
  64. ઈ.સ. 1939 માં બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં પાકિસ્તાનને જોડી દીધું.
  65. 'હિંદ છોડો આંદોલન' માં ગાંધીજીએ ફ્રેન્ચોને તાત્કાલિક ભારત છોડવાની ચેતવણી આપી.
  66. ભારત છોડીને ચાલ્યા જવાની બ્રિટિશ પાર્લામેન્ટની જાહેરાતને ગાંધીજીએ સૌથી ઉમદા કૃત્ય તરીકે આવકારી.
  67. 'સીધા પગલાં દિન' મુસ્લિમ લીગે 15 ઓગસ્ટ, 1947 ના રોજ ઉજવ્યો.
  68. ઈ.સ. 1968 ના વર્ષને આંતરરાષ્ટ્રીય માનવહક વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું હતું.
  69. યુનિસેફ્નું વડું મથક પેરિસમાં આવેલું છે.
  70. યુદ્ધો અટકે તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે યુનો જેવી સંસ્થાની જરૂર પડે છે.
  71. પ્રથમ વિશ્વયુદ્ધ પછી સયુંકત રાષ્ટ્રોની સ્થાપના થઇ.
  72. ભારતમાં દર વર્ષે 10 મી ડિસેમ્બરે 'માનવઅધિકાર દિન' ની ઊજવણી કરવામાં આવે છે.
  73. ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો.
  74. હૈદરાબાદનો શાસનકર્તા નિઝામ હતો.
  75. બંધારણના પ્રમુખપદે ડૉ. બાબાસાહેબ આંબેડકર હતાં.
  76. 26 મી જાન્યુઆરીને આપણે સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવીએ છીએ.
  77. 14 ઓગસ્ટ, 1947 ના રોજ ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યું.
  78. રવિશંકર મહારાજે મહાગુજરાત ચળવળની આગેવાની લીધી હતી.
  79. 'રાજ્ય પુનર્રચના પંચ' ની નિમણૂક કરી ફઝલઅલીને અધ્યક્ષપદે નીમવામાં આવ્યા.
  80. પોંડિચેરી, કરૈક્લ(તમિલનાડુ) પર પોર્ટુગીઝોનો અંકુશ હતો.
  81. ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું.
  82. ભારત અને પાકિસ્તાન બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો નથી.
  83. એશિયા ખંડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે.
  84. ચેરાપુંજી ભારતના અસમ રાજ્યમાં આવેલું છે.
  85. જાપાની લોકો ચામડાના તંબુમાં રહે છે.
  86. ઉનાળામાં મધ્ય એશિયામાં તાપમાન ઊંચું રહે છે.
  87. આરબ લોકો ઉનાળામાં ગરમ કપડાં પહેરે છે. 
ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો
  1. ............................ સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો.
  2. દયાનંદ સરસ્વતિએ ............................. નામના ગ્રંથની રચના કરી.
  3. 'રાશ્ત ગોફતાર' નામનું સામયિક ........................ સંસ્થાએ શરું કર્યું.
  4. જ્યોતિબા ફૂલેએ .............................  ની સ્થાપના કરી.
  5. રાજા રામમોહનરાયનું અવસાન ........................ માં થયું.
  6. મોટા જહાજો અને સબમરીનો દરિયામાં .................... નું પ્રદૂષણ ફેલાવે છે.
  7. ઉપજાઉ જમીન ઓછી થતાં ................... ની તંગી ઊભી થવાની શક્યતા છે.
  8. મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાથી ધ્વનિનું ....................... થાય છે.
  9. પ્લાસ્ટિક જમીનમાં .............. નથી અને જમીન બગાડે છે.
  10. વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી વાતાવરણમાં ..................... વાયુ વધી રહ્યો છે.
  11. ભારતના લોકોને લોકશાહીની પ્રેરણા .................. સંગ્રામમાંથી મળી.
  12. સર એલન ઓક્ટોવિયમ હ્યુમનના પ્રયત્નોથી ડિસેમ્બર 1885 માં ...............ની સ્થાપના કરવામાં આવી.
  13. ઈ.સ. ............... માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી.
  14. ઈ.સ. ............... માં હોમરૂલ ચળવળ શરુ થઇ.
  15. લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ ......................... અને ...................... વર્તમાનપત્રો શરું કર્યા.
  16. શ્રીમતી એની બેસન્ટે તેમના સાપ્તાહિક .................... માં ગૃહ સ્વરાજ મેળવવા સંબંધી લેખો લખ્યા.
  17. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસની સામે ................... નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો.
  18. 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' સુત્ર ......................... એ આપ્યું હતું.
  19. મુસ્લિમ લીગની સ્થાપના ઈ.સ. ................... માં ઢાકામાં થઈ હતી.
  20. કોંગ્રસ અને મુસ્લિમ લીગ વચ્ચે ઈ.સ.  1916 માં ...................... મુકામે સમજૂતી કરાર થયા.
  21. વંદે માતરમ્ ગીતના રચયિતા ................................ હતાં.
  22. સમગ્ર ભારતીય પ્રજાના હિતને લગતી અરજીને ....................... કહે છે.
  23. રાજ્યો અને રાજ્યો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વિવાદો .................... માં ઉકેલવામાં આવે છે.
  24. ..................... હકોના પાલન માટેના અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે.
  25. ..................... અદાલતે આપેલા ચુકાદા બધી અદાલતો માટે નમૂનારૂપ ગણાય છે.
  26. .................... અદાલતથી ઉપર બીજી કોઈ અદાલત હોતી નથી.
  27. ધારાસભામાં બોમ્બ ફેંકવામાં ભગતસિંહ સાથે ..................... જોડાયા હતાં.
  28. મેડમ કામાએ સૌપ્રથમ ભારતનો ................. ધ્વજ ફરકાવ્યો હતો.
  29. મદનલાલ ધીંગરાએ ............................. ને ગોળીથી વીંધીને હત્યા કરી.
  30. રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ ................... ની કવિતાઓએ પૂરું પાડ્યું.
  31. ગંગાના પાણીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને ....................... ઉથલાવી દેતો.
  32. ઈ.સ. 2011 ની વસ્તીગણતરી દરમિયાન ગીચતાનો દર ........................ નોંધાયેલ છે.
  33. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત .................... ક્રમે છે.
  34. ભારતમાં .................... ધર્મ પાળનારની સંખ્યા વધુ છે.
  35. 2011 ની વસ્તીગણતરી મુજબ ગુજરાતમાં જાતિપ્રમાણ ....................... છે.
  36. દુનિયાની કુલ વસ્તીના આશરે ..................... ટકા વસ્તી ભારતમાં વસે છે.
  37. બધા જ રાજકીય સંગઠનોએ ........................ કમીશનનો બહિષ્કાર કર્યો.
  38. મહાત્મા ગાંધી .................... આંદોલનની વિરૂદ્ધમાં હતાં.
  39. ચંપારણના ..................... ગામમાં રહીને ગાંધીજીએ લડત ચલાવી.
  40. ગાંધીજીએ .................... ને કાળો કાયદો કહ્યો.
  41. દક્ષિણ આફ્રિકામાં ..................... ની સરખામણીમાં ભારતીયોને બહુ ઓછા હકો ભોગવવા મળતાં.
  42. ઇસ્લામ ધર્મના ધાર્મિક વડાને .................... તરીકે ઓળખવામાં આવતા હતાં.
  43. તમામ સમસ્યાઓના મૂળમાં .......................... જવાબદાર છે.
  44.  ચીજવસ્તુના ભાવવધારાને ....................... કહેવાય.
  45. આતંકવાદ એ ..................... સમસ્યા છે.
  46. ................... એટલે વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર.
  47. ................... દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે.
  48. ................... અને .................... ને પ્રાદેશિક સમસ્યા ગણી શકાય.
  49. વૈશ્વિકીકરણના પગલે ભારતના બજારમાં ................... પોતાના રમકડાં બજારમાં મૂક્યા છે.
  50. રિલાયન્સ, ટોરન્ટ, કેડીલા .................. ક્ષેત્રની કંપનીઓ છે.
  51. ભારતે ઈ.સ. ......................... થી ઉદારીકરણની નીતિ અપનાવી છે.
  52. ...................... ની નીતિને સરકારે પ્રોત્સાહન આપતાં જાહેર સાહસો નબળાં પડ્યા છે.
  53. મત્સ્ય ઉદ્યોગને .................... ક્ષેત્રનો ઉદ્યોગ કહી શકાય.
  54. વ્યક્તિ સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ ..................... ની પસંદગી કરી.
  55. દાંડીકૂચનો માર્ગ ..................... કિમી લાંબો હતો.
  56. ગાંધીજીએ સવિનય કાનૂનભંગની શરૂઆત ................. નો કાયદો તોડીને કરી.
  57. ગાંધીજીએ ................ લડત વખતે 'કરેંગે યા મરેંગે' નું સૂત્ર આપ્યું.
  58. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે .................... એ હાજરી આપી.
  59. આંતરરાષ્ટ્રીય અદાલતમાં ................................. એ સેવા આપી હતી.
  60. ઈ.સ. ............................. માં યુનોની સ્થાપના થઇ.
  61. સયુંકત રાષ્ટ્રોની સલામતી સમિતિનાં કાયમી સભ્યને નકારાત્મક મત આપવાની સત્તાને .............. કહે છે.
  62. યુનિસેફનું મુખ્ય કાર્યાલય ................. માં આવેલું છે.
  63. હાલમાં સલામતી સમિતિમાં .................. દેશો કાયમી સભ્યો છે.
  64. બંધારણની રચના ઈ.સ. ........................ માં કરવામાં આવી હતી.
  65. સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવશ્રી .................. દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી.
  66. ભારતના ભાગલાની યોજના વાઈસરોય ........................ એ રજૂ કરી.
  67. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ....................... બન્યા.
  68. ભારતનું બંધારણ ......................... ના દિવસે અમલમાં આવ્યું.
  69. મદ્રાસ રાજ્યમાંથી .................... ભાષી રાજ્ય અલગ કરવા આંધ્રપ્રદેશના લોકોએ આંદોલન કર્યું.
  70. ગુજરાત રાજ્યનો શુભારંભ ................... ના હસ્તે થયો.
  71. ભારત અને પાકિસ્તાન વચ્ચે ..................... ના પ્રશ્ને ભારે તંગદિલી છે.
  72. મુંબઈમાં આવેલી .................. દુનિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટીમાંની એક છે.
  73. તાશ્કંદ અને સિમલા કરાર ભારત અને ................... વચ્ચે થયા.
  74. ભારત સરકારે ...................... ને મુક્ત કરવા 'ઓપરેશન વિજય' શરૂ કરવાનો નિર્ણય કર્યો.
  75. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટેભાગે ......................... નું બનેલું છે.
  76. નાઇલ નદી ......................... ના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે.
  77. કેન્યામાં ...................... જાતિના લોકો રહે છે.
  78. આફ્રિકાના જંગલોમાં ઝૈર અને કોંગો નદીના કિનારે ..................... લોકો રહે છે.
  79. માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ ...................... મીટર છે.
  80. ડૂબકી મારવા છતાં ........................ સમુદ્રમાં ડૂબી જવાતું નથી.

Saturday, November 24, 2012


ધોરણ ૮ માટે ઉપયોગી બીજા સત્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અગત્ય઼ની પ્રશ્નાવલી:---
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 
    1. ચૂનાના તાજાં નીતર્યા પાણીમાં થોડો સમય સુધી કાર્બન ડાયોક્સાઈડ પસાર કરતાં તે દૂધિયું બનેલું દેખાય છે.
    2. પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર રાખે છે.
    3. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે.
    4. તત્વનો પાયાનો એકમ પરમાણુ છે જ્યારે સંયોજનનો પાયાનો એકમ અણું છે.
    5. ઘડિયાળી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે.
    6. અશ્મિ બળતણ પુનઃ અપ્રાપ્ય ઉર્જાસ્ત્રોત છે.
    7. પેટ્રોલ, ડીઝલ જેવા પદાર્થોનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ.
    8. પ્લાસ્ટીકનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે.
    9. પર્યાવરણની જાળવણી કરવી આપણી નૈતિક ફરજ છે.
 તફાવતના બે-બે મુદા લખો:
  1. અણુ અને પરમાણુ
  2. પરમાણુ અને આયન
  3. પ્રોટોન અને ઇલેક્ટ્રોન
  4. ધાતુ અને અધાતુ
  5. બહિર્ગોળ કેન્દ્ર અને અંતર્ગોળ કેન્દ્ર
  6. મૂત્રપિંડ અને મૂત્રાશય
  7. શુક્રપિંડ અને અંડપિંડ
  8. સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન
  9. પેટ્રોલ અને ડીઝલ
ધોરણ ૮ માટે ઉપયોગી બીજા સત્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અગત્ય઼ની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો:
  1. પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ બનાવવાનો પ્રયોગ સમજાવો.
  2.  ફેફસાના રોગના દર્દીને રાહત આપતા દબાણ પંપની કાર્યપદ્ધતિ સમજાવો.
  3. ઓક્સિજન વાયુના રાસાયણિક ગુણધર્મો લખો.
  4. કાર્બન ડાયોક્સાઈડ વાયુના રાસાયણિક ગુણધર્મો લખો.
  5. અગ્નિશામક સિલિન્ડરની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો.
  6. ઓક્સિજન વાયુના ઉપયોગો લખો.
  7. કાર્બન ડાયોક્સાઈડ વાયુના ઉપયોગો લખો.
  8. હાઈડ્રોજન વાયુના ઉપયોગો લખો.
  9. નાઈટ્રોજન વાયુના ઉપયોગો લખો.
  10. પરમાણુની રચના આકૃતિ દોરી સમજાવો.
  11. પરમાણુમાં ઈલેકટ્રોનની ગોઠવણી ઉદાહરણ આપી સમજાવો.
  12. સંયોજન કેવી રીતે બને છે? ઉદાહરણ દ્વારા સમજાવો.
  13. તત્વના પરમાણુમાંથી (i)ધન આયર્નનું નિર્માણ (ii)ઋણ આયર્નનું નિર્માણ ઉદાહરણ આપી સમજાવો.
  14. બે તત્વના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અણુ કઈ રીતે બને છે તે ઉદાહરણથી સમજાવો.
  15. ધાતુના રાસાયણિક ગુણધર્મો એક-એક ઉદાહરણથી સમજાવો.
  16. અધાતુના રાસાયણિક ગુણધર્મો એક-એક ઉદાહરણથી સમજાવો.
  17. ધાતુના તત્વો અને અધાતુ તત્વોના ગુણધર્મો એકબીજાથી કઈ રીતે જુદા પડે છે તે ઉદાહરણથી સમજાવો.
  18. મિશ્રધાતુ એટલે શું? તેની વિશેષતા લખી ઉદાહરણ આપો.
  19. ઓક્સિડેશન-રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો અને તે પરથી રેડોક્ષ પ્રક્રિયા સમજાવો.
  20. 'આપણાં જીવનમાં ધાતુઓ અને અધાતુઓ' આ વિષય પર વિસ્તૃત નોંધ લખો.
  21.  બહિર્ગોળ લેન્સની પરિકલ્પના સમજાવતો પ્રયોગ વર્ણવો.
  22. બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં આકૃતિ દોરી નીચેના પારિભાષિક શબ્દો સમજાવો:  વક્રતાકેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર, વક્રતાત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ
  23. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર્લંબાઈ શોધવાના પ્રયોગનું વર્ણન કરો.
  24. બહિર્ગોળ લેન્સ બનાવવાનો પ્રયોગ વર્ણવો.
  25. બહિર્ગોળ લેન્સથી વસ્તુનું પ્રતિબિંબ મેળવવા કયા કિરણોનો ઉપયોગ થાય છે તે આકૃતિ દોરી સમજાવો.
  26. સાદા ટેલિસ્કોપનીબનાવટ સમજાવી તેના વડે દેખાતી દૂરની વસ્તુનું અવલોકન નોંધો.
  27. એપિસ્કોપ બનાવવાની રીત આકૃતિ દોરી સમજાવી, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે જણાવો.
  28. ટૂંકનોંધ લખો: પુરુષનું પ્રજનનતંત્ર
  29. ટૂંકનોંધ લખો: સ્ત્રીનું પ્રજનનતંત્ર
  30. મનુષ્યના ઉત્સર્જનતંત્રની આકૃતિ દોરી તેના મુખ્ય અંગો વિશે નોંધ લખો.
  31. દહન માટે ઓક્સિજન જરૂરી છે તે સમજાવતો પ્રયોગ વર્ણવો.
  32. પદાર્થ તેના જ્વલનબિંદુ કરતાં નીચા તાપમાને ન સળગે તે સમજાવતો પ્રયોગ વર્ણવો.
  33. મીણબત્તીની જ્યોતના વિભાગો સમજાવો.
  34. ખનીજ કોલસાના પ્રકાર સમજાવો.
  35. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન આકૃતિ દોરી સમજાવો.
  36. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરતાં મળતા પદાર્થો વિશે સમજૂતી આપો.
  37. ટૂંકનોંધ લખો: સૂર્યકૂકર
  38. સૂર્યકૂકરના ફાયદા અને મર્યાદાઓ જણાવો.
  39. ટૂંકનોંધ લખો: સોલર વોટર હીટર
  40. સોલર સેલનો સિધ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ જણાવો.
  41. સોલર સેલનાઉપયોગો અને મર્યાદાઓ જણાવો.
  42. ટૂંકનોંધ લખો: સોલર ડ્રાયર
  43. પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા બાદ નકામા કચરાનું શું કરવું જોઈએ?
  44. હોસ્પિટલમાં વપરાતી કચરાપેટીનો રંગ, તેમાં નાખવામાં આવતા કચરાનો પ્રકાર અને નિકાલની વ્યવસ્થા જણાવો. 
ધોરણ ૮ માટે ઉપયોગી બીજા સત્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અગત્ય઼ની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:  
  1. ઓક્સિજન વાયુના ભૌતિક ગુણધર્મો લખો.
  2. પ્રયોગશાળામાં ઓક્સિજન વાયુ બનાવવાની એક રીત સમીકરણ સહિત ટૂંકમાં સમજાવો.
  3. હાઇડ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો લખો.
  4. પરમાણું વિશે ટૂંક નોંધ લખો.
  5. પરમાણુંક્રમાંક કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો.
  6. પરમાણું કક્ષા વિશે ટૂંક નોંધ લખો.
  7. સંયોજકતા ઉદાહરણ આપી સમજાવો.
  8. પરમાણુંકેન્દ્ર વિશે ટૂંક નોંધ લખો.
  9. ધાતુના ભૌતિક ગુણધર્મો લખો.
  10. અધાતુના કોઇ પણ પાંચ ભૌતિક ગુણધર્મો લખો.
  11. ધાતુના ઉપયોગો લખો.
  12. કાર્બનના ઉપયોગો લખો.
  13. ફોસ્ફરસના ઉપયોગો લખો.
  14. સલ્ફરના ઉપયોગો લખો.
  15. લેન્સ એટલે શું? લેન્સના પ્રકાર જણાવો.
  16. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ કોને કહે છે?
  17. અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર આકૃતિ દ્વારા સમજાવો.
  18. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને 2F પર મૂકતાં મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ આકૃતિ દોરી જણાવો.
  19. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F અને 2F ની વચ્ચે મૂકતાં મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ આકૃતિ દોરી જણાવો.
  20.  બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર F અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે મૂકતાં મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ આકૃતિ દોરી જણાવો.
  21. અંતર્ગોળ લેન્સથી રચાતું પ્રતિબિંબ આકૃતિ દોરી સમજાવો.
  22. આપણા જીવનવ્યવહારમાં લેન્સનો ઉપયોગ થતો હોય તેવા સાધનો જણાવો.
  23. બહિર્ગોળ લેન્સ દ્વારા સૂર્યનું બિંદુવત્ પ્રતિબિંબ મેળવો. આ પ્રતિબિંબ મેળવવા તમે શું કર્યું? તેની વિગત નોંધો.
  24. પ્રજનન એટલે શું? તેનું મહત્વ ઉદાહરણથી સમજાવો.
  25. શુક્રપિંડ વિષે માહિતી આપો.
  26. લિંગી અંત:સ્ત્રાવોનું મહત્વ જણાવો.
  27. છોકરાઓમાં તરુણાવસ્થા દરમ્યાન થતાં ફેરફારો જણાવો.
  28. છોકરીઓમાં તરુણાવસ્થા દરમ્યાન થતાં ફેરફારો જણાવો.
  29. સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ સમજાવો.
  30. ઉત્સર્જન એટલે શું? ઉત્સર્જન અંગો એટલે શું?
  31. બિનઉપયોગી અને હાનિકારક પ્રવાહી પદાર્થોને શરીરની બહાર કાઢવા કેમ જરૂરી છે?
  32. ઉત્સર્જનતંત્ર એટલે શું? મનુષ્યના ઉત્સર્જનતંત્રના મુખ્ય અંગો જણાવો.
  33. ઉત્સર્જનમાં ફેફસાંના કાર્યો જણાવો.
  34. ઉત્સર્જનમાં ત્વચાનો ફાળો જણાવો.
  35. દહન એટલે શું? દહનના બે પ્રકારો જણાવો.
  36. દહનશીલ પદાર્થ એટલે શું? દહનશીલ પદાર્થોના ઉદાહરણ લખો.
  37. અદહનશીલ પદાર્થ એટલે શું? અદહનશીલ પદાર્થોના ઉદાહરણ લખો.
  38. મંદ દહન એટલે શું? મંદ દહનનું ઉદાહરણ આપો.
  39. પદાર્થના દહન માટે કઈ ત્રણ બાબતો આવશ્યક છે?
  40.  દહનશામક પદાર્થ એટલે શું? દહનશામક પદાર્થો જણાવો.
  41. વિદ્યુતથી લાગેલી આગ બુઝાવવા પાણી શા માટે વપરાતું નથી?
  42. સંપૂર્ણ દહન સમજાવો.
  43. અપૂર્ણ દહન સમજાવો.
  44. ફાનસ/પ્રાયમસ/ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે?
  45. રસોઈ કરવા બીજા બળતણ કરતાં એલ.પી.જી./પી.એન.જી. શા માટે સારું બળતણ છે?
  46. આપેલા પદાર્થોના ઉપયોગો લખો: પેટ્રોલિયમ, પેટ્રોલ, કેરોસીન, એલ.પી.જી.
  47. ખનીજ કોલસાનું નિર્માણ કેવી રીતે થયું?
  48. પેટ્રોલીયમનું નિર્માણ કેવી રીતે થયું?
  49. પેટ્રોલ, ડીઝલ જેવા પદાર્થોનો વિવેકપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરશો?
  50. પેટ્રોલિયમના બળતણ તરીકે ઉપયોગના ફાયદા જણાવો.
  51. પેટ્રોલિયમના બળતણ તરીકે ઉપયોગના ગેરફાયદા જણાવો.
  52. સૂર્ય-ઊર્જા વિશે નોંધ લખો.
  53. સોલર વોટરહીટરના ફાયદા અને મર્યાદાઓ જણાવો.
  54. સૌર ઉપકરણ વાપરવાના ફાયદાની નોંધ કરો.
  55. પેરાબોલિક સુર્યકૂકરના ફાયદા અને મર્યાદાઓ જણાવો.
  56. પ્રદૂષણના મુખ્ય પ્રકારો જણાવો.
  57. પ્રદૂષકો એટલે શું? મુખ્ય પ્રદૂષકો જણાવો.
  58. પ્લાસ્ટિકનો વપરાશ ક્યાં ક્યાં જોવા મળે છે?
  59. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું કરશો? નોંધ કરો.
  60. ઈ-વેસ્ટના ઉપયોગ જણાવો.
  61. બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ ન કરવામાં આવે તો શું થાય?
ધોરણ ૮ માટે ઉપયોગી બીજા સત્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અગત્ય઼ની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ આપો:  
  1. હવામાં રહેલા ક્યાં વાયુઓ સજીવસૃષ્ટિ માટે ઉપયોગી છે?
  2. ક્યા વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે? 
  3. ધાતુના ઓકસાઈડ કેવો ગુણધર્મ ધરાવે  છે?
  4. અધાતુના ઓકસાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે?
  5. સૂકો બરફ એટલે શું? તેનો ઉપયોગ લખો.
  6. બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે?
  7. તત્વ એટલે શું?
  8. ન્યૂક્લીયસ કોને કહે છે?
  9. પરમાણુંક્રમાંક કોને કહે છે?
  10. ઇલેક્ટ્રોન રચના કોને કહે છે?
  11. કક્ષા એટલે શું?
  12. પરમાણુંકેન્દ્રનું વજન ક્યા ઘટકોને કારણે હોય છે?
  13. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે?
  14. ક્યાં તત્વોના પરમાણું તેની બાહ્ય કક્ષાના ઇલેકટ્રોનની ભાગીદારી કરે છે?  
  15. સંયોજકતા એટલે શું?
  16. ક્યાં તત્વોના પરમાણુંઓ ઋણ આયન બનવાનું વલણ ધરાવે છે? 
  17. કેવા તત્વો ચળકાટ ધરાવે છે?
  18. હલકી ધાતુઓના ચાર નામ જણાવો.
  19. આયનીકરણ એટલે શું?
  20. સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના જણાવો.
  21. કલોરિનની ઇલેક્ટ્રોન રચના જણાવો.
  22. મેગ્નેશિયમની પટીને હવામાં મીણબતીની જ્યોત પર સળગાવતા તે કેવી રીતે સળગે છે?
  23. લોખંડનો કાટ શું છે?
  24. ધાતુઓ એસીડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે?
  25. ધાતુઓના કોઈ પણ બે ઉપયોગો જણાવો.
  26. રિડક્શન એટલે શું?
  27. રેડોક્ષ પ્રક્રિયા કોને કહે છે?
  28. મિશ્રધાતુ એટલે શું?
  29. મિશ્રધાતુ "કાંસુ" ના ઘટકો જણાવી, તેની વિશેષતા લખો.
  30. મિશ્રધાતુ "સ્ટેનલેસ સ્ટીલ" ના ઘટકો જણાવી, તેની વિશેષતા લખો.
  31. મિશ્રધાતુ "નિટીનોલ" ના ઘટકો જણાવી, તેની વિશેષતા લખો. 
  32. લેન્સ કોને કહે છે?
  33. બે પ્રિઝમના પાયા પાસપાસે રહે તે રીતે ગોઠવી તેની પર લેસર દ્વારા પ્રકાશ આપાત કરતાં શું જોવા મળે?
  34. બહિર્ગોળ વસ્તુને ક્યા સ્થાને મૂકીએ તો પ્રતિબિંબ આભાસી મળે?
  35. લેન્સની કેન્દ્રલંબાઈ એટલે શું?
  36. ક્યા લેન્સમાં મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે?
  37. સાદા ટેલીસ્કોપનો ઉપયોગ લખો.
  38. કયો લેન્સ અભિસારી છે?
  39. કયો લેન્સ અપસારી છે?
  40. પ્રજનન એટલે શું?
  41. પુરુષ પ્રજનનતંત્રના મુખ્ય અંગો કયા છે?
  42. મનુષ્યમાં શુક્રપિંડનું સ્થાન જણાવો.
  43. વીર્ય એટલે શું?
  44. સ્ત્રી પ્રજનનતંત્રના અંગો જણાવો.
  45. ગ્રીવા કોને કહે છે?
  46. મનુષ્ય શરીરમાં બિનઉપયોગી અને હાનિકારક પદાર્થ તરીકે શું ઉત્પન્ન થાય છે?
  47. મનુષ્ય ઉત્સર્જનતંત્રના મુખ્ય અંગો જણાવો.
  48. મૂત્રવાહીની કોને કહે છે?
  49. ત્વચામાં કઈ ગ્રંથી આવેલી છે?
  50. દહન એટલે શું?
  51. બળતણનું સંપૂર્ણ દહન ક્યારે થાય?
  52. બળતણનું અપૂર્ણ દહન ક્યારે થાય?
  53. દહનશામક પદાર્થ એટલે શું?
  54. જ્વલનબિંદુ એટલે શું?
  55. આગ પર કાબુ મેળવવા કઈ બે બાબતો જરૂરી છે?
  56. મીણબત્તીની જ્યોતના કેટલા વિભાગો હોય છે?  ક્યા ક્યા ?
  57. મીણબત્તીની જ્યોતના ક્યા વિભાગમાં સૌથી વધુ ગરમી ઉત્પન્ન થાય છે?
  58. મીણબત્તીની જયોતનો સૌથી બહારનો વિસ્તાર કઈ જ્યોતથી સળગે છે?
  59. મીણબત્તીની જયોતનો મધ્ય વિસ્તાર ક્યા રંગની જ્યોતથી સળગે છે?
  60. અશ્મિ બળતણ એટલે શું?
  61. અશ્મિ બળતણના પ્રકાર કેટલા છે?  ક્યા ક્યા?
  62. ખનીજ કોલસાના પ્રકાર જણાવો.
  63. કયો કોલસો બ્રાઉન કોલસા તરીકે ઓળખાય છે?
  64. તાપવિદ્યુત મથકો અને રેલ્વેમાં કયા કોલસાનો ઉપયોગ થાય છે?
  65. બિટુમીન કોલસામાંથી શું બનાવવામાં આવે છે?
  66. વિભાગીય નિસ્યંદનની ટાંકીમાંથી સૌથી ઉપરના ભાગેથી શું છૂટું પડે છે? તે કયા તાપમાને મળે છે?
  67. કયા તાપમાને પેટ્રોલ છૂટું પડે છે?
  68. 2600  સે તાપમાને કયો પદાર્થ છૂટો પડે છે?
  69. વિભાગીય નિસ્યંદનને અંતે કયો પદાર્થ બાકી રહે છે?
  70. સૌર ઉપકરણ કોને કહે છે?
  71. સોલર કૂકરનો સિધ્ધાંત જણાવો.
  72. ગરમ પાણી કયા સોલર ઉપકરણથી મળે છે?
  73. ખેડા જિલ્લાના કલ્યાણપુરામાં કેટલા કિલોવોટનો સોલર પ્લાન્ટ છે?
  74. ગુજરાતમાં કયા સ્થળોએ ચાર કિલોવોટ ક્ષમતાવાળો સોલર પ્લાન્ટ આવેલો છે?
  75. પેરાબોલિક સુર્યકૂકરમાં કેટલું તાપમાન મેળવી શકાય છે?
  76. પેરાબોલિક સુર્યકૂકરમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે?
  77. પ્રદૂષણ એટલે શું?
  78. પ્રદૂષકો એટલે શું?
  79. પર્યાવરણની જાળવણી અને જાગૃતિ કેળવવા શાની ઉજવણી કરી શકાય?
  80. કપડાને વિઘટન થતા કેટલો સમય લાગે છે?
  81. ધાતુઓને વિઘટન થતા કેટલો સમય લાગે છે?
  82. ઈ-વેસ્ટ કોને કહે છે? ઉદાહરણ આપો.
  83. દવાખાનામાં દર્દીઓની સારવાર માટે વપરાતી તીક્ષ્ણ વસ્તુઓ કઈ કઈ છે?
  84. બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાથી શું ફાયદા થાય છે?

Friday, November 16, 2012

ચાલો જીવન બદલીએ....

તમે સવારે જાગો છો ત્યારે 
કેટલા  આનંદમાં છો
એના  પર આખા દિવસનો આધાર છે.
તમારો  ભૂતકાળ
ગમેં તે હોય-
પણ  તમારું ભવિષ્ય
કોરી  પાટી જેવું છે.
તેના પર કેવા અક્ષર પાડવા
એનો અધિકાર તમારો પોતાનો છે
ચાલો આપણે બધા
આ નવા વર્ષની કોરી પાટી પર
પ્રેમ, સુખ, સહયોગ અને
સૌહાદર્યના અક્ષર પાડીએ.
ક્ષમાભાવને ‌‍હૃદયે ધરી
યશ, કિર્તી, સિદ્ધિ અને
સફળતાની કામના કરીએ......
એ જ શુભકામના







વિજય પ્રાપ્ત થવાના થોડા સમય અગાઉ

મહાન યોદ્ધાઓને પણ મેદાન છોડવાની
ઈચ્છા થઈ આવે છે.
 કોઈ વાર નવા જ  આકર્ષણમાં
મન લોભાય છે
અને તપશ્વર્યા અધૂરી રહી જાય છે.
આ દુનિયામાં પરાજયના ભયના કારણે
સ્પર્ધાથી જ દૂર રહેનારા લોકો છે
તો વળી
પરાજયની પરવા વિના ઝનૂનપૂર્વક
જાનની બાજી લગાવનારા મરજીવાઓ પણ છે.
તમને ખબર છે - મેદાનમાં યુદ્ધ જીતતા પહેલાં
ચક્રવ્યૂહને શીખી લેવાનો મહિમા છે.
કારણ કે માનવજાતને
વારંવાર સાતમાં કોઠામાં હારવું
પોસાય તેમ નથી.
યાદ રાખો, જીતનો પ્રારંભિક અર્થ છે સાવધાની.
ગમે  તેવા વિષમ સંજોગોમાં પણ
તમો તમારી જિંદગીના મેદાનમાં ટકી રહેજો,
મેદાન છોડવું  એ તો
પરાજયથી પણ મોટો પરાજય છે.







 



 સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય નથી.
માત્ર  વધુ મજૂરી કરવાથી સફળતા મળી જતી નથી,
સફળતા  સહજ  છે
 સમજણ પૂર્વકના પ્રયત્નોથી...
ઘણીવાર  સફળતા
આપણી  નજર સામે જ હોય છે પણ
આપણું એ તરફ ધ્યાન હોતું નથી.
સફળતા  મેળવવા માટે
સક્રિય બનો - જાગૃત રહો -
પ્રમાણિકતા-ખંત અને ધીરજ ધરો,
ટોળાથી આગળ રહી તાકો ઊંચું નિશાન...
ભૂતકાળ ભૂલો - વર્તમાનમાં જીવો
અને ભવિષ્ય પર ભરોસો રાખો...
વિજય માટે કૃતનિશ્વયી બની
અંત સુધી સંઘર્ષ કરો...
હંમેશા યાદ રાખજો
સફળતાનો મુખ્ય આધાર
તમારી તીવ્ર મનોકામના છે.


 



આ વિશ્વમાં પરિસ્થિતિને
કોઈ બદલતું નથી ત્યાં સુધી
એ બદલાતી નથી.
ઉમદા કાર્ય તો સત્યની પડખે રહેવું તે છે !!!!
સત્ય લાવશે ખ્યાતિ અને લાભાલાભ...
સત્યને સંઘરશે બહાદૂર અને હિંમતવાન...
સત્ય તો તેમને મન ધરતી અને આભ...
કાયર તો ઊભો રહેશે ખૂણે...
શંકાથી ભર્યો  ભર્યો...
પણ
સત્યના ઉપાસકો જ આખરે તર્યા...
પારદર્શક પ્રમાણિકતા જ આખરે પોંખાય...
અયોગ્ય અને નકામી બાબતોથી
જે ડરી જાય તે બહાદૂર શાનો ?
જેનું ઉમદા દિલ ધડકતું રહે સદૈવ
ઉત્તમ કાર્યો કરવા...
અને જે ઝઝૂમતો રહે, વજ્જરની છાતી લઈ
ભમે જોખમો સામે નખશીશ પ્રમાણિકતા સાથે
તેવા માણસને નમે સૌ... 




 



પ્રેમ હોય છે ક્યારેક નવજાત શિશુના હોઠ જેવો
કુમળો ગુલાબી ગુલાબી
પ્રેમ હોય છે  ક્યારેક મધ્યાહ્નનના સૂર્યકિરણ જેવો
બળબળતો ધીખતો આકરો,
પ્રેમ હોય છે  ક્યારેક મરૂભૂમિની રેતી જેવો...
શુષ્ક ખરબચડો ઝાંખો.
પ્રેમ હોય છે  ક્યારેક દરિયાની ભરતી જેવો
ઉછળતો ભર્યો ભર્યો ભીંજવતો
પ્રેમ હોય છે  ક્યારેક નદીના ઘોડાપૂર જેવો  
ડહોળાયેલો ધસમસતો તાણી જતો
પ્રેમ હોય છે  ક્યારેક ઘટાદાર વૃક્ષ જેવો
પર્ણ પર્ણ ઝળુંબતો છાયો પાથરતો
પ્રેમ ક્યારેક કેવળ પ્રેમ જેવો જ હોય છે
ચાલો આવા નિર્મળ પ્રેમને
નિર્વ્યાજપણે સૌ સુધી વહાવી
પરિતૃપ્તિનો પરિચય કેળવીએ...

જે  પૂણ્ય કરે તે દેવ બની જાય...
જે  પાપ કરે તે પશુ બની જાય...
પરંતુ  પ્રેમ કરે તે માનવ બની જાય...



 


 કદાચ તમે ઈશ્વર સન્મુખ નહિ થાશો તો ચાલશે,
પણ  તમારા ટીકાકારોથી વિમુખ ન થશો.
એમની વચ્ચે શક્ય એટલો સમય તમારી જાતને મૂકજો,
એનાથી તમે વિશુદ્ધિને પામશો,
જે  દિવસે તમને તમારા વિવેચકોની ઉપેક્ષા કરવાનું મન થશે
તે  દિવસથી તમારા ભવિષ્યના માર્ગો
સાંકડા થવા લાગશે.
જ્યાં સુધી ટીકાકારોને આદર આપવા માટેના
આંખ - કાન તમે જાળવશો,
ત્યાં સુધી તમારો વિકાસ ચક્રવૃદ્ધિ રહેશે.
જો તમને તમારી ટીકા કરનારા ઉત્તમ શિક્ષકો ન મળ્યા હોય,
તો આ ટીકાકારોને જ તમો
શ્રેષ્ઠ શિક્ષકો માની લેજો.
લીમડા કડવા હોય છે,
પણ એનો છાંયો શીતળ જ હોય છે.
નિંદક નિયરે રાખીએ....








કોઈને માટે તમારે કંઈ કામ કરવાનું થાય
ત્યારે એ તકને તમારા જીવનની ધન્યતા માનજો.
કારણ કે એમાંથીતમે શોધી શકશો


તમારા વિકાસની છલાંગ માટેના

રહસ્યમય જ્ઞાનમાર્ગોને !



મોટાઓ માટેના કામ આપણને મોટા બનાવે છે

અને નાનાઓ માટેના કામ આપણા દ્વારા
તેઓને મોટા બનાવે છે,
વામનમાંથી વિરાટ થવું
કે એમ થનારને પ્રોત્સાહન આપવું
એ જ છે સફળતા સાથેની દોસ્તી.

તમારી અને સફળતાની દોસ્તી અતૂટ છે,
તમો એવા લોકોમાંથી જ એક છો કે જેઓ
આ જગતમાં જે કંઈ કાર્ય આરંભે છે
તેને અત્યંત સરળતાથી
પરિપૂર્ણ અને સફળ બનાવે છે.







પેરેશુટ સાથે લઈને ઊડતું પક્ષી
મારા જોવામાં નથી આવ્યું.
એ તમામ લોકો મહાન છે
જેઓ પાછા ફરવાના માર્ગને
તોડીને આગળ વધે છે.
માત્ર પહાડોની કે આભની ઊંચાઈ જ નહીં
જિંદગીની ઊંચાઈ પણ ઝંખે છે
સાહસિકતા અને નિર્ભયતા.

તમે સર્વ રીતે ભયમુક્ત હોવાનો
અનુભવ કરજો.
સફળતા માટે તમારે કેળવવી પડશે
સત્ય પ્રમાણિત સાહસિકતા.
તમારે કદી પાછા ફરવાનું નથી,
સહજ બની વહેતી નદીઓ અને ઝરણાંઓ
આ જ વાત સદીઓથી તમને કહે છે.
એને કાન દઈને સાંભળજો...
 
 
 
 
 
અનેક પૂરપાટ વહેતી નદીઓના જળ
જેમાં સતત ઉમેરાતા હોવા છતાં
જે છલકાતો નથી
  અને ગ્રીષ્મના ધોમ તડકામાં
જે ખાલી થઇ જતો નથી
 તેવા સમુદ્રનો ક્યારેક સાક્ષાત્કાર કરજો.
ફૂંફાડા મારતી તોફાની ભરતી વખતેય
જે કિનારાની મર્યાદા ઓળંગતો નથી
અને ઓટ આવવા છતાં જે
નિરાશામાં લુપ્ત થતો નથી
તે મહાન સાગર પણ તમારો
સર્વકાલીન શિક્ષક છે.
જ્યારે પણ તક મળે ત્યારે
તમારા મનના દરિયામાં ડૂબકી મારીને
તમારા સર્વોત્તમ સંકલ્પોના
મહામુલં રત્નોને પામતા રહેજો.
એનાથી તમારી આવતીકાલ માટેનો માર્ગ
વધુ સરળ, પ્રકાશિત અને પ્રસન્ન બનશે.
     





 જ્ઞાની એ છે કે જેને ખબર છે કે તે શું નથી જાણતો,
અજ્ઞાની એ છે કે જેને સતત એ યાદ છે કે તે શું જાણે છે.
આપણે અજ્ઞાન વ્યક્ત કરતાં શીખીએ... 
કારણ કે અડધું જગત જીતી લેવા જેટલી તાકાતની
રૂર પડે છે પોતાના અજ્ઞાનનો એકરાર કરવાની.
તમને જે કંઈ ન આવડે તેને તમે શોધતા ને શીખતા રહેજો
તમારા કરતાં જેઓ નાના હોય તેમની પાસેથી પણ
શીખતા રહેવાનો વિવેક દાખવજો.
તમે જ એક શ્રેષ્ઠ છો, એવા અભિમાનથી હંમેશા દૂર રહેજો.
સહુને શ્રેષ્ઠ થવાનો અધિકાર આજન્મ મળેલો છે,
સામૂહિક વિકાસ જેવો શ્રેષ્ઠ માર્ગ બીજો કોઈ નથી,
કારણ કે એમાં મનુષ્ય પાછળ રહી જવાની તાકાત ગુમાવી દે છે,
એક પડે તો એને ઊભો કરનારા અનેક હોય
એવા સમાજના જ તમો સભ્ય થજો
અને એવા નવા સમાજની જ તમો ઝંખના રાખજો,
અને એ માટે જ પ્રવૃત બનજો.





 તમે આ જગતમાં મહાન થવા જન્મેલા છો
એ વાત
તમે સતત તમારી જાતને યાદ કરાવજો.
વળી યાદ રાખજો કે
માત્ર  સિધ્ધિઓ જ સુખ નથી,
સુખ પણ એક વિરલ સિદ્ધિ જ છે.

તમારા અર્ધજાગ્રત મનમાં છુપાયા છે,
તમારા પ્રતિષ્ઠા, યશ અને ઉપલબ્ધીના રહસ્ય,
એને તમે શાંત ચિત્તે ઓળખજો
અને કુદરતે તમારા અર્ધજાગ્રત મનમાં
સંઘરી રાખેલા અમોલ  ખજાનાને
તમે પ્રાપ્ત કરજો.

જેટલા તમે બહાર દોડો છો...
એનાંથી ક્યાંય વધુ
તમારી પોતાની ભીતર પણ ડૂબકી મારજો,
ત્યાં જ છે તમને જોઈએ છે તે
મેળવી લેવાની ગુરુચાવી.








તમે તમારી લાગણીઓને વેડફી ન નાંખો
 સમાજના અને પરિવારના
સંબંધોમાં એને જમા કરાવજો
બેંક જેવા જ હોય છે લાગણીના ખાતા,
તમે એમાં એક ફૂલ મૂકશો તો
આખું વનરાવન મહેંકી ઉઠશે.

તમારો એક સ્નેહાળ શબ્દ
કોઈના દયની લાંબા ગાળાની ડિપોઝીટ બનશે,
તમારો લખેલો પ્રેમાળ પત્ર
કોઈના માટે હશે લાખો ડોલરનો ચેક.
લાગણી તો જેટલી ડિપોઝીટ થાય
એટલી આપણી જિંદગી સમૃદ્ધ,
 એકાદ વિશ્વાસઘાતથી લાગણીનું એકાઉન્ટ બંધ થઇ શકે...
એકાદ પાછા ફરેલા ચેક જેવું અસત્ય
તમને ગુનેગાર બનાવી શકે,
એવા સંજોગોથી તમે સાવધ રહેજો
લાગણીનો ઉપાડ ઓછો થાય
અને થાપણ વધુ થાય એમ કરજો.
આગળ જતાં જિંદગીના ડગલે ને પગલે
તમે ડિપોઝીટ કરેલી લાગણીઓ
મૂડીથીયે મોટા વ્યાજ સાથે તમને પાછી મળશે...
મળતી  જ રહેશે...







 એકાંતનો ટાપુ દુનિયાના નકશામાં નથી હોતો,
એ તમારે જ શોધી કાઢવાનો હોય છે.
દુનિયાના મહાન માણસોએ આ પૃથ્વીને
જે કંઇ શોધ - સંશોધનો ભેટ આપ્યા છે
તેમાંના ઘણાં તો તેઓ
એકાંતના ટાપુ પરથી જ લઇ આવ્યા છે.
તમે એકલા હશો ત્યારે જ તમારી જાતને
અને જગતને સમજી શકશો.

અતિશુદ્ધ એકાંત આપણને આપે છે
નિર્મળ અને નવા વિચારોના પ્રવાહો,
જેમાં તરતી હોય છે સફળતાની સોનેરી - રૂપેરી માછલીઓ,
તમે એને ઓળખી લેજો અને
તમારી પાછળ આવનારી પેઢીઓ માટે
તમે રસ્તાઓ બનાવતા જજો
જેથી જેમ તમારા પૂર્વેના યાત્રીઓના પરિશ્રમને
કારણે તમને થાક ઓછો લાગ્યો
એમ તારા અનુગામીઓને પણ યાત્રા થોડી વધુ સરળ લાગે.






વાવ કે તળાવના પાણી કરતાં
વધુ ચોખ્ખું હોય છે વહેતી નદીનું જળ,
જોજો તમે કોઈ વિચારધારામાં બંધાઈ ન જતાં,
તમારા મનની ખૂલ્લી બારીઓમાં,
સતત ક્રાંતિ કરતા
આ વિશ્વના નવા પવનને તમે આવવા દેજો,
નવી હવાને તમે ઝડપથી આત્મસાત્ કરજો,
નવી  દિશાઓ, નવી ક્ષિતિજો અને
નવા સીમાસ્થંભો તમે સ્થાપતા રહેજો
કદાચ નાવીન્યને સ્વીકારતા દુનિયાને વાર લાગશે,
પણ  તમો ધીરજ રાખજો,
અભિનંદનના પુષ્પો તમારા પર વરસશે
તમે  જે કંઈ કરો તેમાં સહુનો વિચાર કરશો તો
એક  દિવસ, સહુ તમારો પણ વિચાર કરતાં થશે,
જો  તમે સહુના થઈને રહેશો,
તો  સહુ તમને પોતાનાં કરીને રાખશે.





સુંદર  હોવું અને સુંદર દેખાવું એમાં તફાવત છે,
સુંદર દેખાવું એટલે સુંદર હોવાનું સ્વમાન જાળવવું.
સારું  હોવું અને સારા દેખાવું એમાં ફેર છે.
સારા દેખાવું એટલે સારા હોવાની સહુને ખાતરી કરાવવી.
એ માટે જોઈએ વિશ્વસનીયતા,
વચનબદ્ધતા, સમયપાલન અને નિષ્ઠા.

આ જગત તમને કંઈ માની લે
એ પહેલા તમેં જે છો એના પૂરતાં પુરાવાઓથી
એમના હૈયા છલકાવી દેજો.
તમારામાં રહેલી સંભાવનાના વહાણ પર બેસવાને બદલે
દેખીતી કાગળની હોડી તેઓ જલ્દી સ્વીકારશે,
જે કંઈ તમે પ્રગટ કરો તે જ સત્ય છે
એમ તેઓ માનશે અને એટલે જ
તમારા દરેક વાક્ય, વિચાર અને વર્તનમાં કાળજી રાખજો...
સંસારનો આ આકરો નિયમ છે,
જો તમે શ્રેષ્ઠ થશો તો જ તમારા દ્વારા શ્રેષ્ઠતા વ્યક્ત થશે
અને એટલે જ સુંદર દેખાવાનો આધાર સુંદર હોવામાં છે,
સારા દેખાવાનો આધાર સારા હોવામાં જ છે,
તમે સુંદર છો, તમે સારા છો એ યાદ રાખજો...






તમને કઈ રીતે સમજાવવું કે
સ્થિરતા પણ ધર્મ છે અને અસ્થિરતા પણ ધર્મ છે.
તમારો વિકાસ અને પ્રગતિ અટકી જાય
અને ત્યારે સ્થિર બેસી રહે, તે અધર્મ છે.
તમારા પર કોઈએ મૂકેલા વિશ્વાસને તોડીને
તમે નાસી આવો એ અસ્થિરતા પાપ છે.
પણ  પોતાના અને સહુના કલ્યાણ માટે
તમે બધું જતું કરીને સ્થિર રહો તો
તે તમારો આપદ્ ધર્મ છે
ક્યારેક ઉંબરો ઓળંગ્યા પછી
સૂરજ ઊગતો દેખાય છે,
તો કોઈક્વાર હજાર સૂર્યના તેજ કરતાં
ઘરના દીવાનું અજવાળું વધુ મહત્વનું માલમ પડે છે...
ચાલો સમયને ધ્યાનથી મૂલવતા રહીએ...






આ ગુલમહોર અને ગરમાળો.
જેમ જેમ તડકો વધુ પડે છે
તેમ તેમ એ તો વધુ ને વધુ ખીલતા જાય છે.
ઉનાળાનો ધોમ ધખેત્યારે ગુલમહોર અને
ગરમાળાના ફૂલો ખિલખિલ હસશે.
તમને કોઈવાર ભારે સંકટમાં પણ
પ્રસન્ન રહેવાની કળા
એમની પાસેથી શીખવાનો વિચાર આવ્યો છે !!!
ચાલો શીખી લઈએ
એ વિપરીત સંયોગોમાં પ્રસન્નતા વ્યક્ત કરવાની રીત,
એ જ છે પરમતત્વ સાથેની પ્રીત.

કોઈના આંખોના ક્રોધને બુઝાવવા માટે
એક હળવું સ્મિત ઘણી વાર
લાખો ગેલન પાણીનું કામ કરે છે.

એવું નથી કે તમારે બધું શીખવાનું જ છે,
આ જગતે પણ તમારી પાસેથી ઘણું શીખવાનું છે,
કારણ કે તમારામાં પણ છે ઉત્તમ અને બહાદૂર મનુષ્યની
સાહસિકતા, મૌલિકતા અને પ્રામાણીકતા.





 એવું બને કે
તમને ગમેં સૂરજમુખી
અને અમને ગમેં ગુલાબ,
તમને ગમેં ભૂમિ હરિયાળી
અને અમને ગમેં આકાશ;
કોઈવાર તમને ગમેં ટી-શર્ટ
અને અમને ગમેં કોટ,
તમને ગમેં મોર
અને અમને ગમેં કોયલ,
આપણી બંદગી ને પસંદગી જુદી જુદી હોઈ શકે છે,
પણ આપણા હદય-આત્મા તો એક જ હોવા જોઈએ
બહારના તફાવતો ક્યારેય તોડી ન શકે
આપણી ભીતરની એકતાને
એ અંત:કરણમાં
જિંદગીની આ સિતાર પર
એકસાથે એક જ રાગ વગાડીએ,
આજ છે આપણી સહુથી મજાની
સ્નેહાળ અને સર્વકાલીન જુગલબંધી.
વિકાસના માર્ગની પહેલી શરત!!!






તમને ખબર છે, લોકો તમારી તાકાતની નહીં,

તમારી ઉદારતાની ઈર્ષા કરે છે...
તમારી સંપત્તિની નહીં
તમે એનો જે રીતે સદુપયોગ કરી જાણો છો
એની અદેખાઈ કરે છે...
ઇતિહાસમાં એવા મહાન રાજાઓ થઇ ગયા
જેઓ એમણે ફરમાવેલી સજાઓથી નહીં
પણ એમણે આપેલી ક્ષમાઓથી ઓળખાય છે.
ઘણી વાર તમારી પાસેની સામાન્ય ક્ષમતા
બીજાની જિંદગીનો આધાર હોય છે.
તમારે માટે રમત વાત,
તે બીજા માટે જીવસટોસટનો જંગ હોઈ શકે...
તારો એક ફોન બીજા માટે લાઈફ લાઈન પણ હોય!!!
એવા સંજોગોમાં તમારું હદય ઉદાર રાખજો
અને જે કરવું જોઈએ તે કરી છૂટજો.

તમે તમારા પગ પર ઊભા હશો તો
તમારા ખભા પર બીજાઓ પણ આધાર લઇ શકશે,
તમો સ્વતંત્ર - મુક્ત અને આદર્શ હશો
તો બીજાને પણ સ્વતંત્રતા ને મુક્તિની રાહ ચીંધી શકશો...
ધનવાન થજો, પણ ધન્મોહી નહીં,
દયાળુ થજો, પણ દયાપાત્ર તો નહિ જ,
લાગણીશીલ થજો, પણ લાગણીહીન કદી નહીં
ઈર્ષાપાત્ર થજો, પણ ઈર્ષાખોર તો કદી નહીં...





પોતાના બચ્ચાને પાંખો આવી જાય પછી,

પંખીઓ રાહ જુએ છે કે
વિરાટ આકાશને એ પોતાનું કરી લે,
 ઊંચે ઊંચે ઉડે, મોતી જેવા દાણા ચણે
ને જિંદગીની ઉડાન સલામત રીતે આરંભે,
પણ પંખીના બચ્ચાંને આકાશથી વધારે
વ્હાલો હોય છે એનો માળો!
એક દિવસ પંખી એના બચ્ચાંને
વ્હાલથી સહેજ જ ધક્કો મારે છે, ઊડતા શીખવવા માટે.
બચ્ચું ગભરાય છે,
પછી પંખીનું બચ્ચું એકાએક માળાની બહાર ફંગોળાય છે
અને એની પાંખો ફફડવા લાગે છે,
ત્યારે એને પોતાને ખ્યાલ આવે છે કે
એને હવે ઊંચા આસમાને ઊડતા આવડે છે,
એના પિતા અને માતાની જેમ!
અને એ શોધી લે છે
પછી એનું પોતાનું આકાશ.
આપણે પણ આપણું આકાશ શોધી
મુક્ત વિહાર કરતાં રહીએ...
ઉડતા રહીએ... એ જ નિયતીનો ક્રમ છે...








પરમ પિતા
તમને એટલે આટલું બધું ચાહે છે
કે તમે બધાંને ચાહી શકો
એનો પ્રેમ કોઈ વાર ધોધની જેમ તમને ઘેરી લે છે
અને તમને મૂંઝવી પણ દે છે,
તે એટલા માટે કે
તમો આ દુનિયાને સાચી રીતે ચાહો ત્યારે
તમારો પ્રેમ કોઈને ઓછો ન પડે.

તમે ભીંજાઈ જાવ છો તેના સ્નેહની અધિકતાથી
તે એટલા માટે કે
તમારા સંપર્કમાં આવનાર જીવમાત્ર પણ
તમારી લાગણીથી વંચિત ન રહી જાય.

તમે છો સ્વસ્થ અને સલામત તેના હાથમાં,
એટલે જ કે તમારા બાહુઓ પર
ભરોસો રાખનારને મળે નિશ્ચીંતતા.
એટલે જ ઈશ્વરનું અઢળક વ્હાલ વરસે છે
તમારા પર ,
જેથી તમારા સ્નેહની વર્ષા મળે આ જગતને...
અવિરત અને નિતાંત...




આ જગત વિસ્મય અને આનંદથી છલકાય છે,
એનાથી આપણે જેટલા વધુ દૂર એટલું દુ:ખ,
જેટલા નજીક એટલું સુખ.
તમારા પર દુ:ખનો પડછાયો પણ ન પડે
એમ ઈચ્છીએ...
પણ દુ:ખ નામના રસાયણ વિના જીવનના
કર્મ, ધર્મ અને મર્મને તમો શી રીતે પામશો
એટલે જ્યારે પણ દુ:ખની ડાળ તમારા અસ્તિત્વ પર ઝૂકે
કે તુરત જ તમો એમાંથી જ્ઞાનના ફળને તોડી લેજો
મનુષ્ય તરીકે એ ફળ પર આપણો અધિકાર છે,
કારણ કે પૃથ્વી પરના સૌથી પહેલા મનુષ્યોને
એ જ ફળ પ્રાપ્ત થયું હતું.
આ જગત એ ફળના માધુર્યનો જ વિસ્તાર છે.
આપણું હોવું એ
સૌથી મોટી ચીજ છે જિંદગી
તમારી જિંદગીને મહામૂલા ખજાનાની જેમ જાળવજો.





તમારા ખભે કાવડમાં બેસીને
બંધ આંખે માવતર જાતરા ન કરે
તો પણ તમો જ એના શ્રવણ છો
તે જાણી લેજો...
તેમના સૂકા કંઠમાં અમૃત જેવાં મીઠા જળ
પહોંચાડવા માટે તમો હદયમાં
જીવલેણ તીર સહન કરી શકો છો
એમ તેઓ માને છે.
વહાલા દીકરાઓ, માત્ર શ્રવણના જ નહીં,
તમામ દીકરાઓના માતા પિતા બંધ આંખે, અંધ આંખે
પોતાના સંતાનો પર વિશ્વાસ રાખીને
જિંદગી  પસાર કરતાં હોય છે.
જે હાથે એક દિવસ તમને હીંચક્યા છે
એ જ હાથથી તમો ટેકણલાકડી બનજો
તમો અમારી સેવા કરો એના કરતાંય
સૌથી મોટી વાત અમારે માટે એ છે કે
તમે જ્યાં હો ત્યાં કાયમ
વિકસતા, સંપન્ન, પ્રેમાળ અને સ્વાધીન હો,
એ જ છે એમને માટે સૌથી મોટું સુખ.
કોઈ માવતરને સંતાનોની સેવા લેવી
ગમતી નથી...તેમનું હદય તો સદા
તેમના સુખની...સમૃદ્ધિની...કામના કરતું રહે છે
તે યાદ રાખજો...